હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

વહી જઈશ – જવાહર બક્ષી

જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ-રૂપનાં
કાજળ ન આંજ હમણાં આ પળમાં વહી જઈશ

– જવાહર બક્ષી

આજની ગઝલની સમજૂતી તદ્દન સરળ ભાષામાં 😉

વહેવું = વિસ્તરવું = આગળ વધવું (= મૃત્યુ!)
બરફ = ઠંડો = વહેવાને માટે નાલાયક (= જીવન!)
મૃગજળ = જળ + છળ
અસ્થિર સત્ય = છળ
હું + તું + વિંટળાવું = વમળ
ઝાકળ = પલળેલું અકળ
અકળ = સુકવેલું ઝાકળ
મેઘધનુ = કુદરતી શોભા = જરૂરી
કાજળ = કૃત્રિમ શોભા = બિનજરૂરી

ગઝલ + મનમર્કટ = ગુંચવાયેલું ગણિત 🙂

15 Comments »

  1. Rahul Shah said,

    February 1, 2011 @ 12:07 AM

    ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
    તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈ.

    No Words To Say…NIceeeeeeeeeeee

  2. વિવેક said,

    February 1, 2011 @ 12:58 AM

    તારા મનમર્કટના ઉછાળાઓએ તો આ ગઝલ વાંચવામાં આનંદ આનંદ કરાવી દીધો…

  3. sapana said,

    February 1, 2011 @ 1:04 AM

    સરસ રચના !!થોડામાં ઘણું કહ્યુ..
    સપના

  4. sapana said,

    February 1, 2011 @ 1:05 AM

    હવે પાંપણોમાં અદાલત ભરાશે,
    મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

    વાહ્!!

  5. tirthesh said,

    February 1, 2011 @ 1:10 AM

    ધવલ, પહેલો શેર વાંચતા તેં કરેલું ‘વહેવું’ અને ‘બરફ’ નું અર્થઘટન બંધબેસતું નથી લાગતું. ‘વહેવું’ એટલે આત્મલીન થવું અને ‘બરફ’ એટલે શરીરરૂપી પાંજરું-આ વધુ બંધબેસતું હોય તેમ મને લાગે છે. તું શું કહે છે ?

  6. pragnaju said,

    February 1, 2011 @ 1:27 AM

    સર્વાંગ સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા
    મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
    છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ
    કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
    પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ
    તીવ્ર વિરહ,આધ્યાત્મિકતા ની અનુભૂતિઓ ,સંવેદન શીલતા,નાં તત્વો નીખરીને બહાર આવેછે.પ્રવાહમાં વહેવું હોય તો પ્રતિપળ સજાગ રહેવું પડે.
    પળેપળને માણનારો માણસ અહીંથી જાય, તો પણ ધન્ય થઈને જાય છે. એના મનમાં અફસોસ, અધૂરપ કે વલવલાટ નથી હોતો. જે કંઈ જીવાયું તે સમગ્રતાથી અને સુખપૂર્વક જીવાયું એવું એને લાગે છે. અને એટલે અસ્તિત્વ પ્રત્યે એના મનમાં અનુગ્રહનો ભાવ હોય છે.
    રવીન્દ્રનાથનું આ કાવ્ય
    જ્યારે હું અહીંથી જઈશ ત્યારે, આ મારું વિદાયવચન બની રહો
    જે મેં જોયું છે તે ઉત્કૃષ્ટ, અભૂતપૂર્વ છે.
    પ્રકાશના સાગર પર, સદા વિકસતા કમળનું મધુપાન કરી હું ધન્ય બન્યો છું;
    આ મારું વિદાયવચન બની રહો.
    અગણિત આકારોના રંગમંચ પર મેં મારો પાઠ ભજવ્યો છે.
    અને હું અહીં આકારહીનનું દર્શન પામ્યો છું.
    જે સ્પર્શથી પર છે તેના સ્પર્શથી મારું સર્વસ્વ રોમાંચિત થયું છે.
    અને અહીં જ જો અંત આવતો હોય તો ભલે આવે.
    આ મારું વિદાયવચન બની રહો.

  7. Kirtikant Purohit said,

    February 1, 2011 @ 2:57 AM

    વાહ્. વાહ્..

    કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
    પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

  8. nirlep - doha said,

    February 1, 2011 @ 3:22 AM

    vaah….your analysis is icing on cake, not only for this gazal for many like this one. it indeed helps to understand & tht’s why enjoy poems…
    For me, JB is a trendsetter in popularising new dimensions of romance & sadness. Philosophies of life, universe, our being penned just in a few lines, with the choicest words…..He has started writing late & has written less, but all his gazals are absolute gems of our beloved literature…

    thanks – team layastro..!

  9. vallimohammed said,

    February 1, 2011 @ 11:19 AM

    રેઅલ્લ્ય સ્વેીત અને સુન્દેર લખનિ

  10. vallimohammed said,

    February 1, 2011 @ 11:19 AM

    થન્ક્સ લખનિ

  11. dHRUTI MODI said,

    February 1, 2011 @ 3:44 PM

    ખૂબ જ સુંદર ગઝલ.

  12. Bharat Trivedi said,

    February 1, 2011 @ 3:56 PM

    સુંદર ગઝલ!

  13. jigar joshi 'prem' said,

    February 1, 2011 @ 11:12 PM

    બહુ જ સુઁદર અને ગમીજાય એવી રચના છે

  14. વિહંગ વ્યાસ said,

    February 2, 2011 @ 12:24 AM

    સાદ્યંત સુંદર ગઝલ.

  15. Pinki said,

    February 9, 2011 @ 4:15 AM

    મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
    છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ….

    આખીયે ગઝલમાં કવિને આ શેરમાં કહે છે એ છળમાં વહેવાની ભીતિ છે,

    પણ, અંતે તો કવિ મક્કમ જ છે, અને એટલો જ લવચીક અને પરિવર્તનક્ષમ
    જેથી મત્લામાં જ કહી દે છે, … જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ. 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment