જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

હું પ્રથમ જાગી – માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

હું પ્રથમ જાગી
વિશાળ નદીને કાંઠે કાંઠે પરોઢનું અભિવાદન કરતી
હસતા ગધેડાઓની અસંખ્ય ચીસોથી.
હું ફરી જાગી
પર્વત પરથી સૂર્યે
મને ઉઠાડવાને બહાર નીકળીને
ગીચ છોડ તરફ જવા માટે,
ઊંચા શ્વેત વૃક્ષો તરફ જવા માટે,
માછલી ભરી હોડીઓ અને પુરાણા
કબરસ્તાન તરફ જવા માટે
સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.

કબર પાસેના લાંબા ઘાસ પર
ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
એમની પર છલાંગ્યો.
જૂની કબરના પથ્થર ઢળતા જાય છે,બેસતા જાય છે,
ટેકરીની જમીન નીચે-
જૂના હાડકાં જૂની ભૂમિ પર માટીમાં ભળતાં જાય છે,
નવી જમીન અને નવું જીવન નિર્માણ કરતાં કરતાં.

આવી શાંત ટેકરી પર
આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
હું સૂઈ શકું
મારો સમય આવે ત્યારે
અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
મારા નકામાં હાડકાં પર.

– માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

તત્ત્વમસિ !

9 Comments »

 1. Pancham Shukla said,

  December 26, 2010 @ 9:44 am

  નિખાલસ સ્વગતોક્તિમાં ઘણીવાર શુદ્ધકવિતા અનાયાસે પમાઈ જતી હોય છે.

  ખબર નહિ પણ આ વાંચીને Sylvia Plath ની Suicide Off Egg Rock યાદ આવી ગઈ.

  http://en.wikipedia.org/wiki/Sylvia_Plath

  એના બીજા છેડે Marjorie Pizer ની આ કવિતા પણ હૃદ્ય છે.

  “Strength” by Marjorie Pizer

  Inside,
  I am making myself strong.
  I am weaving bands of steel
  To bind my soul.
  I am knitting stitches of suffering
  Into my hands
  To make them strong.
  I am strengthening my mind
  With the warp and weft
  Of weariness and endurance.
  I am binding my faith
  With the bonds of psalms and songs
  Of all who have suffered.
  In time,
  I will be tempered like fine steel
  To bend, but not to break.

 2. pragnaju said,

  December 26, 2010 @ 11:33 am

  કબરસ્તાન તરફ જવા માટે
  સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.

  કબર પાસેના લાંબા ઘાસ પર
  ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
  અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
  એમની પર છલાંગ્યો
  ……………………..
  સરસ અછાંદસ તરજુમો

  કેટલીકવાર અમારા ગામના કબરસ્તાનમા ફરવા જતા!
  વન્ય શોભામાં આ ધોળી ધોળી કબરો અળખામણી લાગતી ન હતી. સાંજની વેળાએ આ કબરો, ચરી આવીને નિરાંતે વાગોળતી ગાયોનું ધણ બેઠું હોય તેવી દેખાતી હતી.ત્યારે મન વિચારે ચઢતું !
  मन एव मनुष्याणां कारण बन्धमोक्षयो: ।
  न कशिचत्कस्यचिन्मित्रं न कशिचत्कस्यचिद्रिपु: ।
  आत्मैव ह्यात्मनो बन्धु: आत्मैव रिपुरात्मन: ।
  એકવાર વિચાર તરંગ …પેલા બારમાસી ફૂલોની વિશ્વસેવાની તારી ઉપર કશી અસર નથી થઈ ? તત્વ દર્શન શું વિફળ ગયું ? છોડી દે આ ક્ષુદ્ર હ્રદયદૌર્બલ્ય, ત્યાગી દે મનના ઉદ્વેગને. અહીં પણ વૈરાગ્ય ન મળે એવી મારી અશ્રદ્ધા ઊડી ગઈ. બાહ્યસૃષ્ટિ અંત:સૃષ્ટિ વચ્ચે તાદાતમ્ય જામી ગયું અને મને શાંતિ વળી; કોઈક વાર આવો વિચાર પણ આવતો
  આવી શાંત ટેકરી પર
  આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
  હું સૂઈ શકું
  મારો સમય આવે ત્યારે
  અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
  મારા નકામાં હાડકાં પર.

 3. dHRUTI MODI said,

  December 26, 2010 @ 3:31 pm

  ખૂબ જ સુંદર અછાંદસ અને ઍટલો જ સરસ અનુવાદ.

 4. Girish Parikh said,

  December 26, 2010 @ 10:22 pm

  અનુવાદક જય મહેતા છે કે જયા મહેતા?

 5. dr.bharat said,

  December 27, 2010 @ 7:41 am

  અનુવાદ થયો છે તેવું તુરંત ખબર પડી જાયછે!
  શ્રી ઝવેરચંદ મેઘાણીની અનુવાદ કરવાની બેજોડ ક્ષમતાની યાદ આવી ગઈ.

 6. Girish Parikh said,

  December 27, 2010 @ 10:45 am

  આ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) નો ‘તત્ત્વમસિ !’ શબ્દથી થયેલો આસ્વાદ યોગ્ય ન લાગ્યો ! મારી સમજ મુજબ તત્વમસિ એટલે Thou art That.

 7. Girish Parikh said,

  December 27, 2010 @ 10:48 am

  અનુવાદકનું નામ સુધાર્યું એ સારું કર્યું. Now credit goes to the right person !

 8. વિવેક said,

  December 28, 2010 @ 12:15 am

  આભાર, ગિરીશભાઈ…

 9. tirthesh said,

  January 3, 2011 @ 12:37 am

  ‘તત્ત્વમસિ’ શબ્દ આ કાવ્યના હાર્દ સમો મને લાગ્યો. આખા કાવ્યમાં પંચમહાભૂતમાંથી ઉદભવીને પાછા તેમાંજ વિલીન થવાની યાત્રાની વાત છે. જે કંઈ પણ દ્રશ્ય-શ્રાવ્ય અનુભૂતિ છે,ભૂત-વર્તમાન-ભવિષ્યની જે વાતો છે- તે સર્વમાં કવિયત્રી એક અદ્વૈત અસ્તિત્વ અનુભવે છે અને પોતાને જ કહે છે – તત્ત્વમસિ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment