ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?
– નિનાદ અધ્યારુ

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.

સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.

ભગવી  ધજાને ફરફરાવે એ  રીતે,
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.

ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.

પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.

– આકાશ ઠક્કર

આખી ગઝલમાં ટેરવાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ.  ટેરવે વસતાં નગરનું સૂના પડવું જ ટેરવાનાં સ્પર્શને મૃત:પાય કરી જતું હશે…  કે પછી એનાથી ઊલટું પણ થતું હોય…?

5 Comments »

  1. pragnaju said,

    January 6, 2011 @ 5:06 PM

    સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
    લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.
    સરસ
    યાદ આવી ગૌરવની પંક્તીઓ
    મુજથી જ ભૂલાતી નથી એ આપણી ભીની ક્ષણો,
    ભીની મુલાકાતો ફરે છે આંગળીનાં ટેરવે.

    એ તો દગો તેં ભૂલમાં કર્યો હશે એ ખ્યાલ છે,
    આખો અહીં માણસ મરે છે આંગળીનાં ટેરવે.

  2. ડૉ.મહેશ રાવલ said,

    January 6, 2011 @ 11:15 PM

    સરસ ગઝલ.
    સુંદર પ્રતિકો વડે એક અર્થપૂર્ણ ભાવ-વિશ્વ ખડું થયું છે.
    ‘આકાશ’જી….અભિનંદન.

  3. અનામી said,

    January 7, 2011 @ 12:31 AM

    સુંદર…

  4. વિવેક said,

    January 7, 2011 @ 1:21 AM

    સરસ ગઝલ…

  5. Lata Hirani said,

    January 7, 2011 @ 4:48 AM

    આમાઁ

    સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
    લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.

    આ શેર તો કાબિલે દાદ છે જ

    પરઁતુ

    ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે

    પઁક્તિમા જીર્ણ શીર્ણ થતા, વિખરાતા જતા સમયને જીવાડવાની મથામણ મને વરતાય છે..

    લતા જ. હિરાણી
    ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.

    સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
    લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment