વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

સંવાદ – કુસુમાગ્રજ

તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.

જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?

4 Comments »

 1. વિવેક said,

  August 2, 2011 @ 8:33 am

  સુંદર કવિતા… કવિતા હોય કે જીવન, માણસ પોતાના વિશે જ બકબક કરતો હોય છે…

 2. devika dhruva said,

  August 2, 2011 @ 9:38 am

  તમે જ મારી કવિતમાં છો અને તમે જ મારા બોલવામાં પણ છો. હું હું નથી.
  આનાથી વિશેષ તમે શું કહે્શો ?

 3. Maheshchandra Naik said,

  August 2, 2011 @ 1:42 pm

  કવિતા એટલે જ કવિશ્રીના બોલાયેલા શબ્દો…………….

 4. DHRUTI MODI said,

  August 2, 2011 @ 4:20 pm

  કદાચ કવિની વાત અને સાંભળનારાં લોકોની વાત સરખી જ હશે ઍટલે કવિ કહે છે કે મારી કવિતામાં ‘હું’ જ હોઈશ પણ ઍ વાત તમારી હોઈ શકે. સુંદર કાવ્ય. કવિની બાની લોકહ્દયને જ વાચા આપતી હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment