હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

ત્વચા પર – બકુલેશ દેસાઈ

અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી,
અમે છુંદણા થૈ જડાયાં ત્વચા પર.

તમારું સ્મરણ થૈ જતાં માત્રમાં તો,
શીળા સ્પર્શની છે બળતરા ત્વચા પર.

સડોસડ પડે દ્રશ્યના ચાબખા ને-
વીતી જિંદગીના ઉઝરડા ત્વચા પર!

મુલાયમપણાના ગયા સર્પ સરકી…
હવે તો કરચલીની ભાષા ત્વચા પર.

નિકટતા અહીં તો ઘડી બે ઘડીની !
દિવસરાત પ્રસ્વેદી છલના ત્વચા પર.

– બકુલેશ દેસાઈ

વાત વિરહની છે, એ રજૂ કરી છે ત્વચાના માધ્યમથી. કવિએ અલગ ભાત પાડતા કેટલા સચોટ શબ્દ પ્રયોગો વાપર્યા છે એ જુઓ – દ્રશ્યના ચાબખા, કરચલીની ભાષા, પ્રસ્વેદી છલના … વાંચતા અનાયાસ  જ ર.પા.ની ગઝલ હસ્તાયણ યાદ આવી જાય છે.

1 Comment »

 1. ઊર્મિસાગર said,

  November 13, 2006 @ 12:05 pm

  વાહ, ખૂબ જ સુંદર ગઝલ… મઝા આવી ગઇ!
  સાચી વાત છે ધવલભાઇ, આ શબ્દ-પ્રયોગો તો ખૂબ જ ગમ્યાં!

  આમ તો બધા જ શેરો એક-એકથી ચડિયાતા છે પરંતુ પ્રથમ શેર…

  અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી,
  અમે છુંદણા થૈ જડાયાં ત્વચા પર.

  just don’t any word for it…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment