જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ

એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .

– કબીર

એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.

-અનુ.: મોહનદાસ પટેલ

સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.

14 Comments »

  1. Kirtikant Purohit said,

    October 10, 2010 @ 3:23 AM

    અગમની શોધ નિરન્તર છે અને નિરન્તર ચાલ્યા કરશે. સરસ કાવ્યનો સરળ અનુવાદ.

  2. વિહંગ વ્યાસ said,

    October 10, 2010 @ 4:53 AM

    વાહ….અદભુત રચના. આ “હું” ને અનુભવીને તો નરસિંહે ગાયું : તેલ વિણ બત્તી વિણ સુત્ર વિણ જો વળી ઝળકે સદા એક અનળ દીવો….નેત્ર વિણ નિરખવો સ્વાદ વિણ પરખવો વણ જિહવાએ સરસ રસ પીવો. રાજેન્દ્ર શુક્લ કહે છે : ભૂલું પડવાનો ભય ક્યાં છે, હું મારા ઘરનું સરનામું. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ કહેતા કે વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો બધુ મોઢેથી બોલીને એઠું થઇ ગયું છે પરંતુ બ્રહ્મને કોઇ મોઢેથી હજી સુધી બોલી શક્યું નથી. સગુણ મારી માં અને નિર્ગુણ મારો બાપ કહેનારા કબીરસાહેબને શત શત વંદન.

  3. rekha sindhal said,

    October 10, 2010 @ 6:18 AM

    સરળ અને સુપાચ્ય અનુવાદ ! ધન્યવાદ

  4. jigar joshi 'prem' said,

    October 10, 2010 @ 9:59 AM

    વાહ !

  5. urvashi parekh said,

    October 10, 2010 @ 11:26 AM

    સરસ અનુવાદ,

  6. dhrutimodi said,

    October 10, 2010 @ 3:48 PM

    મૂળ કબીરના દોહા સુંદર જ્ઞાનપ્રદ હોય છે. તેમાં આટલો સુંદર અનુવાદ.ગીતામાં કહેવાયેલી વાતને કબીરદાસે લોક્બોલીમાં સરસ રીતે કહી છે.

  7. pragnaju said,

    October 10, 2010 @ 6:23 PM

    સુંદર્
    સરસ ભાવાનુવાદ
    યાદ આવ્યું
    ઘટ ઘટ રામ તિહારો/કવિ સંજુવાળા/રાગ મધુવંતી
    સંત રામાનંદના શિષ્ય બન્યા બાદ કબીર વિશેષ રીતે ભજનો અને સાખીઓની રચના કરતા હતા. કબીરની વાણીમાં સત્યનો રણકો સૌને દેખાય છે. તત્કાલીન સમાજમાં જે રૃઢિવાદ તેમજ જુદા જુદા વાડા હતા તેનો તેમણે વિરોધ કર્યો હતો. તેઓ હંમેશા ઈશ્વરમાં લીન રહેતા હતા. પ્રભુભક્તિ અને સમાજ કલ્યાણ એ બંને બાબતો તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું.પ્રેમપૂર્વક લેવાયેલું એક જ વારનું રામનામ બધાં પાપો બાળી નાખે છેકબીરના સિધ્ધાંત સરળતાથી
    સમજાવતું આ ગીત
    ઘટ ઘટ રામ તિહારો
    અરધ પોતડી જર્જર પહેરણ
    વચ્ચે મ્હાલે ન્યારો…
    ઘટ ઘટ રામ તિહારો…

    તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ.
    વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ …
    ઘટ ઘટ રામ તિહારો…

    બાંધ્યો ના બંધાય તું છાપ-તિલકની પાર. ૨
    પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર.
    તાણે-વાણે ગહનગુંજનો ૨ ઈલમી વણ્યો ઈશારો
    ઘટ ઘટ રામ તિહારો

    તલમાં ચીંધ્યા તેલને ચકમક ચીંધી આગ
    દરિયા દાખ્યા બુંદમાં ભાખ્યા બુંદ અતાગ
    ભક્તનકે મન ભજન બડો,કાજી કહે અજાન
    તે બન્ને પલ્લે રહી ,પરખ્યા એક સમાન
    પૂરણ પ્રગટ્યો સાધુ કડીમા,વાણી વચ્ચે રણકારો
    ઘટ ઘટ રામ તિહારો

  8. Ramesh Patel said,

    October 10, 2010 @ 10:24 PM

    સર્વ શાસ્ત્રોનો બોધ સરળ પદમાં વણી લઈ સંત કબીરે સંસારને અમોઘ શીખ પ્રસાદી ધરી.
    સરસ અનુવાદ માટે ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  9. Subhash K Naik said,

    October 11, 2010 @ 12:34 AM

    Due to poor knowledge of Gujrati Language please give full details explanation of poetry so that I can continues my interest in poetry

  10. marmi kavi said,

    October 11, 2010 @ 9:27 AM

    સરળ ભાવાનુવાદ..

  11. Pinki said,

    October 12, 2010 @ 12:26 PM

    આત્મજ્ઞાનની અનુભૂતિને સરસ વર્ણવી છે.

  12. વિવેક said,

    October 13, 2010 @ 2:25 AM

    સ-રસ!

  13. vasant shah said,

    January 16, 2013 @ 4:07 AM

    KABIR ANE MOHANNI SUNDAR JUGAL JODI !

  14. kaushik A joshi said,

    April 22, 2021 @ 2:46 AM

    વાહ વાહ , ખુબા સુંદર અનુવાદ કર્યો છે જેથી કાવ્ય સારી રીતે સમજી શકાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment