ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
અંકિત ત્રિવેદી

રોયા નહીં-હરીન્દ્ર દવે

અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.

તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી,બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.

છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
ને પછી જોયાં કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી,લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.

એટલું સુંદર ગીત છે કે ટિપ્પણ લખવા કોઈ શબ્દો જડતા જ નથી ! મનભરીને માણવા જેવી મનોરમ રચના…..

6 Comments »

  1. ધવલ said,

    August 4, 2011 @ 12:15 PM

    છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
    ને પછી જોયાં કર્યું,
    તડકો આ તાપથી અકળાયો ને
    અંગ ભીનું વાદળ ધર્યું.
    એથી પાગલમાં જાતને ખપાવી,લાગે કે લેશ મોહ્યા નહીં,

    – વાહ !

  2. DHRUTI MODI said,

    August 4, 2011 @ 3:55 PM

    સરસ ગીત.

    છૂંદણાંના હંસ કને મોતી ધર્યા
    ને પછી જોયાં કર્યું,
    તડકો આ તાપથી અકળાયો ને
    અંગ ભીનું વાદળ ધર્યું.
    ઍથી પાગલમાં જાતને ખપાવી, લાગે કે લેશ મોહ્યાં નહીં,
    પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.

  3. વિવેક said,

    August 5, 2011 @ 1:26 AM

    વાહ વાહ ! સરસ ગીત…
    આટલા વરસોમાં આવી મજાની કવિતા નજરે જ ન ચડી ??!!!

  4. મીના છેડા said,

    August 5, 2011 @ 4:38 AM

    સરસ!

  5. shriya said,

    August 5, 2011 @ 4:20 PM

    ખુબ સરસ!!
    અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
    કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં….

    તડકો આ તાપથી અકળાયો ને
    અંગ ભીનું વાદળ ધર્યું.

  6. Pratibha Choksi said,

    September 21, 2017 @ 1:38 PM

    ંમન્ ખુશ્ ખુશ્!
    અમે રોાયા નહિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment