મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!
ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!
રિષભ મહેતા

રણમાં મલ્હાર… – હરિશ્ચન્દ્ર જોશી

કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?

કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?

ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.

આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.

લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.

બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.

– હરિશ્ચંદ્ર જોશી

હરિશ્ચંદ્ર જોશી (31-08-1948) બોટાદમાં પ્રાધ્યાપક છે અને સારા ગાયક પણ. ગીત પણ સારા લખે અને ગઝલના પિંડને પણ સ-રસ રીતે બાંધી જાણે.રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા આ કવિ સાંજને સૂરજને ડોલીમાં લઈ જતા કહાર તરીકેના નવોન્મેષી કલ્પનથી સ્પર્શે છે. અને લયના લશ્કરના લોહીમાંથી પસાર થવાની વાત કદાચ આ આખી ગઝલનો શિરમોર શેર બની રહે છે.

8 Comments »

 1. Paresh said,

  November 26, 2006 @ 1:21 pm

  hats off Joshi sir, specially those line”Zakal zakal ugi savar”

 2. Suresh Jani said,

  November 26, 2006 @ 6:09 pm

  એમના બુલંદ અવાજમાં ગીતો સાંભળવા તે પણ એક લ્હાવો છે.
  ડો. વિનોદ જોશીની તે કાકાના દીકરા છે અને મુરારી બાપુની કથામાં કિર્તનમાં સાથ આપે છે.

 3. ઊર્મિસાગર said,

  November 27, 2006 @ 10:08 am

  લોહી સોંસરું ધિરકિટ ધિર
  લયનું લશ્કર થયું પસાર.

  વાહ… સુંદર ગઝલ… બધા જ શેરો ખુબ સરસ છે.
  દાદાની વાત એકદમ સાચી છે…
  મોરારી બાપુની કથામાં એમના બુલંદ અવાજમાં ગીતો સાંભળવા તે પણ એક લ્હાવો છે.

 4. Vishal Mehta said,

  November 28, 2006 @ 1:18 am

  “કોણ હુલાવે શબ્દકટાર
  બન્ને બાજુ કાઢી ધાર ?”

  જોરદાર પંક્તિઓ છે !!!

 5. Janki Desai said,

  December 2, 2006 @ 4:09 pm

  Harishbhai i think this is one more gem from your collection. Keep it up !!!!

 6. Nikhil shah said,

  September 5, 2010 @ 8:19 am

  Since I hv seen him, longing to meet him and to listen his poems in his own voice..A very versatile personality, manetic looks, unique voice, warm touch touch and many more things are there in his personality..When he sings ..its like abeing in heaven…

  Love you sir, May you live long
  Nikhil Shah

 7. Nikhil shah said,

  September 5, 2010 @ 8:21 am

  Many Many Happy Returns of the Belated Birthday…May you live long a happy and healthy life

 8. Nikhil shah said,

  September 5, 2010 @ 8:23 am

  if possible reply on my email…i will really love to chat with you sir..
  kisna_ahd@yahoo

  love you sir,

  Nikhil shah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment