એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

– વિપિન પરીખ

ઈતિહાસ સાક્ષી છે કે સમય કરતા આગળ અને સમાજ કરતા અલગ હોવાની સજા દરેક મહાપુરુષોએ ભોગવી જ છે. નવી દિશામાં આંગળી ચીંધવાની કિંમત દર વખતે લોહીથી ચૂકવવી પડે એ તો કેવું શરમજનક કહેવાય. પરંતુ જોવાની વાત એ છે કે ક્રોસ કે બંદૂકની ગોળીનો પ્રતિભાવ ઈસુ અને ગાંધીએ એકસરખો જ આપેલો – સંપૂર્ણ ક્ષમા !

5 Comments »

 1. વિવેક said,

  January 5, 2007 @ 10:18 am

  એકદમ હૃદયસ્પર્શી કાવ્ય… વિપીન પરીખની લગભગ બધી જ કવિતાઓ ખૂબ જ વેધક હોવા છતાં કમનસીબે આપણી ભાષાએ આ કવિને અણમાનીતી રાણી જેવો જ રાખ્યો છે. લયસ્તરો પરના એના અગાઉના ત્રણેય કાવ્યો ફરી એકવાર વાંચી જવા જેવા છે…

 2. Himanshu Bhatt said,

  January 5, 2007 @ 5:01 pm

  Thanks for posting Vipin Parikh’s poem… He was a lesser known but a very good poet.

  His lines:

  મને મેવાડમાં મીરા ના મળી , અને ગોકુળમા રાધા …
  એવુ હ્શે કે મે મુબઈ છોડ્યુજ ના હોય…

  હિમાન્શુ

 3. ધવલ said,

  January 5, 2007 @ 7:40 pm

  સરસ પંક્તિઓ … આભાર, હિમાંશુભાઈ. વિ.પ.ની કવિતાઓ દર વાચકને વધુ વિચારવા માટે મજબૂર કરી દે છે.

 4. wafa said,

  January 7, 2007 @ 3:11 am

  બન્દુકની ત્રણ ગોળી
  ફરવા નીકળી હતી
  વચમા બાપુ અટવાણાઁ
  વિઁધાય નહીઁ તો શુઁ થાય
  ગોળીઓનો બિચરીઓનો શો વાઁક
  (શ્રી સુરેશ જોષી –યાદ દાસ્ત ના આધારે’વફા”)
  ૭જન્યુ.૨૦૦૭

 5. chetan framewala said,

  January 8, 2007 @ 9:52 am

  પત્રો-વિપિન પરીખ

  હવે એમનો અર્થ શો ?
  તારા પત્રો-
  કોઈ મસૂરીથી લખાયેલા, કોઈ દાર્જીલિંગથી પોસ્ટ થયેલા,
  નિર્દોષ, હાથે લખાયેલા નિર્દોષ પત્રો.
  શિશુ જેવા
  ભોળા, મુક્ત,નિષ્પાપ અને રમતિયાળ.
  પણ
  શિશુની આંખો-
  શિશુની ગરદન હું કેવી રીતે મરડી શકું ?
  તારા પત્રો હું ફાડી નથી શક્તો.
  એમનો શો દોષ ?

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment