શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

મુક્તક -કૈલાસ પંડિત

એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !

-કૈલાસ પંડિત

11 Comments »

  1. MY REQUEST FOR TEAM OF LAYSTARO.COM said,

    October 28, 2010 @ 10:58 PM

    વડીલો ને આ મારી હંમેશાની ફરીયાદ છે અને આજે પણ કરું છું.આની પહેલા વિપિન પરીખની પોસ્ટ માં એમના વિશે માહિતી આપી ,ઈર્શાદ સાહેબ વિશે પણ માહિતી મળી,કોક વાર તો કૈલાશ પંડિત વિશેય ચાર સારા શબ્દો લખો . અનેક મહાન ફનકારો એ ગાયેલા અને ગુજરાતી સાહિત્યને ” સાયબો મારો ગુલાબનો છોડ” દિકરો મારો લાડકવાયો ” ખરા છો તમે?””ચમન તુજને સુમન” જેવા અનેક અનમોલ રત્નો આપનાર શાયર આવી અવગણના તો ના કરો..
    જય શાહ

  2. REKHA SHAH said,

    October 28, 2010 @ 11:23 PM

    કૈલાશ પંઙીત વિના ગુજરાતી ગઝલ અધૂરી,તેમની રચનાઓ અને માહિતી જરૂર આપવી જ જોઇએ.તેમના જેવો કવી અને શાયર જઙવો મુશ્કેલ છે.

  3. dr.bharat said,

    October 29, 2010 @ 7:24 AM

    સુંદર અને માર્મિક રચના.

  4. ડૉ.મહેશ રાવલ said,

    October 29, 2010 @ 9:16 AM

    જનાબ કૈલાસ પંડિતની ગઝલો ખુદ ગઝલ માટે ગૌરવનો વિષય છે એમાં કોઇ અતિશયોક્તિ નથી….
    પરંપરાને શોભાવે એવી સોંસરી ઉતરી જતી એમની અનેક ગઝલો બહુ સારીપેઠે લોકજીભે આજેય રમતી રહી છે.
    મુક્તક પણ બેનમૂન ભાવ લઈને આવ્યું છે.
    સો સો સલામ એ ગઝલના શહેનશાહને.

  5. Riyaz Munshi said,

    October 29, 2010 @ 2:00 PM

    I agree with Jay Bhai Please post more gazals of the Great Kailash Saheb on Laystaro……….Please……..Please……

  6. Lata Hirani said,

    October 30, 2010 @ 11:01 AM

    બહોત ખૂબ

  7. વિવેક said,

    October 31, 2010 @ 12:09 AM

    લયસ્તરો પર આજની તારીખે સાડી છસોથી વધારે, I repeat, સાડી છસોથી વધારે કવિઓની રચનાઓ છે… આમાંના કેટલાક કવિઓ વિશે પ્રસંગોપાત્ત અમે જાણકારી આપી છે પણ એ હંમેશા શક્ય નથી બનતું. અમને કોઈ પણ કવિ પ્રત્યે નારાજગી નથી… કૈલાશ પંડિત નિઃશંક સારા ગઝલકાર હતા પણ આગળ પણ કહ્યું છે એ રીતે અમારી પાસે એમના વિશે વધુ માહિતી છે નહીં… અને આમ પણ કોઈ પણ કવિની સાચી બાયોગ્રાફી એની કવિતા જ હોઈ શકે, અમારા ઠાલા શબ્દો નહીં જ…

  8. Girish Parikh said,

    October 31, 2010 @ 5:37 PM

    વિવેકભાઈ, તમારા અને ટીમ ‘લયસ્તરો’ના અન્ય સભ્યોના આસ્વાદ, વગેરેના શબ્દો ઠાલા નથી જ. મારી દૃષ્ટિએ એમનું કવિતાઓ જેટલું જ મૂલ્ય છે. ‘લયસ્તરો’ના પરિચય પહેલાં, ફિલ્મ ‘સૂરસંગમ’ના શાસ્ત્રીજીના કથન મુજબ હું માનતો હતો કે કાવ્યના કે સંગીતના રસનું વર્ણન ન થઈ શકે, એનો અનુભવ જ થઈ શકે. ‘લયસ્તરો’ના અસ્વાદો વાંચ્યા પછી હું માનતો થયો છું કે ઉત્કૃષ્ટ આસ્વાદો કાવ્ય કે સંગીતનું રસપાન કરવામાં જરૂર મદદરૂપ થઈ શકે, જો કે ભાવકમાં પણ રસ માણવાની વૃત્તિ અને લગની હોવાં જોઈએ.
    અલબત્ત, વિવેકભાઈ કહે છે એમ ‘કવિની સાચી બાયોગ્રાફી એની કવિતા જ હોઈ શકે’. પણ હું માનું છું કે સર્જક વિશે, અને ખાસ કરીને કેવા સંજોગોમાં અને કેવી રીતે સર્જન થયું છે (એટલે સર્જનનું બેકગ્રાઉંડ) જાણવાથી ભાવક સર્જનની વધુ પહેચાન કરી શકે. અને સર્જક વિશેનું લખાણ પણ ભાવકો માટે રસમય બની શકે.

  9. Bharat Trivedi said,

    October 31, 2010 @ 8:43 PM

    કવિ કે તેની કવિતા વિષેની આડ વાતો કેટલી જરુરી? એ પ્રશ્ન મને પૂછવામાં આવે તો કહું કે જરાયે નહીં! એટલું જ નહીં, કવિને ત્રાસ, કવિતાને અન્યાય ને ભાવકને અવળે માર્ગે દોરવો હોય તો એવી બધી વાતોમાં પડવું જોઈએ! અત્યાધુનિક પાશ્ચાત્ય વિવેચન તો કવિતાના અર્થને જ સ્વીકારવાનો નન્નો ભણી દે છે! ખેર એ બધી વાતો તો સમયે સમયે કરતા જ રહીશું પરંતુ કેટલાક સમયથી મનમાં એક વાત રમી રહી છે તે કહું?

    ૧. કવિતા સાથે જે નોંધ મુકાય છે તે ક્યારેક વધારે વાચાળ થતી હોય તેમ બને છે. યાદ હોય તો ‘કુમાર’માં કવિતાની સાથે સાવ મિતાક્ષરી નોંધ મૂકવાની પ્રથા હતી. લયસ્તરોએ પણ એ અપનાવવા જેવી છે.

    ૨. લયસ્તરોમાં મૂકાતી રચનાઓની ગુણવત્તા વિશે તો કશું કહેવા પણું નથી-જ, છતાં મને લાગે છે કે ‘નોસ્ટેલજિયામાં’થી થોડાક બહાર નીકળીને આધુનિક કવિતાનો પરિચય વધારતા જઈએ તો વાત કૈ ઓર બને. મને તો લાગે છે કે પાયાનું કામ થઈ શકે.

    ૩. લયસ્તરોમાં મુકાતી રચનાનો સોર્સ જણાવવાનું રાખ્યું હોય તો સર્જકની અન્ય રચનાઓની શોધ કરવી હોય વાંચકને સરળ પડે.

    -ભરત ત્રિવેદી

  10. jay shah said,

    November 1, 2010 @ 7:57 AM

    agree with mr girish parikh

  11. KIRTI GANATRA (DUSHMAN) said,

    November 6, 2010 @ 3:52 AM

    ભાઈ વિવેક
    જય ની વાત ૧૦૦% સાચી છે,
    કૈલાશ ની ટોંચ જ આપ લોકો એ જોઇછે
    માફ કરજો
    તેને અવગણો નહીં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment