ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

મુગટ – રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

– રઈશ મનીઆર

13 Comments »

 1. Girish Parikh said,

  May 17, 2011 @ 9:52 pm

  રઈશભાઈઃ “મોર મુગટ પીતાંબરધારી” કૃષ્ણના મુગટનું એમના માથે વજન ખરું?
  -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 2. Kirtikant Purohit said,

  May 18, 2011 @ 1:45 am

  તાજ ઇસુનો કાઁટાળો કે ‘કીર્તિ’નો ગજરાળો મળે
  આપણે તો માથુઁ બસ ધરવાનુઁ,અઁચઇ નહિ કરવાની.

 3. Harikrishna ( London) said,

  May 18, 2011 @ 5:02 am

  મુગટનો ભાર હોય કે ના હોય
  આપણે તો માથુ નમાવવાનુ
  રાજા હોય કે ભગવાન હોય આપણે તો નમવાનુ જ

 4. Lata Hirani said,

  May 18, 2011 @ 5:52 am

  બહુ જ સરસ

 5. pragnaju said,

  May 18, 2011 @ 6:38 am

  ખૂબ સ રસ
  શિર્ષાસન:માં વ્યક્તિ તેના માથાને નીચે ટેકવીને ઉભો રહે છે બધા આસનનો રાજા કહેવામાં આવે છે. કારણ કે, આમાં માથુ મુગટના રૂપમાં ભોંય પર હોય છે.

 6. Pushpakant Talati said,

  May 18, 2011 @ 6:45 am

  ભાઈ શ્રી ગિરીશ પરીખ, – (મોડેસ્ટો કેલિફોર્નિયા)

  આપે રઈશભાઈ ને પ્રશ્ન પુછ્યો છે કે –
  મોર મુગટ પીતાંબરધારી કૃષ્ણના મુગટનું એમના માથે વજન ખરું?

  જો કે રઈશભાઈ ને પ્રશ્ન પુછ્યો છે છતાં પણ હું દોઢડાહ્યો થઈ ને જવાબ આપુછું કે – ” હા ; ચોક્કસ- મોર મુગુટ પીતાંબરધારી કનૈયાનાં મુગુટ નો ભાર તો ભલભલા દેવો પણ ન જીરવી શકે તેટલો હોય છે.” – હા પણ જો કે ભાર શબ્દ સાપેક્ષ છે. કોઈ ને લાગે અને કોઈને ન પણ લાગે તે તો દરેકની પોતાની ક્ષમતા યાને capacity ઉપર આધાર રાખે છે – અવલંબે છે.

 7. જયેન્દ્ર ઠાકર said,

  May 18, 2011 @ 6:59 am

  આ મુગટો પણ પહેરવાવાળા ના માથાં નમાવવા માટે જ બન્યા હશે??

 8. Bharat Trivedi said,

  May 18, 2011 @ 7:19 am

  સરસ !

  ચેતજે જીતમાં ય હાર ન હો,
  સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
  એવો કોઈ મુગટ બન્યો જ નથી,
  જેનો માથે જરા ય ભાર ન હો.

  વાહ ક્યા બાત કહી હૈ !

 9. Girish Parikh said,

  May 18, 2011 @ 8:56 am

  ગઈ રાત્રે સૂતાં સૂતાં ત્રણ વાગ્યા પછી નીચેનું મુક્તક સ્ફૂર્યું. હાલ એ ડ્રાફ્ટ છે. મુક્તક શ્રી રઈશ મનીઆરને સાદર અર્પણ કરું છું:

  મુગટ છે એવો એનો નથી કંઈ ભાર!
  કાનાના મોરપીંછનો મહિમા અપાર…
  મુગટ છે એવો એનો કેવો છે ભાર?
  કરી દે ભસ્મ જ્યારે પહેરે નર નાર!

  –ગિરીશ પરીખ

 10. Mukesh Parikh said,

  May 18, 2011 @ 11:11 am

  ખૂબ જ સુંદર મુક્તક..
  ગયા શનિવારે ડો.રઈશ અને ડો. વિવેકને મોનાબેન નાયકના સંચાલન હેઠળ ન્યુજર્સી માં પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો મળ્યો. મઝા આવી ગઈ.

 11. Ramesh Patel said,

  May 18, 2011 @ 2:03 pm

  ખૂબ જ ઉત્કૃષ્ઠ ભાવથી મઢી કૃતિ…ચીંતનભરી અને કલામય.
  રમેશ પટેલ(આકાશદીપ
  ખૂબ જ ઉત્કૃષ્ઠ ભાવથી મઢી કૃતિ…ચીંતનભરી અને કલામય.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. Denish said,

  May 20, 2011 @ 4:25 am

  સુન્દરતર મુક્તક ! રઈશસર દ્વારા લખાયેલા મારા પ્રિય મુક્તકોમાંનું એક!
  ”સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો” એ પંક્તિ પરથી શ્રી જલન માતરીનો શેર યાદ આવેઃ

  સુખ જેવું જગમાં કંઇ નથી જો છે તો આજ છે,
  સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.

 13. rajnikant a shah said,

  June 2, 2011 @ 1:45 am

  gandhitopi no bhaar lagyo atlej badhae chchodi didhi !!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment