વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

5 Comments »

 1. Anonymous said,

  August 30, 2005 @ 6:30 am

  it’s really fantastic

 2. Shabbir said,

  November 10, 2005 @ 12:52 am

  beatiful Rubaiyat translated beautifully

 3. Suresh said,

  April 19, 2006 @ 8:20 pm

  શૂન્ય મારા ઘણા પ્રિય શાયર છે. મારે શૂન્ય પાલંપુરીનો કમ સે કમ એક કાવ્યસંગ્રહ ખરીદવો છે. અમદાવાદમાં ઘણું શોઘ્યું પણ ન મળ્યો. તમે આ બાબતમાં મને મદદ કરી શકો? કોઇ મને ફોટો કોપી કરીને મોકલવા તૈયાર હોય તો હું બધો ખર્ચો આપીશ. મારું સરનામું છે-
  sbjani2004@yahoo.com

 4. Jayshree said,

  July 8, 2006 @ 9:32 pm

  જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
  આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

  વાહ…
  મઝા આવી ગઇ…

  જેટલી સરળતાથી મને આ વાત સમઝાય છે, એટલી સરળતાથી કાયમ યાદ રહે તો સારુ.

 5. Suresh Jani said,

  July 9, 2006 @ 8:15 am

  જયશ્રી આમ જીવવું તો બહુ સહેલું છે. આપણે તે રીતે જીવતા જ હતા, જ્યારે બાળક હતા ત્યારે. ફરી મનથી બાળક થઇ જાઓ અને લો! જાગી ગયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment