આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
રમેશ પારેખ

(પ્રભુને પત્ર) -અંકિત ત્રિવેદી

પ્રિય પ્રભુ,

સેન્ટ પૅટ્રિક્સનું એક વાક્ય છેઃ

‘પરમાત્મા, મારા પર એવી કૃપા કરો,
કે આજના દિવસે જે કોઈ
મારા સંપર્કમાં આવે તે એને કારણે
જરાક વધારે સુખી બનીને જાય.’

આ વિધાન તમને પણ લાગુ પડી શકે છે.

બોલો,
મળવા આવો છો ને ?

લિ.
રાહ જોવામાં વ્યસ્ત……

-અંકિત ત્રિવેદી

14 Comments »

 1. Bharat Trivedi said,

  May 19, 2011 @ 4:16 pm

  અંકિતભાઈ પક્કા અમદાવાદી છે! એ સામે મળવા જતા નથી પણ મળવા બોલાવે છે! અને કેવી સિફતથી સેન્ટ પૅટ્રિક્સના એ વાક્યને ઉછીનું લઈને એક સારી કવિતા પણ બનાવી લે છે ! અછાંદસમાં ક્યારેક કોઈ કામ એટલી આસાનીથી થઈ જતું હોય છે કે મને થાય છે કે આટલા બધા લોકો કેમ ગાલગાગા ની લતે ચડી જતા હશે !

 2. જયેન્દ્ર ઠાકર said,

  May 19, 2011 @ 4:35 pm

  અંકિતભાઈ,
  કવિ તો છો, પણ આ સેન્ટ પૅટ્રિક્સ બનવાની ધુન ક્યાંથી લાગી?
  જદબયે દિલ કી કુછ ઐસી ચાહ હૈ …કિ તુમ પર કુછે ઐસી બને કી બિન આયે ન બને!
  From USA

 3. pragnaju said,

  May 19, 2011 @ 5:38 pm

  મારા સંપર્કમાં આવે તે એને કારણે
  જરાક વધારે સુખી બનીને જાય.’
  વાહ્

 4. dr.jagdip said,

  May 19, 2011 @ 10:00 pm

  અને ખુદા આવે પછી……

  ચાલ ખુદા તીન પત્તી રમીએ
  એક બીજા અણજાણ્યા રહીએ

  લોક ત્રણેનો તું અધિપતી, ને
  તઈણ અવસ્થાને અમ જીવીએ

  બંધ તમારી બાજી, ને સૌ
  બંધ કરી મુઠ્ઠી અવતરીએ

  ચાલ મુજબનું પાનુ ખોલો
  રોજ અમે સંજોગ ઉતરીએ

  એક ન દેતા દાવ વધારે
  શિશ ઝુકાવી માંગી લઈએ

  જાણ બધું તું આગળ પાછળ
  તોય બધું તફડંચી કરીએ

  સો અભિમાની એક્કા ઉપર
  એક અલખથી હારી જઈએ

 5. Maheshchanadra Naik said,

  May 19, 2011 @ 10:27 pm

  સરસ વાત પ્રભુને કહી દીધી અન્યને નામે અને પ્રભુને નિમત્રણ પણ આપી દીધુ, સાથે સાથે બધા ભાવકોને પણ ઈજન છે જ………… તમે પણ મળવા આવોને કહીને,,,,,,,,,,,,,,, અભિનદન,,,,,,,,,,,,,,

 6. Atul Jani (Agantuk) said,

  May 20, 2011 @ 12:04 am

  અંકિત ત્રીવેદીની સરળ અછાંદસ રચનાઃ

  દરેક વ્યક્તિ જો એવું વ્યક્તિત્વ વિકસાવે કે એને મળવાથી મળનાર થોડોક વધુ સુખી થાય તો કેટલો સરસ સમાજ રચી શકાય !

  વૈદિક સંસ્કૃતિની ‘પરસ્પર દેવો ભવઃ’ ની વિભાવના આ પ્રાર્થનામાં મૂર્તિમંત થતી નથી દેખાતી ?

  બીજી એક વાત એવી પણ છે કે કોઈને મળવા બોલાવીએ અને કોઈ મળવાયે આવે પણ સામે પગલે બોલાવનારે પણ મળવા જવું જોઈએ – વ્યવહાર એક તરફી ક’દી ન ટકે – શું કહો છો અંકિતજી ?

 7. તીર્થેશ said,

  May 20, 2011 @ 1:13 am

  સેઇન્ટ પેટ્રીકની વાત બહુ ગળે ન ઉતરી. મને તો લેખકના આ લખાણમાં કોઈ કાવ્યતત્વ નથી દેખાતું.

 8. Atul Jani (Agantuk) said,

  May 20, 2011 @ 1:28 am

  કાવ્ય અંકિત ત્રીવેદી રચે છે અને તે પેટ્રીકની વાત પછી શરુ થાય છેઃ
  ——————–
  આ વિધાન તમને પણ લાગુ પડી શકે છે.

  બોલો,
  મળવા આવો છો ને ?

  લિ.
  રાહ જોવામાં વ્યસ્ત……

  -અંકિત ત્રિવેદી
  ————
  અલબત્ત દરેકના અંદાજે બયા અલગ અલગ હોવાના તે વાત પણ એટલી સાચી.

 9. himanshu patel said,

  May 20, 2011 @ 7:53 am

  ?????

 10. bharat vinzuda said,

  May 20, 2011 @ 1:13 pm

  આ કવિતા પઠન છે કે સંચાલન !

 11. Bharat Trivedi said,

  May 20, 2011 @ 1:24 pm

  ભરતભાઈ, તમે એવા સવાલ ના કરો! “સેન્ટ પૅટ્રિક્સને” ગઝલમાં લાવી બતાવો તો ખરા
  🙂

 12. Harikrishna ( London) said,

  May 20, 2011 @ 4:10 pm

  May God Bless you, Ankit
  Amen

 13. Lata Hirani said,

  May 21, 2011 @ 4:19 am

  Fully agree with

  Harikrishna ( London) said,
  May 20, 2011 @ 4:10 pm

  May God Bless you, Ankit

 14. rajesh gajjar said,

  May 22, 2011 @ 9:01 am

  ગઝલ થી સ્વગાત કરો તો આવી એ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment