મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
અશોકપુરી ગોસ્વામી

ગણવેશ – દિવ્યાક્ષી શુક્લ

સીલ કરી દીધેલું મૌન
પ્રચંડ પૂરમાં વહી ગયેલું વ્હાલ
કસ્ટડીને ખૂણે ડૂસકાં ભરતું સ્મિત
મહોરામાં મઢી દીધેલો ચહેરો ને કાનોમાં
ભીડી દીધેલી આંગળીઓ ને વળી
ખુલ્લી ખાલીખમ હથેળીઓ –
કોરીધાટક આંખો ને બંધ પડી ગયેલું નાક
છાલાં પડી ગયેલા પગ ને શૂન્ય બનેલું મસ્તિષ્ક
લિફ્ટમાં આવનજાવન કરતો રહેતો શ્વાસ ને
સતત લમણે રહેતા બેઉ હાથ –
પૂરપાટ વહી નીકળતી ટ્રેન… શેષ ધ્રુજારીઓ…
પગમાં ચડી ગયેલી ખાલીઓ ને
રુદન લાચારી-વસવસાનું કૈં કેટલુંયે…
અંધકારે હડપ કરી લીધેલું સામ્રાજ્ય ને
રિક્તતાના સાથની સતત સભાનતા
ને વળી, વારંવાર તીણી ચીસો સાથે
તીક્ષ્ણ નહોર મારતી સાઈરનો…
અસંખ્ય ગણવેશમાં છુપાયેલા ઓળાની
ઓળખ આપવી કઈ રીતે ?

– દિવ્યાક્ષી શુક્લ

ગણવેશની અંદર પૂરાયેલા માણસના અસ્તિત્વને ખાલી ચડી જાય છે. માણસ મટીને એક ઓછાયો રહી જાય છે. એ ‘ઓળાની ઓળખ’ આપતી સબળ કવિતા. કવિએ એકે એક પંક્તિઓ માપીને લખી છે. માપીને વાંચશો તો તમે પણ વર્ણનની સચોટતા પર આફરીન થઈ જશો.

6 Comments »

 1. Kirtikant Purohit said,

  November 3, 2010 @ 5:23 am

  બહુ જ સુઁદર રચના.

 2. અલકેશ said,

  November 3, 2010 @ 5:31 am

  क्या बात है……

 3. pragnaju said,

  November 3, 2010 @ 10:04 am

  સીલ કરી દીધેલું મૌન
  પ્રચંડ પૂરમાં વહી ગયેલું વ્હાલ
  કસ્ટડીને ખૂણે ડૂસકાં ભરતું સ્મિત
  મહોરામાં મઢી દીધેલો ચહેરો ને કાનોમાં
  ભીડી દીધેલી આંગળીઓ ને વળી
  ખુલ્લી ખાલીખમ હથેળીઓ –

  સચોટ સુંદર અભિવ્યક્તી

  યાદ

  ક્લાઈવનો ખજાનો તેના કલકત્તાસ્થિત મહેલમાં જ ક્યાંક દટાયેલો હોવાની વાયકા છે અને બીજી વાયકા એવી છે કે ક્લાઈવનો ખજાનો ક્યાં ગયો તેનો તો કોઈ અતોપતો નથી લાગતો. પરંતુ ક્લાઈવ હાઉસની આ ઈમારતમાં મધરાતે ભેદી અવાજો, બિહામણા ઓળાની ભૂતાવળ નાચતી હોવાનું ઘણાંએ જોયું છે. ચાર મહિના પહેલાં પુરાતત્ત્વ ખાતાનો ઉડિયાભાષી ચોકીદાર બિશંભર એ રાતની ભૂતાવળથી ડરીને પોતાને ગામ પાછો જતો રહ્યો એ પછી હજુય ક્લાઈવ હાઉસમાં કોઈ રાત રોકાતું નથી. કદાચ, બબ્બે આત્મહત્યા પછીય જીવી ગયેલો રોબર્ટ ક્લાઈવ મર્યા પછીય ખજાનાના મોહમાં રૃહ બનીને ભટક્યા કરે છે અહીંની હવામાં….

  અસંખ્ય ગણવેશમાં છુપાયેલા ઓળાની
  ઓળખ આપવી કઈ રીતે

 4. dhaval soni said,

  November 3, 2010 @ 12:40 pm

  wow…superb बहुत खुबसुरत…

 5. Pancham Shukla said,

  November 5, 2010 @ 10:04 am

  સરસ કાવ્ય.
  સપાટ બયાનીવાળી, ફિસ્સી અને ‘સ્યૂડો વિધાયકતા’ ભરી છાંદસ કવિતાઓ/ગઝલોના પુષ્કળ વાચન બાદ આવા કાવ્યો વાંચીને રિ-નોર્મલાઈઝ થઈ શકાય છે.

 6. RAKSHIT said,

  November 9, 2010 @ 10:06 am

  THIS IS ONLY A SAMPLE—READ HER ALL ” KAVYA SANGRAHAS” YOU WILL SAY
  BAHU J SASAS” AFTER READING EACH POEM—I HAVE READ ALL HER PUBLICATIONS AND INSPIRED TO WRITE SOMETHING LIKE HER

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment