એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

(ઝુલવા દે) – ઉદયન ઠક્કર

નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.

આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.

આંખ મીંચીને ક્હેતા તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરના પોપચાં સૂર્યના ટાંકણે-ટાંકણે ખૂલવા દે.

વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.

– ઉદયન  ઠક્કર

ઊર્મિ-ઉડ્ડયનથી નરસિંહના સૂરને અડકી લેતી ગઝલ.

13 Comments »

  1. preetam lakhlani said,

    March 8, 2011 @ 11:46 PM

    ઉદયન ઠક્કરની ગઝ્લ વિશે જેટ્લો આનદ માણી શકીએ એટ્લો ઓછો પડે….

    આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
    જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.

  2. preetam lakhlani said,

    March 8, 2011 @ 11:54 PM

    તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
    આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
    ઉદયન તારી ગઝ્લ વાચતા મનોજ ભાઈનો આ શેર યાદ આવી ગયો… મજા આવી ગઈ, હેમેનને યાદ્..

  3. Jayshree said,

    March 9, 2011 @ 12:17 AM

    મઝા આવી ધવલભાઇ… ગઝલ વાંચતા વાંચતા જ જાણે ગવાનું મન થઈ ગયું..

  4. વિવેક said,

    March 9, 2011 @ 12:18 AM

    વાહ… સવાર સુધરી ગઈ….

  5. વિહંગ વ્યાસ said,

    March 9, 2011 @ 12:52 AM

    વાહ….ભાવસભર ગઝલ. આ સાથે મનોજ ખંડેરિયાનો શેર : “પાછલી રાતની ખટઘડી એ હજી, એ તળેટીને એ દામોદરકુંડ પણ, ઝુલણાં છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો….કોઇ કહેતું નથી”

  6. Kirtikant Purohit said,

    March 9, 2011 @ 5:39 AM

    જુનાગઢની હવા અહિં સુધી પહોંચી.

  7. pragnaju said,

    March 9, 2011 @ 8:30 AM

    નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
    હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.
    સુંદર
    યાદ
    નમણી નારને નાકમાં મોતી,પિયુ પરદેશની વાટડીયું જોતી
    લખતી’તી કાગળને ગણતી’તી દાડા,એરી અદાની ઈ નાગરવાડા
    વાળી કન્યા-
    વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
    ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.
    આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે.
    હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
    ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી.

  8. deepak said,

    March 9, 2011 @ 12:27 PM

    ગઝલ વાંચતાજ ગવાઈ ગઈ… ખુબ સરસ…

  9. dHRUTI MODI said,

    March 9, 2011 @ 2:57 PM

    ગઝલ વાંચતા જ થયું કે આ ગઝલ છે કે ગીત છે? ઍક જ શે’રમાં નાગરી લાક્ષણિકતા કેવી સરસ ઊભી કરી દીધી.સુંદર…સુંદર….સુંદર.

  10. કિરણસિંહ ચૌહાણ said,

    March 9, 2011 @ 10:47 PM

    ઉત્તમ રચના. ઝૂલણા ઝૂલાવીને ઉદયનભાઇએ ઉડ્ડયન કરાવ્યું.

  11. jigar joshi 'prem' said,

    March 10, 2011 @ 10:38 AM

    ઝૂલણામાઁ સરસ સર્જન થયું છે

  12. Pancham Shukla said,

    March 10, 2011 @ 2:18 PM

    સર્વજનભોગ્ય, સર્વકાલિન પેલેટેબલ અને મૂળ સાથે માખણ શા અનુબંધથી ફોરતું ગઝલ સ્વરૂપે રચાયેલું સહજ સ્પંદનું કાવ્ય.

    છંદ, બાની અને ઊર્મિઉડ્ડયનના અંગો તપાસતાં કવિશ્રી રાજેન્દ્ર શુક્લના ઘરાનાનું ગઝલ કાવ્ય.

  13. Rameshdan khadiya said,

    March 16, 2011 @ 3:07 AM

    fine

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment