રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

ગીત – પન્ના નાયક

તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.

– પન્ના નાયક

નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે… વળી આ કાવ્યમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ક્યાંય ઉદગારચિહ્નનો ઉપયોગ નથી. કોઈ હકીકત પંડ્યમાં નિ:શંક રીતે અને કાયમી ધોરણે ઉતરી ગઈ હોય અને અનહદ દર્દને લીધે જે એક કારમી તટસ્થતા આવી ગઈ હોય,તે રીતે સીધાસાદા statements of fact છે…. છતાં કાવ્યની ઊંચાઈ તેમાં રહેલા કડવાશના સદંતર અભાવમાં છે.

20 Comments »

  1. pragnaju said,

    November 7, 2010 @ 7:44 AM

    લયબધ્ધ ગીત
    પોતાના વિષેની સચ્ચાઈને જણાવતી પ્રજ્ઞાની જાગૃતિથી મનના વિકાર દૂર થતા હોય છે, તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
    ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.
    અંદરની સચ્ચાઈ, સત્ય જેવું છે એવું, આપણે પોતે પ્રત્યક્ષ અનુભવથી જાણવાનું છે. ધીરજપૂર્વક પ્રયત્ન કરતા કરતા આપણે વિકારોથી મુક્તિ મેળવવાની છે. સ્થુળ ભાસમાન સત્યથી શરુઆત કરીને સાધક શરીર અને મનના પરમસત્ય સુધી પહોંચે છે. ત્યાર પછી આનાથી પણ આગળ, સમય અને સ્થાનની પર, સંસ્કૃત સાપેક્ષ જગતની પર – વિકારોથી પૂર્ણ મુક્તિનું સત્ય, બધા દુઃખોથી પૂર્ણ મુક્તિનું સત્ય, આ પરમસત્યને ભલે કોઈ પણ નામે ઓળખીએ – બધાના માટે આ અંતિમ લક્ષ્ય છે.
    તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
    ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
    સર્વ આ પરમસત્યનો સાક્ષાત્કાર કરે. સર્વ પ્રાણી દુઃખોથી મુક્ત થાય. સર્વ પ્રાણી શાંત થાય, સુખી થાય.
    અછાંદસ જેવો છે આપણો આ પંથ,
    ને એનું તે નામ તમે છંદ રાખ્યું.
    આ ફરિયાદ નથી અમારા પડોશના સ્ટેટના ફીલાડેલ્ફિયાવાસી બેવતન વિદેશિની આદરણિય પન્નાજી પોતાની સત્ય હકીકતના તટસ્થ દર્શનમાંથી તેના તરફ
    જવાનો પ્રયાસ છે
    સસ્નેહ વંદન સહ નૂતન વર્ષાભિનંદન

  2. Bharat Trivedi said,

    November 7, 2010 @ 8:14 AM

    પ્રિય પન્નાબેન,

    તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
    ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

    બહોત અચ્છે ! આખીય રચનાને તારવા માટે આ ઉઘાડ જ પૂરતો છે! પછીથી સાલી વાત બગડતી બગડતી અંતે તો એવી બગડે છે કેઃ

    અછાંદસ જેવો છે આપણો આ પંથ,
    ને એનું તે નામ તમે છંદ રાખ્યું.

    -ભરત ત્રિવેદી

  3. Viay Shah said,

    November 7, 2010 @ 9:20 AM

    ખુબ મઝાની છે આ કૃતિ…
    આભાર

  4. urvashi parekh said,

    November 7, 2010 @ 10:58 AM

    સરસ અને સુન્દર રચના.
    તમે પાંખો, અને આછાંદસ જેવો આપણો આ પંથ વાળી વાત,
    સરસ રીતે કહેવાણી છે.

  5. ધવલ said,

    November 7, 2010 @ 1:18 PM

    તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
    ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

    – સરસ !

  6. devika dhruva said,

    November 7, 2010 @ 2:29 PM

    અક્ષરે અક્ષર અને શબ્દે શબ્દ કેટલો માર્મિક અને વેધક છે પન્નાબેનની કલમમાં ! ખુબ ગહન છતાં ખુબ સ્પષ્ટ….

  7. preetam lakhlani said,

    November 7, 2010 @ 3:50 PM

    એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
    એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

    હરીન્દ્ર દવે
    અછાંદસ જેવો છે આપણો આ પંથ,
    ને એનું તે નામ તમે છંદ રાખ્યું,
    ભરત્ ભાઈ, તમારી વાત્ સાચી છે, બાકી તો ઉજડ ગામ મા એરડયો પ્રધાન્!

  8. Chandresh Thakore said,

    November 7, 2010 @ 7:03 PM

    ગીત ઘણુઁ જ વેધક છે અને અસરકારક છે. પન્નાબેનની રચનાઓની એ એક લાક્શણિકતા છે. જો કે વાસ્તવિકતાની દ્રુષ્ટિએ અનુભૂતિઓનો ઉત્પત્તિક્રમ અગત્યોનો થઈ પડે. વહેણમાં તણાયા પછી જો પાંખો કપાઈ હોય કે દ્વાર બંધ થયા હોય તો કાવ્યનાયિકા માટેની સહાનુભૂતિ યોગ્ય લેખાય. પણ જો એ ક્રમ ઉલટો નિવડ્યો હોય તો એવી નાયિકા ખુલ્લી આંખે કૂવામાં ના પડે એને માટે આવી જ અસરકારક ભાષામાં પન્નાબેન કઈંક લખે તો?

  9. Kavi Dave said,

    November 8, 2010 @ 8:19 AM

    આ કવિતા ના કોઇ દલાલ ની કવિતાની વેબ સાઇટ નથી પણ મુક વિચારો નુ મનચ છે, એટલે પન્ના બાઈ, તમારી રચનાને કોઇ કવિતા સમજીને તેની આરતી ઉતાર શે એમ ન સમજતા હો!!!…….

    સંપાદકની નોંધ:

    આ કોમેંટ રોચેસ્ટર સ્થિત શ્રી પ્રીતમ લખલાણીએ પોતાનું નામ બદલીને મૂકી છે.

  10. SUKETU KORADIA said,

    November 8, 2010 @ 9:09 AM

    અનુપમ ઉપમાઓનો ઉપહાર!!

  11. rekha sindhal said,

    November 8, 2010 @ 9:42 AM

    કાવ્યમાં શરૂઆતથી જ હ્રદયને કંપન આપતી ઘેરા દર્દની ચમત્કૃતિ છે. અને અંતે પણ એ જ ભાવ જળવાઈને સ્વીકારના ભાવને પ્રબળ કરતો ઉર્ધ્વગામી બની રહ્યો છે. અહા! ના સહજ ઉદગાર સહ પન્નાબેનને ધન્યવાદ સાથે લયસ્તરોનો આભાર !

  12. DHRUTI MODI said,

    November 8, 2010 @ 3:06 PM

    સુંદર અને માર્મિક રચના.

  13. Kalpana said,

    November 8, 2010 @ 6:05 PM

    પ્રેમ વિનાના બન્ધનની વાત છે. વળી સમ્બ્ન્ધની ગાઁઠ નથી. રુઁવાડા ઉભા કરી દેનારી મૂક વ્યથા છે.
    પન્નાભબહેને લાચારી અકબઁથ રાખી છે.
    સાલ મુબારક.
    કલ્પના

  14. Chandresh Thakore said,

    November 9, 2010 @ 12:31 PM

    કવિ દવેઃ તમારી ટકોર મારા અભિપ્રાયથી પ્રેરીત છે એ અનુમાને એ બદલ બે શબ્દો લખવાનું મન રોકી શકતો નથી. મારા સૂચનની ગેરસમજુતી તમે કરી છે. પન્નાબેન (“પન્ના”) સાથેના લગભગ ચાળીસ વર્ષ્ના પરિચય અને લગભગ વીસ વર્ષની અંગત મૈત્રી પછી મને પૂરેપૂરો ખ્યાલ છે જ કે એ કવિતાના “દલાલ” નથી. અને એમને ખબર છે જ કે એમની કવિતાઓની, એક પ્રશંસક તરીકે, મેં આરતી ઉતારી છે — ઘણીયે વાર! … મારું અનુમાન ખોટું હોય તો મારી કોમેંટ અસ્થાને છે.

  15. mita parekh said,

    November 10, 2010 @ 12:36 AM

    Dear pannaben, i m biggest fan of poetries, this is somthing out of the world. thanks to vivekbhai.

  16. ધવલ said,

    November 11, 2010 @ 10:55 PM

    ઉપર ‘કવિ દવે’ના નામથી મૂકેલી કોમેંટ શ્રી પ્ર્રીતમ લખલાણીએ પોતાનું નામ બદલી / છુપાવીને મૂકી છે.

    મને તો આવું વર્તન સર્વથા અનુચિત લાગે છે. વાચકોને પોતાના અભિપ્રાય આપવા આમંત્રણ છે.

  17. Bharat Trivedi said,

    November 12, 2010 @ 8:14 AM

    ધવલભાઈ, આ નાટક તો ઘણા સમયથી ચાલી રહ્યું છે. બીજા બ્લોગમાં પણ આવું બધું બનતું જ હોય છે પરંતુ ત્યાં સંચાલક અનુચિત વર્તન કરનારાઓને ઝાઝો સમય ટકવા દેતા જ નથી. તમે પણ
    કડક વલણ લઈને પ્રીતમભાઈને રામ રામ કહી દો. – ભરત ત્રિવેદી

  18. Chandresh Thakore said,

    November 12, 2010 @ 9:11 PM

    ધવલભાઈઃ આ બ્લોગ ઉપર, કોઈ પણ વ્યક્તિ બીજા કોઈના નામે ટીકાયુક્ત કઈં પણ લખે એ મારી કલ્પના બહારની વાત છે. એ કોમેન્ટ સાચી માની લઈને, એની અયોગ્યતા વિષેની ચોખવટ કરવાના માત્ર આશયથી બે કોમેન્ટ્સ મેં લખી નાખી એનો મને ઘણો જ અફસોસ છે. સાચા માની લીધેલા “કવિ દવે”ને મેં અજાણતા જે અન્યાય કર્યો એનો વધુ અફસોસ છે.

  19. વિવેક said,

    November 17, 2010 @ 1:46 AM

    સાદ્યંત સુંદર ગીતરચના….

  20. shroff dipti said,

    November 18, 2010 @ 11:31 AM

    ખુબ સરસ………..
    તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
    ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

    સરસ મજાની રજુઆત………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment