જાત સાથે વાત કરવાની મને તો ટેવ છે,
છેક ઊંડા શ્વાસ ભરવાની મને તો ટેવ છે.
‘તખ્ત’ સોલંકી

મશહૂર છું – ‘રૂસ્વા’ મઝલુમી

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

‘રૂસ્વા’ મઝલુમી

5 Comments »

 1. deepak said,

  November 23, 2006 @ 5:51 am

  છેલ્લી મુલાકાત્

  ક્ેટલી સર્સ મુલાકાત હતી
  જાને કયામત ની રાત હતી

  અમારી આંખૉ ને એમનોે ઇંતજાર
  ને એમનો પ્ાછળથી કરેલો સાદ
  આટલી તો સરસ શરુઆત હતી

  ચાંદ,તારા અને પ્રરાથનાનો સુર
  એમનો સંગાથ,ને ઝાાઝંરનો જંકાર
  જાને આખી કાયનાત સાથ હતી

  અમે તો બસ કહ્યાજ કર્યુ
  એમને તો બસ સાંભળાજ!!
  જાને વર્સોની કોઇ વાત હતી

  ના કોઇ કોલ, ના કોઇ વાયદા
  ના એમને પુછયુ, ના અમે
  આટલીતો સરસ રજુઆત હતી

  નામ વગર નો રીશ્તો બાંધયો
  અને એને પુરી કરવાની પર્તીગના
  આતો કેવી અમારી શાલીનતા હતી?

  કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
  “દીપ” તો જીવી ગયો એક પળમા
  એમના સ્પરસ્ની તો કરામત હતી

  ‘હા’કે’ના’ નો સવાલ જ કયા છે
  જવાબ તો અમે જાણતાજ હતા
  બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

  “દીપ”

 2. પંચમ શુક્લ said,

  November 23, 2006 @ 1:00 pm

  બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
  આમ છું ખાલી છતાં ભરપૂર છું.

 3. Manoj Shah. USA said,

  April 16, 2007 @ 12:48 am

  હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
  ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

 4. sunil patel said,

  April 5, 2008 @ 1:56 am

  ખુબજ સરસ

  બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
  આમ છું ખાલી છતાં ભરપૂર છું.

 5. Dr.m.m.dave. said,

  September 21, 2011 @ 2:02 pm

  રુસ્વા સાહેબ વિશે કંઇ કહેવુ તે મારા જેવા નું કામ નથી,બસ તેમને વાંચી ને આનંદીત થવુ એજ બસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment