ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

ક્યાંક ભેટો થઈ જશે – ડૉ.મહેશ રાવલ

કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

– ડૉ.મહેશ રાવલ

એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !

15 Comments »

  1. Ramesh Patel said,

    September 29, 2010 @ 9:04 PM

    ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
    ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

    તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
    મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

    – ડૉ.મહેશ રાવલ
    શ્રી મહેશભાઈ એટલે શ્વાસેશ્વાસે ગઝલનો રણકાર.
    ખૂબ ગમ્યો આ અંદાજ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. સુનીલ શાહ said,

    September 29, 2010 @ 9:28 PM

    બે વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે પણ મિલનની આશ કવિના હકારાત્મક વલણની પ્રતિતી કરાવે છે. આશા અમર છે..
    સુંદર ગઝલ.

  3. Taha Mansuri said,

    September 29, 2010 @ 9:44 PM

    નખશિખ સુંદર ગઝલ

  4. રશ્મિ said,

    September 30, 2010 @ 2:13 AM

    જેટલો અહીં વિરોધાભાસ છવાયો છે, એટલો આશનો આભાસ પણ પથરાયો છે. જે જીવનમાં હકારાત્મક વણલને જાળવી રાખવા ઉત્તેજન આપે છે…..ક્યાંક ભેટો થઈ જશે.

  5. રાકેશ ઠક્કર said,

    September 30, 2010 @ 4:19 AM

    બહુ જ સરસ ગઝલ
    ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
    ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

  6. Kirtikant Purohit said,

    September 30, 2010 @ 7:27 AM

    ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
    ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

    સરસ ગઝલ્નો ખરેખર આ માર્મિક શેર છે.વાહ્. પોકારાઇ જવાય જ.

  7. pragnaju said,

    September 30, 2010 @ 7:31 AM

    લાં…બી રદીફ વાળી સુંદર ગઝલનો આ શેર ખૂબ ગમ્યો

    ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
    ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈજશે
    યાદ
    મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન
    આ વી ક બૂ I તર સા મ ટાં I નાં ખે નિઃ સા I સા રા ત ભર
    અને
    મઝધારના તોફાનમાં તોફાન કરતો જાઉં છું.

  8. pandya yogesh said,

    September 30, 2010 @ 7:43 AM

    ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
    પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

    ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
    તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

    બહુ જ સરસ ગઝલ ,,,,,,,,,,,,વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્. વાહ્.

  9. વિવેક said,

    September 30, 2010 @ 8:39 AM

    સુંદર ગઝલ… ક્યાંક ભેટો થઈ જશે જેવી રદીફ મહેશભાઈએ બખૂબી નિભાવી બતાવી છે… મોટાભાગના શેર ગમી જાય એવા થયા છે…

  10. jigar joshi 'prem' said,

    September 30, 2010 @ 9:51 AM

    સરસ રદિફ હાથ લાગ્યો છે….મહદ અંશે નિભાવ્યો છે એ ગમ્યું…

  11. dhrutimodi said,

    September 30, 2010 @ 7:03 PM

    લાંબા રદીફવાળી સુંદર ગઝલ.
    ભેંટી શકે તું, એટલું નજદીક છે ઇશ્વરપણું
    ખોવાઈને જ્ડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જ્શે.

  12. deepak said,

    September 30, 2010 @ 11:55 PM

    ખુબ સરસ મહેશભાઈ…

    બધાજ શેર ગમી ગયા… ખુબ સુંદર ગઝલ…

  13. Pinki said,

    October 1, 2010 @ 12:17 AM

    વાહ્… નહિવત શક્યતાઓની વચ્ચે, ક્યાંક ભેટો થઈ જશે,
    એ તો જીંદગીની તાસીર છે .

    એકદમ મહેશઅંકલ સ્ટાઇલની ગઝલ !

  14. ધવલ said,

    October 1, 2010 @ 7:50 AM

    તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
    કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

    -સરસ !

  15. PRADIP SHETH . BHAVNAGAR said,

    October 11, 2010 @ 2:54 AM

    નવા જ નભાવ લઇને આવેલી …ગઝલ ગમી….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment