ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ભરત વિંઝુડા

એક ટૂંકો પરિચય – વિપિન પરીખ

મૃત્યુ સફેદ હોય છે
ચાદર જેવું

મૃત્યુ ઠંડું હોય છે
બરફ જેવું

મૃત્યુ હુકમનું પાનું છે.
મૃત્યુ શંકરના હાથનું ડમરું છે.
મૃત્યુ બિલાડીના પગ છે.
મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલલાલ …

– વિપિન પરીખ

પાંચે ઈન્દ્રિયથી મૃત્યુને માપી લેતી વામન પગલા સમાન કવિતા.

5 Comments »

 1. Girish Parikh said,

  October 26, 2010 @ 12:23 am

  સ્વામી વિવેકાનંદની Kali (poem) યાદ આવી. એનો ગુજરાતીમાં અનુવાદ રાજકોટના રામકૃષ્ણ આશ્રમે પ્રગટ કરેલી વિવેકાનંદ ગ્રંથમાળામાં છે. ‘લયસ્તરો’ ટીમને એ પોસ્ટ કરવાનું સજેશન કરું છું.

 2. rekha sindhal said,

  October 26, 2010 @ 6:38 am

  સુઁદર ! વિપિનભાઈનેી તો વાત જ ન્યારેી ! પાંચ ઈન્દ્રિયોને લઈને મારી એક રચના અહીં મૂકવાની ધૃષ્ટતા માફ કરશો માનીને મૂકું છું

  (બધિર ઈન્દ્રીયો થકી જીવનમાં જે ઊણપ રહે છે જે ફકત પ્રેમથી જ દૂર થઈ શકે તેની ફરિયાદ અર્થહીન છે દર્શાવવાની કોશિષ છે)

  નહિતર……..(શિર્ષક)

  પેખે આંખ તો રંગોનું ધનુષ
  નહિતર શ્યામલ આભ છે આખું

  સુણે કાન તો શબ્દ છે બ્રહ્મ
  નહીતર મૌનના પહાડ ઊંચેરા

  પમરે નાક તો પુષ્પ સુંગધી
  નહિતર ક્ષણમાં જીવન મુરઝાતું

  સ્પર્શે ત્વચા તો તંતુ રણઝણ
  નહિતર સૂના તન મન અંત:કરણ

  વદે મુખ તો અક્ષર પ્રેમનો
  નહિતર ભોગળ વાસે બંધ હોઠો

  આભાર સહ…….

 3. rekha sindhal said,

  October 26, 2010 @ 6:44 am

  સ્વ. શ્રી વિપિનભાઈના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના !

 4. Bharat Trivedi said,

  October 26, 2010 @ 12:41 pm

  સ્વ. વિપિનભાઈની કવિતાનો હું ચાહક છું પરંતુ આ કાવ્યમાં એ વાત નથી જણાતી જે તમનાં બીજાં ઘણાં કાવ્યોમાં જોવા મળતી હોય છે. આખીય કવિતા cliche ની ચાદરમાં લપેટાઈને આવી છે! મ્રુત્યુને સફેદ ચાદર, બરફ જેવું ઠંડુ, કે બિલાડીના પગ સાથે લઈ આવવું – એ બધું જરાયે નવું નથી. વપરાશને કારણે ઘસાઈ ગયેલાં પ્રતીકો સારી કવિતામાં તો ના જ ચાલે અને ચાલે તો તેનું મૂલ્યાંકન પણ ઓછું અંકાય.

  -ભરત ત્રિવેદી

 5. DHRUTI MODI said,

  October 26, 2010 @ 3:18 pm

  નાનકડી પણ ગમે ઍવી કવિતા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment