કરી છે પ્રથમ પાળી-પોષીને મોટી,
પછી એજ ઇચ્છા હવાલાત થઈ છે.
વિવેક મનહર ટેલર

દીકરી – શેફાલી રાજ

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.

– શેફાલી રાજ

એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવું કાવ્ય પણ એટલામાં મા-બાપની આખી જિંદગીનું, એક-એક શ્વાસનું સરનામું જડી આવે છે. સંતાનો મોટા થશે એટલે બદલાઈ જરૂર જવાના એ ખાતરી એક ફેફસાંમાં ઢબૂરી દઈને મા-બાપ સંતાન જ્યારે પુષ્પ જેવા સુવાસિત હોય છે ત્યારના સંસ્મરણોના પ્રાણવાયુથી બીજા ફેફસાની ટાંકી ભરી રાખે છે જેથી પાછળની જિંદગી જીવી શકાય…

22 Comments »

 1. મીના છેડા said,

  August 26, 2011 @ 4:50 am

  કદાચ… આવતી કાલે…
  એનું હાસ્ય
  આટલું બધું સુગંધિત નહીં હોય.

  કાશ આ ડરને જીવવાની જરૂર ના રહેતે…

  ખૂબ સુંદર કાવ્ય…

 2. Pushpakant Talati said,

  August 26, 2011 @ 7:49 am

  પહેલી જ comment કે – ‘કાશ આ ડરને જીવવાની જરૂર ના રહેતે…’ – ઘણી જ સરસ છે. ગમી પણ ખરી . પરન્તુઁ આપણે ઈચ્છીએ તેવુઁ આ દુનિયામાઁ કેટલુઁ થાય છે ?
  આ રચના નુઁ TITLE એટલે કે શિર્ષક ‘દીકરી’ આપ્યુઁ છે તેને બદલે વધુ યોગ્ય લાગત જો તે ‘દીકરો’ હોત ! . –
  કારણ કે ;-
  ‘ કદાચ… આવતી કાલે…
  એનું હાસ્ય
  આટલું બધું સુગંધિત નહીં હોય.’
  તેવી પઁક્તિ દીકરી કરતાઁ દીકરા ને વધુ લાગુ પડે છે.

  Readers are requested to give their views please.

  આભાર in anticipation.

 3. વિવેક said,

  August 26, 2011 @ 8:37 am

  આ કવિતા એક સ્ત્રીની, એક માતાની ઉક્તિ છે.

  આજની મા એ મોટી થઈ ગયેલી ગઈકાલની દીકરી જ છે એટલે એ એની પોતાની દીકરીના વર્તમાનને અને સંભવિત ભવિષ્યકાળને અન્ય કોઈથી પણ વધુ સાફસૂથરી રીતે જોઈ શકે છે…

  દીકરી અને દીકરા વિશે આપણા સમાજમાં સદીઓથી ખૂબ જ ખરાબ માઇન્ડ સેટ થયેલું છે જે કદાચ યોગ્ય નથી.

  કવિતા લખનાર જેમ એક સ્ત્રી અને કદાચિત્ કોઈક દીકરીની માતા છે એજ રીતે પ્રતિભાવ આપનાર મીના છેડા પણ એક સ્ત્રી અને એક દીકરીની માતા છે. આવી જ એક બીજી સ્ત્રી અને માતાની એની દીકરી વિશેની આવા જ ભાવની એક બીજી કવિતા આ જ મંચ પર આવતીકાલે સવારે હું પૉસ્ટ કરીશ…

 4. kishoremodi said,

  August 26, 2011 @ 8:53 am

  ખૂબ અર્થસભર સરસ કાવ્ય

 5. bhavesh bhatt said,

  August 26, 2011 @ 10:12 am

  સુન્દર…

 6. manvant patel said,

  August 26, 2011 @ 10:19 am

  કાવ્ય ઘણુઁ ગમ્યુઁ.આભાર !

 7. ડૉ.મહેશ રાવલ said,

  August 26, 2011 @ 12:17 pm

  મા ની લાગણીઓને સુંદર વાચા મળી છે પ્રસ્તુત અભિવ્યક્તિમાં…
  દિકરા અને દિકરીને એક ખાસ ભેદથી જોવાની આપણાં સમાજે યુગોથી સ્વાર્થી નજર કેળવી (!) છે….
  માણસને, મારી દ્રષ્ટિએ ગ્રહ કરતાં પૂર્વગ્રહ વધુ નડતા હોય છે….!
  અહીં મારી એક ગઝલ-અર્થ માગે છે-નો એક શેર ટાંકવાની ઈચ્છા થાય છે વિવેકભાઈ…

  પ્રગટ કરતાં નહીં પ્રગટી શકેલાં જોખમી નિવડે
  વિચાર્યું છે જ કોણે કે,વિચારો અર્થ માગે છે !!
  -અસ્તુ.

 8. kanchankumari p parmar said,

  August 26, 2011 @ 3:18 pm

  જોઉ છુ જ્યારે જ્યારે તારુ ઉછ્ળતુ કુદતુ શૈશવ સ્પરશિ જાય છે મને ખસેડી વરસો નુ આવરણ શૈશવ!!!!!!

 9. Kalpana said,

  August 26, 2011 @ 4:53 pm

  Very touching. Sugandhi hasya doesn’t stay 100% as one grows up anyway. So enjoy the smile and adore it. Thanks slot for such beautiful poem.

 10. Dhruti Modi said,

  August 26, 2011 @ 10:00 pm

  કવિતા બે કે ત્રણ અક્ષરની પણ હોઈ શકે,શેફાલીજીની આ નાનકડી કવિતા ઍ વાત સિધ્ધ કરી જાય છે.

 11. Maheshchandra Naik said,

  August 26, 2011 @ 10:38 pm

  દીકરી એટલે દીકરી, દીકરી એટલે વહાલનો દરિયો એમને એમ નથી કહેવાયું, સરસ કાવ્ય, દીકરી વિનાનો સુનો સંસાર એમ માનવુ જ રહ્યું……………આપનો આભાર……..

 12. Girish Parikh said,

  August 26, 2011 @ 11:55 pm

  હાલ એક અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકને (Amazon) Kindle Book (E-book) તરીકે પ્રગટ કરાવવામાં વ્યસ્ત છું, પણ ઉપરના કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા વિના નહીં રહી શકાય! http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકત લેતા રહેવા વિનંતી.
  –ગિરીશ પરીખ

 13. લયસ્તરો » દીકરી – મીનાક્ષી કૈલાસ પંડિત said,

  August 27, 2011 @ 12:32 am

  […] દીકરી વિશે શેફાલી રાજની એક મજાની કવિતા વાંચી. આજે એ જ કાવ્ય […]

 14. amirali khimani said,

  August 27, 2011 @ 10:47 am

  સરસ કાવ્ય અને બહુ સુન્દર રચ્ના જોકે સ્માજ્મા દિક્રરા તર્ફ પક્ષ્પાત જરુર હોય ચ્હૈ પ્ન દિક્રિ મા બાપ્ને વધુ કામ આવ્તિ હોય ચ્હૈ આ મારો અનુભવ ચ્હે.

 15. Girish Parikh said,

  August 27, 2011 @ 2:36 pm

  હું આ સંપૂર્ણ પણે સ્પષ્ટ કરું છું: આ પુસ્તકનો હેતુ આપ હિંદુ ન હો તો આપને હિંદુ બનાવવાનો નથી.

  Swami Vivekananda aimed at spiritually lifting up all of humanity. He is still working in his subtle body. Let me quote his own words:

  “It may be that I shall find it good to get outside of my body – to cast it off like a worn-out garment. But I shall not cease to work! I shall inspire men everywhere, until the world shall know that it is one with God.

  “And may I be born again and again, and suffer thousands of miseries, so that I may worship the only God that exists, the only God I believe in, the sum total of all souls. And above all, my God the wicked, my God the miserable, my God the poor of all races, of all species, is the especial object of my worship.”

 16. વિવેક said,

  August 28, 2011 @ 12:57 am

  પ્રિય ગિરીશભાઈ પરીખ,

  પ્રસ્તુત કવિતાની સાથે આપના બંને પ્રતિભાવોને કોઈ સંબંધ ખરો? અહીં દીકરીની વાત છે ત્યાં હિંદુત્વ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ક્યાં આવી ઊભા?

  અહીં માત્ર કવિતા અને એના વિષયક ચર્ચાને જ અવકાશ છે એ આપ સમજી જ શક્તા હશો. આ ફોરમ અંગત જાહેરખબર કરવા માટેનું ફોરમ નથી એ આપ જેવા વડીલ ન સમજતા હોય એવું કેમ બને?

  શું અમે આશા રાખી શકીએ કે હવે પછી આપ લયસ્તરો પર પ્રતિભાવ આપો ત્યારે એ પોસ્ટને સુસંગત હશે?

 17. Girish Parikh said,

  August 28, 2011 @ 4:44 pm

  વિવેકભાઈઃ ઉપરનો પોસ્ટ ભૂલથી થયો છે તો માફ કરશો. હવે ધ્યાન રાખીશ.
  –ગિરીશ

 18. Girish Parikh said,

  August 28, 2011 @ 5:00 pm

  વિવેકભાઈઃ ઓગસ્ટ ૨૭નું વિવેકાનંદ વિશેનું પોસ્ટ ડીલીટ કરવા વિનંતિ કરું છુ.
  આ ભૂલ શાથી થઈ એ જણાવવાની રજા લઉં છું. મારા વિવેકાનંદ વિશેના અંગ્રેજી પુસ્તક September 11: The Date of Gloom and Glory! નો ગુજરાતીમા હાલ અનુવાદ કરી રહ્યો છું તથા શેફાલીબહેનના હૃદયસ્પર્શી કાવ્યનો પ્રતિભાવ પણ મનમા આવ્યા કરે છે. એ પ્રતિભાવ હજુ લખાયો નથી પણ જ્યારે એ શબ્દોમાં અવતરશે ત્યારે અહીં જ પોસ્ટ કરીને મારી ભૂલ સુધારી લઈશ!

 19. વિવેક said,

  August 29, 2011 @ 1:15 am

  આભાર, ગિરીશભાઈ…

 20. mita parekh said,

  August 30, 2011 @ 2:07 am

  meaningfull poetry.

 21. Girish Parikh said,

  August 30, 2011 @ 10:08 am

  DAUGHTER (Draft)

  In the wondering eyes of my daughter are
  questions,curiosity, innocence …
  her questions
  baffle me
  her laughter like a pile of flowers
  do I smell
  and keep breathing
  perhaps …. tomorrow…
  her laughter
  may not be so fragrant.

  (Rendering by Girish Parikh in English of the original Gujarati poem “Dikari”by Shefali Raj posted on http://www.layastaro.com on August 26, 2011.)

 22. vasant shah said,

  January 16, 2013 @ 4:44 am

  DIKRI NATHI, YEJ TO VYATHA CHHE. KHER , DIKRI HOT TO JARUR KAHET,
  ” PAPPA, KHAVNE AA BE GULAB JAMBU ”
  ” BETA, PAN MANETO DIBITIS CHHE”
  ” KHABAR CHHE MANE, TAMNE BAHU BHAVE CHHENE !
  BE TABLET VADHARE LEJO. HU KYA ROJ ROJ AAVUCHHU.
  BAS AAJ TO KHAIJLO, MARA SAM ! “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment