છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
અમૃત 'ઘાયલ'

ચર્ચામાં રહ્યો -પ્રવિણ શાહ

રાતભર એની જ ચિંતામાં રહ્યો
ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો

આપવાની વાત આવી દિલ તને
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો

કાફલા સૌ નીકળી આગળ ગયા
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો

ટોચ પર જઇને ધજા પણ ફરફરે
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં
થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો

-પ્રવિણ શાહ

થોડા દિવસ પહેલા પ્રવિણભાઈની આ ગઝલ વાંચી, વાંચતાવેંત ગમી ગઈ અને આ અહીં આપ સૌને માટે મૂકી દીધી…  આખી ગઝલ ખૂબ જ સુંદર થઈ છે, પણ મને મક્તાનો શેર જરા વધુ ગમી ગયો.  ‘ગુર્જર કાવ્યધારા‘ બ્લોગ ચલાવતા પ્રવિણભાઈ અન્યોની ગઝલો પોસ્ટ કરતા કરતા હવે પોતે પણ ગઝલ લખતા થઈ ગયા છે… પ્રવિણભાઈને શુભેચ્છાઓ.

22 Comments »

 1. pragnaju said,

  May 5, 2011 @ 5:09 pm

  સુંદર ગઝલ
  આ શેર વધુ ગમ્યો
  આપવાની વાત આવી દિલ તને
  એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો
  અને
  મોકળાશ તો બહુ હતી હર શેરમાં
  થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો
  મક્તામાં તખલ્લુસ વગર
  મોકળાશ જ મોકળાશ અનુભવી

 2. વિવેક said,

  May 5, 2011 @ 6:15 pm

  સુંદર ગઝલ !

 3. urvashi parekh said,

  May 5, 2011 @ 6:16 pm

  સરસ રચના.
  તમારા બ્લોગ પર વાંચી હતી,
  સુન્દર અને સરસ,
  ખુબ ખુબ અભીનન્દન.

 4. વિહંગ વ્યાસ said,

  May 5, 2011 @ 9:09 pm

  સુંદર ગઝલ. P shah ને અભિનંદન.

 5. Maheshchandra Naik said,

  May 5, 2011 @ 10:20 pm

  ટોચ પર જઈને ધજા પણ ફરફરે
  ખાસ મોકો જોઈ પાયામા રહ્યો
  સરસ વાત રમતા રમતા કહી દીધી હોય એવુ લાગે છે, સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન………………..

 6. Atul Jani (Agantuk) said,

  May 5, 2011 @ 11:58 pm

  ટોચ પર જઇને ધજા પણ ફરફરે
  ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

  આખીયે ગઝલનું અહીં પુનરાવર્તન ગમ્યું.

 7. અશોક જાની 'આનંદ' said,

  May 6, 2011 @ 12:03 am

  વાહ, પ્રવીણભાઇ, તમારી ગઝલ બીજે પણ પ્રકાશિત થઇ એ તેની ગુણવત્તા સિદ્ધ કરે છે, મને તેનો વિશેષ આનંદ છે, ઉમદા શે’ર, સુંદર ગઝલ..અભિનંદન…!!!

 8. Kirtikant Purohit said,

  May 6, 2011 @ 2:31 am

  પ્રવિણભાઇને અભિનઁદન.

 9. Pancham Shukla said,

  May 6, 2011 @ 2:47 am

  સરસ ગઝલ. અભિનંદન પ્રવીણભાઈ.

 10. સુરેશ જાની said,

  May 6, 2011 @ 8:24 am

  મને પણ તમારી આ ગઝલ બહુ ગમી હતી.

 11. ડૉ.મહેશ રાવલ said,

  May 6, 2011 @ 11:59 am

  શ્રી પ્રવીણભાઈની, એમની વેબસાઈટ પર પોસ્ટ થતી અન્ય કવિઓની રચનાઓના ચયનમાં પ્રવીણતા તો અનેકવાર અનુભવી જ છે.
  આ ગઝલ વાંચ્યા પછી ગઝલ-લેખનની એમની પ્રવીણતા પણ અનુભવવા મળી….-સરસ.
  -અભિનંદન.

 12. DHRUTI MODI said,

  May 6, 2011 @ 4:12 pm

  સરસ ગઝલ,’લયસ્તર’ પર ફરીથી જોઈ ખૂબ આનંદ થયો.

 13. Narendra Jagtap said,

  May 6, 2011 @ 9:18 pm

  ટોચ પર જઇને ધજા પણ ફરફરે
  ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો………
  સરસ ગઝલ બીજી વખત લયસ્તર પર વાંચવા મળી …ખરેખર સરસ ગઝલ

 14. sudhir patel said,

  May 6, 2011 @ 9:56 pm

  પ્રવિણભાઈની સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!
  સુધીર પટેલ.

 15. Manoj Shukla said,

  May 6, 2011 @ 11:01 pm

  આપવાની વાત આવી દિલ તને
  એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો
  …………….ખૂબ સરસ

 16. kishoremodi said,

  May 7, 2011 @ 9:29 am

  સુંદર ગઝલ ફરીથી વાંચીને આનંદ થયો

 17. nilima shah said,

  May 9, 2011 @ 4:27 am

  Really enjoyed each and every line!!

 18. sureshkumar vithalani said,

  May 9, 2011 @ 11:44 pm

  બહુ જ સરસ . બહુ જ પસન્દ પડી. .

 19. P Shah said,

  May 10, 2011 @ 11:19 pm

  સૌ ભાવક મિત્રો તથા કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર !

  -પ્રવિણ શાહ

 20. Nilesh Rana said,

  May 11, 2011 @ 7:46 am

  સુન્દર ગઝલ.અભિન્ન્દન,

  નીલેશ રાણા

 21. રમેશ સરવૈયા said,

  May 16, 2011 @ 5:22 am

  પ્રવીણભાઈ ખુબ ખુબ અભિનંદન

  કાફલા સૌ નીકળી આગળ ગયા
  એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો
  આ શેર ખુબજ ગમ્યો અને મારી એક પંક્તિ યાદ આવી
  भटकते रहे युही यादोकी दास्ता लीए
  साथ अपने मंजीलेकारवा रास्ता लीए
  तलाश मे खुदकी कोई मुसाफर नही थे

 22. anandseta said,

  May 22, 2011 @ 10:39 am

  આપને ખુબ અભિનન્દન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment