એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

વિ-ધુર – દિલીપ ભટ્ટ

એકલો પડું ને તમે સાંભરો.

થાળીમાંથી ચોખા લઈ વીણતાં હો એવે બપોર મને સપનામાં આવે,
બારણામાં ઊભા રહી, ટીકી ટીકી પૂછો, કાચી કેરીનું શાક ભાવે ?

જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી, છાના રહો જીવ, ન ભાંભરો.
એકલો પડું ને તમે સાંભરો.

ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ? એમાં સાત-સાત સમદરનાં જળ,
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતાં અંજળ.
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો.

– દિલીપ ભટ્ટ

દરેક ગીત એક કથા લઈને આવતું હોય છે. ગીતે પહેલા કથાનું વાતાવરણ જમાવવાનું અને સાથે સાથે કથા પણ કહેવાની – આ બેવડી જવાબદારી વચ્ચે ઘણા ગીતો બેવડ વળી જતા હોય છે. પણ આ ગીત જુઓ કેવું સ્નિગ્ધ વાતાવરણ ઊભું કરે છે અને આખી કથા તો જાણે ઘૂંટાતી ધૃવપંક્તિમાં જ બયાન કરી દીધી છે. વર્ષોના સાનિધ્ય પછી પ્રિયજનના જતા રહેવાથી જનમતો મન ફાટી પડે એવો ખાલીપો આ ગીતમાં ઝમતો અનુભવી શકાય છે.

13 Comments »

 1. sudhir patel said,

  November 29, 2010 @ 10:50 pm

  વિધુરની લાગણીને વાચા આપતું અનોખું ગીત!
  સુધીર પટેલ.

 2. Deval said,

  November 30, 2010 @ 7:58 am

  maja aavi ….sunder geet

 3. preetam lakhlani said,

  November 30, 2010 @ 8:07 am

  એકલો પડું ને ‘અમે’ સાંભરો
  એકલો પડું ને તમે સાંભરો……
  સ ર સ મજાનુ ગીત્……

 4. વિહંગ વ્યાસ said,

  November 30, 2010 @ 8:16 am

  સુંદર ગીત. ઘણાં સમય પહેલાં “કવિતા”નાં અંકમાં વાંચેલું.

 5. Bharat Trivedi said,

  November 30, 2010 @ 10:05 am

  ગીત ગમ્યું. વિ-ધુરનું ના હોત તો પણ ગીતને કશી આંચ આવી ના હોત એવું મને લાગે છે. “કાચી કેરીનું શાક ભાવે?” એવું પૂછતી ડોશીનો વિરહ મારાથી તો ના વેઠાય, ભૈ.

  -ભરત ત્રિવેદી

 6. pragnaju said,

  November 30, 2010 @ 11:44 am

  ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ? એમાં સાત-સાત સમદરનાં જળ,
  કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતાં અંજળ.
  એકલો પડું ને ‘અમે’ સાંભરો
  એકલો પડું ને તમે સાંભરો.
  સુંદર ગીત
  માનવ મનના અંદર-બહારના જગતને વિચારો,
  સંવેદનો અને વિવિધ દષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે.
  જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને
  ઉજાગર કરવામાં મદદ કરે છે

 7. dHRUTI MODI said,

  November 30, 2010 @ 4:31 pm

  દિલને અડી જતું ગીત. સુંદર ગીત.

 8. sapana said,

  November 30, 2010 @ 6:07 pm

  સરસ લાગણીસભર ગીત…
  સપના

 9. bharat joshi said,

  December 1, 2010 @ 12:42 pm

  “એકલો પડું ને ‘અમે’ સાંભરો” ખાલીપો ભરી આપે તેવો શબ્દ ” ‘અમે’ “!!!!!!!!!!!!!

 10. Pinki said,

  December 2, 2010 @ 6:29 am

  ઓહ્.. હૃદયસ્પર્શી !
  “એકલો પડું ને ‘અમે’ સાંભરો…“એકલો પડું ને તમે સાંભરો !!

 11. nilam doshi said,

  December 3, 2010 @ 6:48 am

  touchy song….

 12. mukesh joshi said,

  December 3, 2010 @ 11:44 pm

  ખરેખર સુન્દર ગીત. સવારે સાજ જેવી મજા આવી. મુકેશ જોશી

 13. PUSHPAKANT Talati said,

  December 7, 2010 @ 6:21 am

  સરસ અને સુન્દર મજાનું ગીત .
  જીવનનાં ઝાલર ટાંણે , એટલે કે જીંન્દગીનાં ગોધુલી ના સમયે ગોધુલી ના રજકણથી આંખમાં ખટકો તો થવાનો જ ને ! . એકલતાની વિહવળતાથી આર્ત પોકારતું આ ગીત ખરેખર સુન્દરતા પ્રાપ્ત કરવામાં સફળ થયું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment