વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

પતંગ -રિષભ મહેતા

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !

ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !

આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !

મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !

એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?

એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…

-રિષભ મહેતા

(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)

આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂

લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…

10 Comments »

 1. Dr.J.K.Nanavati said,

  January 14, 2011 @ 4:04 am

  એક પતંગ ગુછ્છ મારા તરફથી…

  દુનિયાના આકાશે ઉડતાં આપણ સૌ પતંગ રે
  નાના મોટા રંગબીરંગી જેવો જેનો રંગ રે
  .
  કોઈની દોરી ટૂંકી, કોઈની લાંબી જેવા ભાગ રે
  કો’ આંબે આકાશે, કોઈની ઠુમકીઓ બેઢંગ રે
  .
  એક બીજાની હુંસા તુંસી, કાઇપો કાઇપો થાય રે
  ખેંચ ખેંચમાં વીટવું ભુલતા, ગુંચળામાં સહુ તંગ રે
  .
  એક ઉડે ગંભીર સ્થિર થઈ, એક ફુદકતો જાય રે
  સ્થિત પ્રગ્નને વંદી સઘળા, રહેતા કાયમ દંગ રે
  .
  ક્યાંક ફાંટવું, સહેજ તુટવું, જીવનની ઘટમાળ રે
  લાગણીઓની લુબ્દી મારો, ઘાવ ભરેલા અંગ રે
  .
  સાંજ પડે ને વહેલુ મોડું, છે જ કપાવું પંડ રે
  કોઈ ઝાંખરે, ઉડવા પાછું, કોઈ અલખને સંગ રે

 2. Manubhai Raval UNJHA said,

  January 14, 2011 @ 5:15 am

  રીશભ મહેતા અને ડો. સઈદ સાહેબ બન્ને ની કવિતા ખુબજ સુન્દર રહી.

 3. Manubhai Raval UNJHA said,

  January 14, 2011 @ 5:23 am

  રિશભ મહેતા અને ડૉ. સઇદ સાહેબ બન્ને ની કવિતા ખુબ્બજ સુન્દર રહી.

 4. ઉલ્લાસ ઓઝા said,

  January 14, 2011 @ 5:49 am

  સુંદર પતંગ ગીત.
  ડૉ. નાણાવટી પણ સુંદર ભેટ આપી ગયા. આભાર.

 5. dHRUTI MODI said,

  January 14, 2011 @ 10:11 am

  માણસજાત અને પતંગની સરખામણી ગઝલકારે અદ્ભુતતાથી કરી છે.

  ઍક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
  તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

  આપણી આ જાતમાં આખરે વસે છે વાલિયો,
  ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ…

  માણસ કપાય તો ટીસ ઉઠતી નથી….
  પણ ખૂબ ગમ્યું….. સુંદર અને ખૂબ લાંબી ગઝલ.

 6. Ramesh Patel said,

  January 14, 2011 @ 2:31 pm

  ઉતરાયણ એટલે સૌનો મનગમતો તહેવાર, ચાલો એક વધુ પતં ચગાવીએ..
  પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)

  મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ

  વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન

  મકર સંક્રાંતિનો પાવન છે પર્વ

  પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન

  …………………………………………………

  હું ને પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)

  પતંગ તને ઊડવું ગમે

  ને મને ઊડાડવું ગમે

  નખરાળો પવન આવી સતાવે તને

  મનગમતા પેચે મોજ લપટાવીએ હવે

  નીરખતું ગોગલ્સમાં કોઈ તને

  દૂરથી જોઈ કોઈ લોટાવે મને

  એક આંખવાળો પાવલો સતાવે ભલે

  હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે

  ઓલો વિદેશી ઢાલ તને હંફાવી હસે

  ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

  ખાઈ માલપૂડા ખખડાવ થાળી ખાલી ખાલી

  માર હળવેથી અમદાવાદી ખેંચ છાનીછાની

  દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ

  સૂરતી દોરીની મોટી છે લૂમ

  લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી

  ભરીએ ઊંધીયા જલેબીથી મોટી થાળી

  ચગી આકાશે અમે દેઈશું સંદેશ

  દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

  ઘરઘરનો દુલારો ઉત્તરાયણ તહેવાર

  પતંગની સાથ જામે હૈયે છાયો કલશોર

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Bharat Trivedi said,

  January 14, 2011 @ 6:07 pm

  पतंग

  घरकी खिड़की के पास खड़ा हूँ!

  देख रहा हूँ
  सामनेवाले ‘बाल उद्यान’ के बीचोबीच
  खड़े नीम के पेडकी
  डाल से फसी हुई
  एक पीली पतंग!

  खुले आसमान मे
  फिरसे उड़ान के लिए
  उसकी ज़िद, वो खीचतान
  और हर कोशिश के साथ
  डाल की पकड़ का और मजबूत
  होते जाना!

  पतंग की फड़फड़ाहट
  और उसका फटकार
  वहीं के वहीं बिखर जानेकी बेबसी!

  मैं खिड़की बंद कर देता हूँ
  लकिन पतंग की वो फड़फड़ाहट
  मेरे कानो मे गूँजती रही!

  ભરત ત્રિવેદી

 8. ડૉ.મહેશ રાવલ said,

  January 15, 2011 @ 11:14 pm

  પતંગપર્વમાં ચગાવાયેલ પતંગ ગઝલ સરસ રહી…..
  ધૃતિ મોદીજીએ પોઈન્ટ કરેલ શેર મારી પણ પસંદગીના રહ્યા. કવિશ્રીને અભિનંદન.

 9. pragnaju said,

  January 16, 2011 @ 9:10 am

  સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
  એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
  ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

  કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
  આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

 10. nilam doshi said,

  January 14, 2013 @ 8:51 pm

  વાહ્.. મજા આવેી ગઇ પતન્ગોત્સ્વનેી..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment