સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?
-હર્ષ બ્રહ્મભટ્ટ

પ્રેમનાં પુષ્પો ઝરે -દિલીપ ઘાસવાલા

જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે,
સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે.

વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,
મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.

શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.
પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે.

મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,
લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે.

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,
હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.

-દિલીપ ઘાસવાલા

દિલીપભાઈની આ સ-રસ ગઝલમાં મક્તાનો શેર શિરમોર થયો છે… કવિશ્રીનાં સ્વરમાં આ ગઝલનું પઠન અહીં સાંભળી શકો છો.

3 Comments »

  1. pragnaju said,

    December 30, 2010 @ 12:10 PM

    મઝાનું પઠન
    ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,
    હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.
    અદભૂત શેર…ફરી ફરી જુદી રીતે,બને તો તરન્નુમમા,પઠન કરવા જેવો શેર

  2. Girish Parikh said,

    December 30, 2010 @ 12:42 PM

    છેલ્લો શેર ગીતાના કૃષ્ણના ઉપદેશ સાથે મેળ ખાતો નથી! કૃષ્ણ ભગવાન આ વાંચતા તો હશે જ!

  3. Bharat Trivedi said,

    December 30, 2010 @ 1:53 PM

    સુંદર ગઝલ!

    ૧૯૭૭ના અરસામાં કવિ રાજેન્દ્ર શુક્લે ‘જત જણાવાનું કે’ લઈને બારેક ગઝલો લખી હતી તેની યાદ આવી ગઈ.

    -ભરત ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment