તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

રાજેન્દ્ર શુક્લ આપે છે ‘કવિતાના શબ્દ’ની ઓળખાણ

ગુજરાતી ભાષાના સૌથી સમર્થ સર્જકોમાંથી એક એવા શ્રી રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં ‘કવિતાનો શબ્દ’ એ વિષય પર વક્તવ્ય આપેલું. જેણે શબ્દની ધૂણી ધખવીને જીંદગી કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર  વાંચવાનું રખે ચૂકતા.

ઉમેરો :  દિવ્ય-ભાસ્કરમાં કવિશ્રી સાથે સંવાદનો અહેવાલ વાંચો.

1 Comment »

  1. Vihang Vyas said,

    December 19, 2006 @ 11:05 AM

    હું લયસ્તરોનો ઋણી છું કે તેના વડે રાજેન્દ્ર શુક્લની અસ્ખલિત સરવાણીમાં તરબતર થયો. ” આપણાં સામટા શબ્દ ઓછા પડે, એમના મૌનને એટલા રંગ છે” કવિનાં શબ્દને પ્રણામ.
    આભાર ધવલભાઈ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment