સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !

ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.

13 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  September 28, 2010 @ 11:15 pm

  વાહ ધવલભાઈ,
  સરસ ગઝલ પોસ્ટ કરી આજે…..
  પ્રફુલ્લાજીએ પ્રફુલ્લિત કર્યા આપણને સુંદર ગઝલ દ્વારા……અંતિમ શેર વધુ ગમ્યો.
  અભિનંદન.

 2. રાકેશ ઠક્કર said,

  September 29, 2010 @ 12:59 am

  સરસ ગઝલ
  ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
  કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

 3. P Shah said,

  September 29, 2010 @ 2:02 am

  ભૂલીએ થોડું અંગત અંગત…..

  આ ભૂલવાની અને હળવાફૂલ થવાની વાત સ્પર્શી ગઈ.

 4. pragnaju said,

  September 29, 2010 @ 5:50 am

  ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
  મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

  મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
  પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.
  વાહ્
  આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,
  આમને આમ મહોરાંજ થયા ચહેરા,
  ને ચહેરા પ્રથમથીજ હતાં મહોરાં

  ………………………………….ભૂલીએ થોડું અંગત અંગત.

 5. dhrutimodi said,

  September 29, 2010 @ 2:36 pm

  સુંદર ગઝલ,
  ચારે બાજૂ દર્પણ મૂકયા ચારે બાજુ ચહેરાઓ છે,
  મોહરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

 6. sudhir patel said,

  September 29, 2010 @ 4:09 pm

  ભાવનગરના પ્રફુલ્લાબેન વોરાની સુંદર ગઝલ માણવી ગમી!
  સુધીર પટેલ.

 7. Kirtikant Purohit said,

  September 29, 2010 @ 4:26 pm

  થોડું અંગત અંગત… છતાઁ સરસ,સ-રસ.

 8. વિવેક said,

  September 30, 2010 @ 8:36 am

  અંગત અંગત રદીફ સરસ રીતે નિભાવી શકાઈ છે… એકંદરે માણવી ગમે એવી ગઝલ…

 9. Pinki said,

  October 1, 2010 @ 12:15 am

  મારી ગમતી ગઝલ.. !

 10. Dhaval Solanki said,

  October 1, 2010 @ 5:13 am

  આ બી. ઍડ કોલેજ્ વાળા જ પ્ર્ફુલ્લા બેન્?
  હુ ધવલ સોલન્કી. ખુબ જ સરસ ગઝલ છે.

 11. Dhaval Solanki said,

  October 1, 2010 @ 5:18 am

  જો પ્ર્ફુલ્લા બેનની ઈ-મેઈલ આઈ ડી મળશે તો ગમશે. હુ તેમની પાસે ભણ્યો છુ

 12. nupur dholakia said,

  October 2, 2010 @ 6:04 am

  wow beautiful ghazal ” angat angat”

 13. chandresh mehta said,

  October 5, 2010 @ 10:51 am

  ચારે બાજૂ દર્પણ મૂકયા ચારે બાજુ ચહેરાઓ છે,
  મોહરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.
  આવુ જ કાઈક
  મુખવટો ઓઢિ ઉભો દેખાય જે તસ્વિર મા એ
  હુ તો નથિ ક્યાક આપ તો નથિ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment