સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે
હરકિશન જોષી

ખેલ મેં – જયન્ત પાઠક

ખેલ મેં દેખા ખેલનહારા !
અલકમલક સે આયા બાદલ
.                          બરસત અનરાધારા.

વીજચમક કી પ્રકટ આરતી
ગરજન ઘોર નગારા;
ચલત પવન કી બજત નાગિણી
જલાધારી જલધારા,
.                             શિવમંદિર સંસારા !

ભમરા ગુંજે કમલ ફૂલ મેં :
ગણ મહિમનસ્તુતિ ગાવે;
નદિયાં નાગ-ફણાસી ફૈલી
ડમરુ બિપિન બજાવે;
.                              સો નટરાજ નિહારા !

– જયન્ત પાઠક

વરસાદના ખેલમાં ખેલનહાર પણ નજરે નથી ચડતો? અને વરસાદની લીલા પણ કેવી! એક પછી એક કલ્પન કવિ સાવ અનોખી રીતે પેશ કરીને આંખ આગળ આખું માતીલું ચોમાસું લઈને આવી ચડે છે… આજ કવિ ક્યારેક એમ પણ કહે, અજબ કરામત કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી

નાગિણી= નાગ આકારનું એ વાદ્ય; બિપિન= ઉપવન, વાટિકા;

5 Comments »

 1. કિરણસિંહ ચૌહાણ said,

  November 13, 2010 @ 4:30 am

  જોરદાર. શબ્દ, લય અને અનુભૂતિની એકરૂપતા.

 2. ધવલ said,

  November 13, 2010 @ 11:06 am

  સરસ !

 3. pragnaju said,

  November 13, 2010 @ 11:45 am

  ભમરા ગુંજે કમલ ફૂલ મેં :
  ગણ મહિમનસ્તુતિ ગાવે;
  નદિયાં નાગ-ફણાસી ફૈલી
  ડમરુ બિપિન બજાવે;
  . સો નટરાજ નિહારા !
  તેનો અણસારની અનુભૂતિ

 4. DHRUTI MODI said,

  November 13, 2010 @ 3:12 pm

  ઘણું જ સરસ. ગાવાનું મન થઈ જાય તેવું ગીત. શબ્દોની સુંદરતા અવર્ણનિય છે.

 5. manav said,

  November 14, 2010 @ 2:42 am

  બસ,

  awesome

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment