આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

દિલીપ શ્રીમાળી

જતાં જતાં – વિપિન પરીખ

સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.

સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.

સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.

સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.

સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.

– વિપિન પરીખ

અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…

9 Comments »

 1. Pishpakant Talati said,

  October 23, 2010 @ 6:16 am

  આ સરસ વાનગી પીરસવા બદલ સલામ શ્રી વિવેકભાઈ ને .

  You can know a lot regarding the person from the information as to whai books he is reading and who are his friends. પણ અહીં વિવેકભાઈએ એક અલગ જ ANGLE એટલે કે દ્રષ્ટીકોણ સુચવ્યો છે – અને તે ઘણો જ સાચો પણ છે . ખરી વાત છે વિવેકજી કે – માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે એ જાણીએ તો માણસને તે સાચુકલો કોણ અને કેવો છે તે સાંગોપાંગ રીતે એટલે કે આખેઆખો સમજી શકાય .

  ઊ ત્ત્ર મ – ઊ ત્ત્ર મ – અને અ તિ ઊ ત્ત મ .
  આભાર.
  કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…

 2. neetakotecha said,

  October 23, 2010 @ 6:52 am

  etlu j kahish prabhu emne pacho evo j mahol aapje ke jyaa e paachaa kavi tarike j potaane odkhaavi sake..kavi hraday etlu j ichche ke mane bijo janam pan aavo j male..

 3. mahesh dalal said,

  October 23, 2010 @ 8:30 am

  દોસ્ત યાદ્ ફરિ ફરિ આવે..

 4. Bharat Trivedi said,

  October 23, 2010 @ 9:40 am

  સલામ વિપિનભાઈને જેમણે કવિતા માટેનાં ઓજાર ઓછામાં ઓછાં વાપરીનેય હ્રુદયની આરપાર થઈ જાય તેવાં અછાંદસ કાવ્યો આપ્યાં, આજનો કવિ જેની પાછળ ઘેલો થઈને દોડતો જોવા મળે છે તેવી લોકપ્રિયતાથી કોસો દૂર રહીનેય કવિતાની સાધના કરી, ને એવાં પાણીદાર કાવ્યો આપ્યાં જે સરળતાથી અનુવાદીત થઈને ગુજરાતની બહાર, દેશની બહાર પણ, ગુજરાતી કવિતાની પહેચાન બની રહ્યાં. Vipinbhai, you will be missed.

  ભરત ત્રિવેદી

 5. Girish Parikh said,

  October 23, 2010 @ 1:54 pm

  http://www.girishparikh.wordpress.com બ્લૉગ પર ‘વિપિનવાણી’ વાંચવા વિનંતી કરું છું.
  — ગિરીશ પરીખ

 6. Girish Parikh said,

  October 23, 2010 @ 2:55 pm

  ખલીલ જીબ્રાનની યાદ અપાવે છે વિપિન પરીખ! ખેર, એ ગુજરાતીમાં લખતા હતા!
  — ગિરીશ પરીખ

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 24, 2010 @ 8:18 am

  એમને વાંચતા વાંચતા એ ક્યારે એંસી વર્ષના થઈ ગયા એની યાદ પણ ના રહી.
  ચાલો એમને છેલ્લા પ્રણામ અને છેલ્લી સલામ કરીને બે આંસુ ગુપચુપ વહાવી લઉં.

 8. ધવલ said,

  October 24, 2010 @ 12:19 pm

  બહુ ઉત્તમ વાત !

 9. Kalpana said,

  October 26, 2010 @ 1:49 pm

  સલામ પરીખ ભાઈને. છેલ્લે જગતને જતા જતા કહી જવાની વાત સરલતાથી ગાઈ જવી સહેલી નથી.
  આભાર
  કલ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment