ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

લયસ્તરો પર દરેક પાને સદાનવીન કાવ્યકણિકાઓ !

લયસ્તરોની બીજી વર્ષગાંઠના પ્રસંગે એક નવી સવલત ઊમેરી છે. આ વાંચતા પહેલા જ મોટે ભાગે આપે જોઈ જ લીધું હશે કે દરેક પાનાના મથાળે હવે એક કાવ્યકણિકા – શેર, મુક્તક કે કાવ્યપંક્તિ -દેખાય છે. મઝાની વાત તો એ છે કે દરેક વખતે પેજ રીફ્રેશ થતા નવી જ કાવ્યકણિકા દેખાશે. દરેક પાને અને દરેક ક્લીકે ગુજરાતી સાહિત્યની યાદગાર કાવ્યકણિકાઓમાંથી એક આપનું સ્વાગત કરશે !

4 Comments »

 1. ઊર્મિસાગર said,

  December 4, 2006 @ 11:14 am

  આ કાવ્યકણિકા વાળો આઇડિયા ખરેખર ખૂબ જ ગમ્યો… !!
  થોડીવાર તો પેજ રીફ્રેશ કરી કરીને જ વાંચ્યા કરી… 🙂

 2. જ્યશ્રી said,

  December 4, 2006 @ 11:45 am

  ઊર્મિની વાત એકદમ સાચી છે…. હું પણ થોડી વાર અલગ અલગ જગ્યા એ કિલક કરતી રહી… જે તે પાના પર શું હશે એ તો વાંચ્યુ જ નથી…. ઉપરની કાવ્યકણિકાની જ મજા લીધી… !!
  Thank you Davalbhai…. You are simply great…!!

 3. Suresh Jani said,

  December 4, 2006 @ 12:14 pm

  બહુ જ સરસ કામ થયું હવે વાઁચવામાં ઓર મઝા આવશે.

 4. રાધીકા said,

  December 5, 2006 @ 1:11 am

  ખુબ જ સુંદર પ્રયત્ન છે
  આ કાવ્યકણિકાઓ વાયકને લયસ્તરો સાથે બાધી રાખે છે,
  કાવ્યકણિકા વાંચી ને પછી પણ કાઈક હજી નવુ આવશે એ આશા એ પેજ બંધ કરવાની ઈચ્છા જ નથી થતી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment