આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?
વિવેક મનહર ટેલર

મુક્તક – પ્રફુલ્લા વોરા

ઝાકળ જેવું જીવે માણસ,
અજવાળાથી બીવે માણસ.
જીવતર આખું દોડી દોડી
ખાલીપાને પીવે માણસ.

– પ્રફુલ્લા વોરા

ભાવનગરની શિશુવિહાર સંસ્થા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્રીસેક વર્ષોથી નિયમિત યોજાતી કવિઓની ‘બુધસભા’ અને દોઢેક દાયકાથી દર વર્ષે યોજાતું કવયિત્રીસંમેલન (આ ઘટના તો કદાચ એકમાત્ર હશે!) એમની નોંધપાત્ર પ્રવૃત્તિઓ છે. બુધસભાના કવિઓની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘નીરક્ષીર’ અને કવયિત્રીસંમેલનની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘જ્હાન્વી સ્મૃતિ’ના નામે દોઢ દાયકાથી પ્રગટ થાય છે… આ સંગ્રહમાંથી એક નાનકડું પુષ્પ…

13 Comments »

 1. અલકેશ said,

  April 8, 2011 @ 5:28 am

  વાહ…સરસ મુક્તક.
  ‘નીરક્ષીર’ તથા ‘જ્હાન્વી સ્મૃતિ’ મળશે તો ગમશે.

 2. જયેન્દ્ર ઠાકર said,

  April 8, 2011 @ 7:30 am

  સચોટ મુક્ત છે!

 3. jigar joshi 'prem' said,

  April 8, 2011 @ 8:34 am

  સરસ

 4. MAHESHCHANDRA NAIK said,

  April 8, 2011 @ 8:58 am

  મુક્તક દ્વારા ખાલીપાને સરસ રીતે વ્યક્ત કરવામા આવ્યો છે…………….

 5. pragnaju said,

  April 8, 2011 @ 8:59 am

  સુંદર મુક્તક

 6. Mahendra Mehta said,

  April 8, 2011 @ 10:20 am

  There are so many fond memories associated with shisuvihar
  Manbhai has done so much for society- in tradition of Ravishankar maharaj
  Please post Nirekshir when appropriate
  Thanks

 7. ધવલ said,

  April 8, 2011 @ 2:15 pm

  સુંદર વાત !

 8. urvashi parekh said,

  April 8, 2011 @ 7:33 pm

  સરસ. અને વાસ્તવીકતા થી ભરપુર.

 9. DHRUTI MODI said,

  April 8, 2011 @ 7:48 pm

  સરસ મુકતક.

 10. sudhir patel said,

  April 8, 2011 @ 10:14 pm

  સુંદર મુક્તક!
  ભાવનગર નિવાસ દરમ્યાન નિયમિત ‘બુધસભા’માં હાજરી આપેલી છે!
  સુધીર પટેલ.

 11. Kirtikant Purohit said,

  April 8, 2011 @ 11:43 pm

  સરસ મુક્તક.

 12. PRADIP SHETH . BHAVNAGAR said,

  April 9, 2011 @ 7:50 am

  સરસ મુક્તક્…
  પ્રદીપ શેઠ્..
  સંચાલક
  બુધ્ સભા

 13. Manoj Shukla - Gujarati Kavita said,

  April 10, 2011 @ 4:59 am

  સુંદર મૂક્તક – જાણીતું અંધારું જ માણસને જચતું હો છે ને ! છતાં ક્શાક અદીઠની શોધમાં દોડતો રહે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment