કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

દીકરી – મીનાક્ષી કૈલાસ પંડિત

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.

દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.

દીકરી મોટી થઈ જશે ત્યારે ?

– મીનાક્ષી કૈલાસ પંડિત

ગઈકાલે દીકરી વિશે શેફાલી રાજની એક મજાની કવિતા વાંચી. આજે એ જ કાવ્ય સંગ્રહ ‘ત્રિધા’માંથી એવા જ મિજાજની એક કવિતા મીનાક્ષી પંડિતની કલમે…

12 Comments »

 1. Ramesh Patel said,

  August 27, 2011 @ 1:14 am

  દીકરી એટલે માનું પ્રતિબિંબ. સુંદર ભાવ નિરુપણ.

  રમેશ પટેલ(આકાશદિપ)

 2. Rina said,

  August 27, 2011 @ 1:55 am

  daughters are always very very special…

 3. Harikrishna (Harik) said,

  August 27, 2011 @ 3:16 am

  સરસ ખુબ સરસ મારા હિસાબે દિકરિ વિનાના માબાપનુ માવતર અધુરુ

 4. Manan Desai said,

  August 27, 2011 @ 3:21 am

  ખુબ સુંદર આલેખન્…..

 5. amirali khimani said,

  August 27, 2011 @ 10:07 am

  બહુજ સ્રરશ કવિતા મારે ચાર પુત્રિ અને ૩ નવઅસિ ચ્હે અત્લે હુ આ કવિતઅથિ પુત્રિના પ્રેમ્નેસમ્જિ સકુચ્હુ દિક્રિ સઅદઅ વ્હલિ લગેચ્હે અન્ને લક્ષ્મિ ચ્ચ્હૈ

 6. Kartika Desai said,

  August 27, 2011 @ 2:07 pm

  જેને દિકરિ હોય તે સદા આનન્દ-ઉલ્લાસ મ જ રહે.બહુ જ સરસ અભિવયક્તિ….

 7. dr.j.k.nanavati said,

  August 27, 2011 @ 3:34 pm

  બન્ને રચનાઓ મનને ભીની કરી ગઈ….

  દિકરીની સુવાસ હજી છ મહિને પણ ઘરમાંથી
  ગઈ નથી……ભલે એ પતિના ઘરની સુવાસ
  બની મહેકે છે……

  ચાલો આ રચના વાંચીને તમે પણ તમારી લાડકવાયીને
  બે ઘડી પ્રેમથી યાદ કરી લેશો એટલે બંદાની મહેનત સાર્થક…!!!

  મારી એક ડાળીને ફુટી છે પાંખો
  જોતી રહી ઝળઝળતી બન્નેની આંખો

  પાંચીકે રમતી’તી આંગણીયે ત્યાંતો
  વ્હાલપનો દરિયો કોઈ લુંટી ગ્યો આખો

  માવડીયે સીંચી છે પિયરીએ એવી
  સાસરીયે પડશે ના જન્મારો ઝાંખો

  ટોડલીએ ચિતર્યા મોરલીયાને કહી દો
  યાદોનાં ટહુકાને સંભાળી રાખો

  હરખાતી મોલાતે આંસુડા છાંટું
  પરભુજી કેવી આ અવઢવમાં નાખો

 8. Harisrishna (Harik) said,

  August 27, 2011 @ 4:07 pm

  દિકરિનો બાપ જેીવનમા ફક્ત બે વાર સાચે જ રડે એક વાર તેનિ મા મરે ત્યારે અને બિજિવાર દિકરિને સાસરે મોકલતિ વેરા.

  બહેના પાછુવારિને જોજો કશુ ભુલિ તો નથિ ગયા ને
  ખુણે ખાચરે તમારા સભારણા મુકિને તો નથિ ગયા ને
  કશુ ભુલિ તો નથિ ગયા ને

 9. Sudhir Patel said,

  August 27, 2011 @ 10:14 pm

  બન્ને કાવ્યો ખૂબ ભાવ-સભર!
  સુધીર પટેલ.

 10. મીના છેડા said,

  August 28, 2011 @ 10:59 pm

  દીકરી મોટી થઈ જશે ત્યારે ?

  આમ તો આ પંક્તિ દરેક માના મનમાં ચિંતાના વાદળને વધુ ને વધુ ઘેરા કરી દેવા સમર્થ છે… ને છતાંય આ સાથે જ …

  આ પંક્તિ વાંચતા જ મિત્રએ લખેલું ગીત યાદ આવી ગયું …

  કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
  ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
  હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
  સાવ સત્તર વરસની એક છોકરી. – વિવેક ટેલર

  🙂 આ ‘સમજણ’ બધી ચિંતાને કોરે મૂકી દે એવી છે….

 11. Dhruti Modi said,

  August 31, 2011 @ 4:53 pm

  કેટલી બધી યાદો સાથે દીકરી મોટી થાય છે, માતાને જીવનભરનું યાદોનું અનોખું ભાથુ આપી જાય છે. રવીન્દ્રનાથના “કાબૂલીવાલા” ની યાદ આવી જાય છે.

 12. Lata Hirani said,

  September 2, 2011 @ 3:02 am

  દીકરી તો રુમઝુમ ઝાન્ઝર !!!

  સરસ મજાની રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment