સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

મુક્તક -બાલુભાઇ પટેલ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર,
જિંદગી આવી ઊભી છે ઢાળ પર;
કોઈ પીંછા ખેરવી ઊડી ગયું,
છે હજી એકાદ ટહુકો ડાળ પર.

– બાલુભાઈ પટેલ

3 Comments »

  1. pragnaju said,

    November 18, 2010 @ 4:44 PM

    કાળનું આ ચક્ર ફરતું કાળ પર,
    જિંદગી આવી ઊભી છે ઢાળ પર;
    પરમ સત્ય
    મુસા ડરપે કાળસું, કઠણ કાળકા જોર,
    સ્વર્ગ ભુ પાતાલમેં, જહાં જાવે તહાં ઘોર.
    ………….
    કોઈ પીંછા ખેરવી ઊડી ગયું,
    છે હજી એકાદ ટહુકો ડાળ પર.
    સરસ
    ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
    ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
    અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
    સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

  2. PRADIP SHETH . BHAVNAGAR said,

    November 19, 2010 @ 1:56 AM

    એક પંખી નીડમાં આવ્યુ નહિ,
    રોજ સાંજે ડાળથી ટહૂકા ખરે.
    રાતભર સંભળાય પગરવ કોઇનો,
    ને સવારે ઘાસ પર ઝાકળ મળે.

  3. mahesh dalal said,

    November 19, 2010 @ 10:12 AM

    સ્વભાવ મુલાયમ ,ઉદાર દિલ્. બાલુ નો સ્થાઈ ભાવ્. .. રચના ગમિ જાય ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment