કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

ગઝલ – ચંદ્રેશ મકવાણા

કોણ કહેશે કે વમળ હોતા નથી
આપણા ચક્ષુ ચપળ હોતા નથી

ક્યાંકથી ઓછી પડે છે સાધના
ક્યાંક સંજોગો સરળ હોતા નથી

આદમી તો સાવ સાચ્ચો હોય છે
…ફક્ત પુરાવા સબળ હોતા નથી

આયનો પણ આભનો પર્યાય છે
આયનાના ક્યાંય તળ હોતા નથી

આંખમાં આંજ્યા પછી નારાજગી
લૂછવા માટેય જળ હોતા નથી

– ચંદ્રેશ મકવાણા

મનુષ્યમાત્રની મર્યાદા આલેખતી મજાની ગઝલ…

17 Comments »

  1. રજની માંડલીયા said,

    May 28, 2011 @ 1:39 AM

    અતિ સુંદર રચના ખાસ કરીને

    આંખમાં આંજ્યા પછી નારાજગી
    લૂછવા માટેય જળ હોતા નથી

  2. kartika desai said,

    May 28, 2011 @ 2:01 AM

    પ્રિય વિવેક્ભાઈ,જય શ્રેી ક્રિશ્ન.હુ મારા સાજન સાથે સ્વદેશ્”ભારત”સુરત નઝ્દિક બારદોલિ આવેી ગઈ! જેથ વદ પાચમ પુશય નક્શ્ત્ર્,સોમવાર ૬ જુને સવારે ૭ થિ ૧૧ પુજન વિધિ અને ૧૧.૩૦-
    ૧૨.૩૦ભોજન વિધિનુ પ્ર્યોજન.તમે સ્-પરિવાર સહિત આવિ અભિશેક કરો તો અમારા પરિવારને
    આનન્દ્.બાકેી તો ગઝલ સર્વ સુન્દર.

  3. Kalpana said,

    May 28, 2011 @ 2:02 AM

    એકે એક શેર સચોટ છે. કવિ કલ્પનાનો રાજા છે. સાથે સાથે લૌકિક વાતોને અલૌકિક રીતે કહી દઈ શકે છે. સુઁદર રચના.આભાર.

  4. સુનીલ શાહ said,

    May 28, 2011 @ 3:18 AM

    સાચે જ આપણી મર્યાદાઓની શબ્દોથી સુંદર, સશક્ત અભિવ્યક્તિ.

  5. P Shah said,

    May 28, 2011 @ 4:50 AM

    નવિન કલ્પનોની સુંદર અભિવ્યક્તિ !

  6. bharat vinzuda said,

    May 28, 2011 @ 6:44 AM

    આદમી તો સાવ સાચ્ચો હોય છે
    ફક્ત પુરાવા સબળ હોતા નથી !

    સરસ ગઝલ.
    આ કાર્તિકાબેનને મોબાઈલ નંબર આપો ને !

  7. pragnaju said,

    May 28, 2011 @ 7:01 AM

    ખૂબ સ રસ
    આદમી તો સાવ સાચ્ચો હોય છે
    …ફક્ત પુરાવા સબળ હોતા નથી

    આયનો પણ આભનો પર્યાય છે
    આયનાના ક્યાંય તળ હોતા નથી
    વાહ્

  8. વિહંગ વ્યાસ said,

    May 28, 2011 @ 11:42 AM

    સુંદર ગઝલ….

  9. ડૉ. મહેશ રાવલ said,

    May 28, 2011 @ 12:16 PM

    સરસ તો ખરી જ, સાથે-સાથે સધ્ધર ગઝલ પણ કહેવી પડે એવી અર્થપૂર્ણ ગઝલ.
    અભિનંદન ચંદ્રેશભાઈ….

  10. devika dhruva said,

    May 28, 2011 @ 12:25 PM

    સધ્ધર અને સશક્ત ગઝલ..

  11. anil Chavda said,

    May 28, 2011 @ 1:58 PM

    સરસ ગઝલ, દરેક સેરની ગુઁથણી સરસ થઈ છે.

  12. DHRUTI MODI said,

    May 28, 2011 @ 2:36 PM

    સુંદર સબળ ગઝલ.

  13. Bharat Trivedi said,

    May 28, 2011 @ 7:26 PM

    નખશિખ સુંદર ગઝલ !

    કોણ કહેશે કે વમળ હોતા નથી
    આપણા ચક્ષુ ચપળ હોતા નથી

    ગઝલ તો સારી હોય પણ ક્યારેક તેને પારખવા માટે ચપળ ચક્ષુના અભાવે કોઈ સારી ગઝલ પણ હાથમાંથી જતી રહેતી હોય છે !

  14. Sudhir Patel said,

    May 29, 2011 @ 1:04 PM

    વાહ! મસ્ત ગઝલ!!
    સુધીર પટેલ.

  15. Sandhya Bhatt said,

    May 30, 2011 @ 2:48 AM

    એકદમ સરળ ને સચોટ ગઝલ

  16. Jay Naik said,

    May 30, 2011 @ 11:07 AM

    Such a fantastic ghazal. Bahut khub chandreshbhai.
    Regards,

  17. Manoj Shukla said,

    June 1, 2011 @ 10:52 PM

    કોણ કહેશે કે વમળ હોતા નથી
    આપણા ચક્ષુ ચપળ હોતા નથી

    આયનો પણ આભનો પર્યાય છે
    આયનાના ક્યાંય તળ હોતા નથી

    સ ર સ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment