ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે
અનંત રાઠોડ ‘પ્રણય’

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

5 Comments »

  1. dr.jagadip said,

    April 27, 2011 @ 4:17 AM

    ઘેન કાવ્યો…??!!!!!

    નસકોરાનાં
    દરિયામાં
    હું ડૂબકી મારૂં

    સ્વપ્ન જેવો
    હમસફર
    ઉંઘે મળે

    આંખ મિચી
    તાણવા
    નીંદર મળી

    આ તો અમથૂ જ

  2. PUSHPAKANT TALATI said,

    April 27, 2011 @ 5:42 AM

    વાહ – સરસ ઝેન / લઘુ / હાઈકુ પ્રકારનાં કાવ્યો વાંચી મને ઘણો જ આનન્દ થયો.
    વળી તે ઉપરાંત dr.jagadip ભાઈ દ્વારા પ્રસ્તુત કરાયેલ અન્ય નમુનાઓ થી જાણે સોનામાં સુગન્ધ ભળી ગઈ .
    સરસ- keep this on.

  3. pragnaju said,

    April 27, 2011 @ 12:47 PM

    ‘વાહ્
    કશુંય ન હોવાપણાની ભાષાને
    બટકાં ભરવાથી ચેતજો :
    તમારા દાંત ભાંગી જશે.
    એને આખેઆખી ગળી જાઓ…

    વાહ્
    આ પંક્તીઓ યાદ આવી

    તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
    આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે

    આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
    બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

  4. DHRUTI MODI said,

    April 27, 2011 @ 3:14 PM

    સુંદર લઘુ કાવ્યો. પહેલું અને ત્રીજું કાવ્ય વિશેષ ગમ્યું.

  5. જયેન્દ્ર ઠાકર said,

    April 27, 2011 @ 7:05 PM

    અખાએ પણ કહ્યું હતું કે સાંબેલું વગાડે તો જાણુ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment