જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

ધરતીને ભલે આપણે મા ગણતાં હોઈએ, વૃક્ષ આપણી ધોરી નસ છે. કવિની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે તો એનું કવિત્વ શંકાશીલ ગણવું. કમનસીબી જોકે એ છે કે વૃક્ષપ્રીતિના કાવ્ય આપણે વૃક્ષમાંથી બનેલા કાગળ પર જ લખવા પડે છે…

10 Comments »

 1. satish joshi said,

  October 29, 2010 @ 4:31 am

  પાતુઁ ન પ્રથમઁ વ્યવસ્યતિ જલઁ
  યુષ્માસ્વપીતેષુ યા

  નાદત્તે પ્રિયમન્ડનાપિ ભવતાઁ સ્નેહેન યા પલ્લવઁ

  આદ્યે વઃ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યાઃ ભવત્યુત્સવઃ

  સેયઁ યાતિ શકુન્તલા પતિગૃહઁ સર્વૈરનુજ્ઞાયતામ્

  ( તમને પાણી પાયાઁ પહેલાઁ પાણી ન પિયે,વ્હાલાઁ ઘરેણાઁ તોય તમારાઁ ફૂલ પાન ન તોડે,
  તમને ઉગેલ પહેલી કળી એને માટે હમેશ ઉત્સવ જાણો.

  ઍ શકુન્તલા આજે પતિ ગૃહે જાય છે હે વૃક્ષો તમે એને વળાવો.)

  તમારી કવિતા માઁ આપણી વર્તમાન દશા સાથે ઉપરની આદર્શ સ્થિતિ સરખાવતાઁ કેટલો વિષાદ થશે?

  તમારી કવિતા ભાવક ને ફરી એવા આદર્શ ભણી વાળવા સમર્થ છે.

  સરસ

  સતીશ જોશી

 2. Pushpakant Talati said,

  October 29, 2010 @ 4:51 am

  સરસ અને ઘણાજ ઊત્તમ એઅવા આ પાંચ અછાંદસો એટલે જાણે કે પર્યાવરણ અને ખાસ કરીને વ્રુક્ષ – વનરાજી – તથા પર્યાવરણ ના પાંચ મુળ તત્વો સમાં . વળી જે અછાંદસ ને પહેલા રાખ્યો છે તે તો ખરેખર શીરમોર સમો જ છે .
  ” માત્ર વૃક્ષો જ નહીં સાથે – સાથે છાંયડો પણ કપાય છે.” SUPPER and extremely excellent indeed.

 3. DHRUTI MODI said,

  October 29, 2010 @ 8:55 am

  સતીશભાઈની વાત ખૂબ જ ગમી. આજે પરોપકારી વૃક્ષનું નિકંદન કાઢીને ય માનવજાત સત્યને સમજી શકી નથી, આવી કવિતા વાંચી કંઈક શીખે તોયે ઘણું.
  માત્ર વૃક્ષો જ નહીં
  સાથે
  છાંયડો પણ કપાય છે.

  પલંગ
  ઉપર સૂંઉ છે
  ને
  ઍક વૃક્ષ સતત ઊડાઊડ કરે
  મારી આસપાસ
  ઉપર-નીચે.

 4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 29, 2010 @ 8:56 am

  વાહ રે વાહ !
  જોયું ને માનવી ક્યાં ઊણો ઊતરે છે?

 5. Devika Dhruva said,

  October 29, 2010 @ 9:10 am

  ધૂની માંડલિયાની કલમ સચ્ચાઈ,ગહનતા અને તાત્વિકતાથી સભર છે.
  માત્ર વૃક્ષો જ નહીં
  સાથે
  છાંયડો પણ કપાય છે.
  કેટલી મોટી અને ઉત્તમ વાત આ અછાંદસમાં છે !

 6. urvashi parekh said,

  October 29, 2010 @ 9:15 am

  ખુબજ સરસ અને સંવેદનાઓ થી ભર્યુ ભર્યુ.
  વૃક્ષો ની સાથે છાંયડો પણ કપાય છે. સરસ અભીવ્યક્તી.
  અભીનન્દન.

 7. pragnaju said,

  October 29, 2010 @ 9:19 am

  પાંચેય સુંદર અછાંદસો

  ગેરકાયદેસર કાપણીને કારણે વૃક્ષની કેટલીક જાતિ અમુક વિસ્તારમાંથી નામશેષ થવાની તૈયારીમાં છે. શહેરી વિસ્તારમાં કેટલીક જાતનાં વૃક્ષ જોવા પણ મળતા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે હેરિટેજ વૃક્ષ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે

  સાથે આવા પ્રેરણાદાયી અને હ્રુદયસ્પર્શી કાવ્યોથી લોકજાગરણ ચાલુ જ રાખવુ

 8. ધવલ said,

  October 29, 2010 @ 3:08 pm

  સરસ ! લીલાછમ કાવ્યો !

 9. Bharat Trivedi said,

  October 29, 2010 @ 7:09 pm

  કેવળ ‘શું’ જ નહીં પરંતું અહીં ‘કેવી’ રીતે કહેવાયું છે તેમ પણ આ કવિતામાં જોવા જેવું છે. નથી અહીં શબ્દાળુતા કે ઊચો અવાજ. પાંચ અલગ અલગ વિધાનો વચ્ચેની વ્હાઈટ સ્પેઈસમાં કવિતાનો અવાજ (પર્ણ-વૃક્ષની મર્મર જેવું ઝીણુ ઝીણુ) કશુંક આપણા કાનમાં કહી જાય છે! ‘અછાંદસ’ કવિતા કરવી એ walking a tight rope જેવું જ કામ છે! કવિતા લખવી આમેય એક સાહસ જ હોય છે ને?

  -ભરત ત્રિવેદી

 10. jigar joshi 'prem' said,

  October 29, 2010 @ 11:22 pm

  વાહ ! ભીતરથી છમ્મલીલા થઈ જવાયું…………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment