નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

ઘાયલ

ગઝલ – જયેશ ભટ્ટ

સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.

એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.

શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

– જયેશ ભટ્ટ

સર્વથા મુલાયમ ગઝલ. છેલ્લા બે શેર ખાસ સરસ. મૌન પળની ઋચા – કલ્પના જ રોચક છે. છેલ્લા શેરમાં પંચ-તત્વોની ગઠરીના રૂપકનો ઉપયોગ અલગ રીતે કર્યો છે.

9 Comments »

 1. વિવેક said,

  March 1, 2011 @ 12:59 am

  સુંદર રચના… અલગ જ મિજાજ…

 2. PRADIP SHETH BHAVNAGAR said,

  March 1, 2011 @ 2:41 am

  દ્વૈતથી અદ્વૈત સુધીની સફર કરાવતું સુંદર કાવ્ય..
  પ્રત્યેક શેર ખૂબજ સુંદર અને ભાવવાહી….

 3. Pushpakant Talati said,

  March 1, 2011 @ 6:19 am

  વાહ – ધન્ય છે જયેશભાઈ ભટ્ટને . શુઁ સુન્દર રચના બનાવી છે તેઓએ ! !! !!! – વાહ . જા આવી ગઈ .

  – કમળની સેજ અને અકળની દ્વૈત પળ ,
  – ચાતકની તરસ અને વળી સરવાણી તળ અતળની ,
  – શબ્દનો નિરંતર વિસ્તાર અને મૌન પળ ની ઋચા ,
  – પંચ તત્વમાંથી ચામડી ને છોડાવવા ની મથામણ વીગેરે .. …
  આ બધું જ આબેહુબ તથા આજના જમાનામાં અસ્તિત્વ ધરાવતી પરિસ્થિતી છે. – ખરું ને ? ??

 4. Kalpana said,

  March 1, 2011 @ 8:23 am

  દ્વૈતની ગાઁઠ, ત્વચામાથી પઁચતત્વ મુક્ત થઈ અદ્વૈતમાઁ ભળે એ પળની અદ્ભૂત લાગણી ચાતકની તરસ પેઠે દરેક માનવીમા હોય, પણ એ તરસની અનુભૂતિ થતાઁ ઘણા જન્મો લાગવાની સ્ઁભાવના છે.

  ચાર કડીમા આટલી અદ્ભૂત વાત કહી.

  આભાર

 5. jigar joshi 'prem' said,

  March 1, 2011 @ 9:22 am

  અચ્છા હૈ….

 6. ડૉ.મહેશ રાવલ said,

  March 1, 2011 @ 12:38 pm

  સુંદર ગઝલનો અંતિમ શેર બહુ ગમ્યો.
  કવિકર્મ પણ સરસ રીતે ઉજાગર થયું છે સમગ્ર ગઝલમાં.
  કવિશ્રીને અભિનંદન.

 7. dHRUTI MODI said,

  March 1, 2011 @ 3:14 pm

  કે મને જકડી રહી છે આ ત્વચા પણ
  ગાંઠ છોડી નાંખ તું આ પાંચ વળની.

  પંચ તત્વની વાત સરસ રીતે રજૂ કરી છે. વળી શબ્દના વિસ્તાર સામે ઋચાની વાત ખૂબ ગમી કારણકે ઋચા તો નાનક્ડી હોય છે અને ઍમાં કહેવાયેલી વાત મોટી હોય છે.

 8. pragnaju said,

  March 2, 2011 @ 1:58 pm

  સ રસ રચનાની
  આ પંક્તીઓ ખૂબ સુંદર
  શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
  તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

  કે મને જકડી રહી છે આ ત્વચા પણ
  ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

  શક્તિ ઉપાસનામા પણ આ માટે કૃપા મંગાય છે

  પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી
  પંચ તત્‍વ ત્‍યાં સોહિયે પંચે તત્‍વોમાં જયો જયો

  સાંપ્રત સમયમા હજારેક પાનાના દળદાર અહેવાલના થોથાંમાં લખાયેલા બે-ત્રણ લાખ શબ્દોમાંથી તારવી-ચાળીને છેવટે છાપામાં જે ૧૫૦ શબ્દોનો રીપોર્ટ છપાય છે તેને પંચ ‘તત્વ’કહેવામાં આવે છે!

 9. sudhir patel said,

  March 3, 2011 @ 9:50 pm

  ભાવનગરના કવિ-મિત્ર જયેશ ભટ્ટની ચાર શે’રની અદભૂત ગઝલ!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment