જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
ભરત વિંઝુડા

ચિત્રલેખા, સુ.દ. અને મારો ગરમાળો…

દોસ્તો,

‘ચિત્રલેખા’ના સાડા ચાર લાખ પરિવારના હાથમાં એકીસાથે પહોંચવાનું સપનું કઈ આંખ ન જુએ? આજે આ શમણું સાચું પડ્યું એનો તો આનંદ છે જ પણ સુરેશ દલાલ જેવી માતબર કલમના હાથે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ આનંદ તો કંઈ ઓર જ છે. આ આનંદ આપ સહુ સાથે વહેંચવાનો પણ એક આનંદ છે…  ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

37 Comments »

 1. વિહંગ વ્યાસ said,

  September 18, 2010 @ 1:35 am

  ખૂબજ આનંદ થયો, વિવેકભાઇ. અભિનંદન. સંગ્રહ જોવા આતુર.

 2. Daxesh Contractor said,

  September 18, 2010 @ 2:07 am

  વિવેકભાઈ, ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ …

 3. ડૉ.મહેશ રાવલ said,

  September 18, 2010 @ 2:16 am

  વાહ વિવેકભાઈ….
  શેર લોહી ચડ્યું. ચિત્રલેખાના ઝલક વિભાગમાં શ્રી સુરેશ દલાલની કલમે’ગરમાળો’ના કવિ ડૉ.વિવેક ટેલરનો સર્વાંગ પરિચય કરાવ્યો ગઝલ,અછાંદસ, ગીત અને હાઈકુ -આમ જોઈએ તો બધા કવિતાના જ અંગ કહેવાયને!
  અમારે ત્યાં અહીં કેલિફોર્નીયામાં ય ચિત્રલેખાનું વાર્ષિક લવાજમ ભર્યું છે-નિયમીત વંચાય છે હો..!
  હવે તો ગરમાળો જલ્દી હાથવગો થાય અને માણીએ બસ, એની પ્રતીક્ષા રહી.
  -અમારા બધા તરફથી ખૂબ-ખૂબ અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ.

 4. jjugalkishor said,

  September 18, 2010 @ 2:50 am

  તમારો એસએમએસ મળ્યો હતો. ચિત્રલેખા આવતું નથી પણ ધારતો હતો કે કોઈ તો એની ઝલક બતાવશે જ.

  સુરેશ દલાલ દ્વારા થતું વિવેચન વિવેકપૂર્ણ જ હોય. ‘ગરમાંળો’ના કવિને એમણે તો આજ ઓળખ્યા; નેટજગતને તો આ કવિ ઉનાળુ નહીં પણ ‘કછડો બારેમાસ’ છે !

  તમારા કાવ્યસંગ્રહની રાહ જોઈશું. અભિનંદન સાથે…

 5. hirabhai said,

  September 18, 2010 @ 3:36 am

  abhinandan vivekbhai ame garmalani rah joishu.

 6. Pushpakant Talati said,

  September 18, 2010 @ 5:41 am

  વાહ ! સરસ.
  અભિનન્દન – અભિનન્દન – અને
  હ્રદય પુર્વક ના અભિનન્દન .

  ચિત્રલેખા ના અમો નિયમિત વાચક હોવાથી આ સમાચારથી વધુ આનન્દન થયો. હવે તો ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ આ બન્ને હાથ લાગે તેની જ રાહ જોવાની ને ! ! ! – વહેલી વહેલી બન્ને પ્રતો મળે તે સબબ We Are Waiting With Zest & Eager.

 7. Rajul Shah said,

  September 18, 2010 @ 6:56 am

  અભિનંદન વિવેકભાઇ,

  ચિત્રલેખામાં ને સુરેશ દલાલ એ અભિન્ન અંગ છે ત્યાં સુરેશ દલાલ દ્વારા તમારી ઉપસ્થિતિ જાણે સોનામાં સુગંધ ભળી.

 8. marmi kavi said,

  September 18, 2010 @ 7:03 am

  વિવેક ભાઈ ખૂબ-ખૂબ અભિનંદન…
  ગરમાળાના પીળા ફૂલો અને શ્વાસમાં વહેતા શબ્દો જલ્દી પ્રગટ થાય….અને અમે માણીએ…

 9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 18, 2010 @ 7:18 am

  આનંદ! આનંદ! આનંદ!

 10. સુનીલ શાહ said,

  September 18, 2010 @ 7:27 am

  આનંદ…અભિનંદન મિત્ર.

 11. Bharat Trivedi said,

  September 18, 2010 @ 7:46 am

  વિવેકભાઈ, પ્રથમ પુસ્તક્ના પ્રકાશનનો આનંદ ઘરમાં પુત્ર-જન્મથીય અધિક મને તો લાગ્યો’તો! તમારો આનંદ ક્લ્પી શકું છું. તમારી શબ્દ-સાધના ખૂબ ખૂબ ફળે અને ગુજરાતી સાહિત્યને તમારા થકી ઉત્તમમાં ઉત્તમ કાવ્યો મળતાં રહે તેવી શુભ કામના સાથે.

  -ભરત ત્રિવેદી

 12. Vijay Shah said,

  September 18, 2010 @ 8:49 am

  અભિનંદનો
  પાંચ વર્ષની વેબ કાવ્ય સફર પુસ્તક સ્વરુપે જન્મી ગૈ તે આનંદના સમાચાર થી મન પુલકીત થઇ ગયુ એક નહી પણ અનેકાનેક આવી સફળતાઓ મળે તેવી શુભેચ્છાઓ

 13. ધવલ said,

  September 18, 2010 @ 9:18 am

  આ તો સોનામાં સુગંધ જેવી વાત છે… અભિનંદન !

 14. Jayshree said,

  September 18, 2010 @ 10:38 am

  અભિનંદન … અભિનંદન…

 15. Chandresh Thakore said,

  September 18, 2010 @ 11:02 am

  વિવેક્ભાઈઃ ગુજરાતી સાહિત્યમાં સુરેશભાઈનું સ્થાન અજોડ છે. એમની બહુમુખી પ્રતિભામાં વિવેચક તરીકેનું પાસું પણ આગવું છે. ચિત્રલેખાના સાડા ચાર લાખના પરિવાર સમક્ષ એમના શબ્દો પહોંચે એનો નશો તો સ્વાભાવિક છે, પણ આજ શબ્દો એમણે એકાદા અંગત પત્રમાં તમને લખ્યા હોત તો યે એટલા જ કિંમતી લેખાત … અભિનંદન. “ગરમાળા”ની રાહ જોઉં છું.

 16. sudhir patel said,

  September 18, 2010 @ 12:47 pm

  વિવેકભાઈ, ચિત્રલેખામાં ઝલકવા બદલ અભિનંદન અને ‘ગરમાળો’ ના પ્રાગટ્યની આતુરતાપૂર્વક રાહ અને આગોતરી શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 17. jigar joshi 'prem' said,

  September 18, 2010 @ 12:53 pm

  તમારો મેસેજ મળ્યો ને ચિત્રલેખા વાંચ્યું. પરમ આદરણીય સર્જક શ્રી સુરેશભાઇની કલમનો સાથ પ્રથમ સંગ્રહમાં જ સાંપડ્યો એ ધન્યતાની ક્ષણ છે, આજીવન-ભાથુ છે. આપના આ (ભાવિ)કાવ્ય સંગ્રહ-પ્રાગટ્ય નિમિત્તે આકાશભરીને શુભેચ્છાઓ…નવી શક્યતાઓના કમાડ ખુલશે-આપના આ કાવ્યસંગ્રહથી…

 18. Gunvant Thakkar said,

  September 18, 2010 @ 1:42 pm

  વિવેકભાઇ ખુબ આનંદ થયો મારા આપને હદય પૂર્વકના અભિનંદન.

 19. Ramesh Patel said,

  September 18, 2010 @ 4:03 pm

  ડૉ.શ્રી વિવેકભાઈ
  ઉત્તમ સાહિત્યનો ઉજાશ ઘરઘર પહૉંચવો જોઈએ, અને આ બાબત આપની ગળથૂંથીમાં સમાયેલી છે.
  શ્રી સુરેશ દલાલ , એક પોતિકી વિવેક શૈલી વડે વિવેચન કરી લેખ આપે છે એનો હું વર્ષોથી ચાહક વાચક છું.
  આપની કલમને મળેલ ગૌરવ માટે ખૂબખૂબ અભિનંદન અને સદા ગરમાળા જેવા રંગે રમતું રહે,
  ગઝલ નિખારતું રહે એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 20. Girish Parikh said,

  September 18, 2010 @ 8:10 pm

  વિવેકભાઈઃ
  શબ્દપૂર્વક અને હૃદયપૂર્વક મબલખ અભિનંદન. તમારું કવિતાનું મુદ્રિત થઈને પ્રગટ થનાર પ્રથમ પુસ્તક છે ‘ગરમાળો’, અને બીજું મુદ્રિત પુસ્તક હશે ‘શબ્દો છે શ્વાસ મારા’. બન્ને પુસ્તકો જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં પહોંચે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના કરું છું.
  બન્ને પુસ્તકોના પ્રકાશક કોણ છે?
  જણાવવાની રજા લઉં હું કે મારા ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક માટે યોગ્ય પ્રકાશકની શોધમાં છું.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

 21. Girish Parikh said,

  September 19, 2010 @ 12:08 am

  પુસ્તકના પ્રકાશકનું નામ, સરનામું તથા વેબ સાઈટનું નામ, દુનિયામાં કોઇ પણ સ્થળે એ કેવી રીતે મેળવી શકાય, પૃષ્ઠ સંખ્યા, મૂલ્ય, વગેરે માહિતી આપી હોત તો સારું. અલબત્ત, સુરેશભાઈનું રસદર્શન રસમય છે, પણ પુસ્તકને ઘેર ઘેર પહોંચાડવું હોય તો એનો પ્રસાર સરળ કરવો જોઇએ એમ આ લખનાર નમ્રપણે માને છે.
  ‘ગુજરાત ટાઈમ્સ’ના ‘સપ્તક’માં રમેશભાઈ તન્ન્નાનાં સુંદર પુસ્તક-અવલોકનો પુસ્તક મેળવવા અંગેની કેટલીક માહિતી આપે છે.

 22. વિવેક said,

  September 19, 2010 @ 1:42 am

  પુસ્તકના પ્રકાશકનું નામ, સરનામું, પૃષ્ઠ સંખ્યા, મૂલ્ય વગેરેની માહિતી હજી મને જ નથી… માત્ર કવિતાઓ જ નક્કી થઈ શકી છે… મોટાભાગે હું જાતે જ બંને પુસ્તકો એકસાથે પ્રગટ કરીશ.

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

 23. વજેસિંહ પારગી said,

  September 19, 2010 @ 4:32 am

  ડો. સાહેબ, અભિનંદન।

  સંવેદનાની નાડ પારખતા રહો ને નિરામય કવિતા આપતા રહો એવી શુભેચ્છા. તમારો કાવ્યસંગ્રહ સાહિત્યજગતનું આભૂષણ બની રહે એવી શુભ કામના।
  – વજેસિંહ પારગી, અભિયાન

 24. sapana said,

  September 19, 2010 @ 9:30 am

  અભિનંદન.વિવેકભાઈ..ખૂબ જ ખુશી થઈ ..ગરમાળા માટે અને ચિત્રલેખામાં જાણકારી થઈ એ માટે..જ્યારે બ્લોગ પરિવારમાંથી આવું કાંઇક બને ત્યારે ઘરમાં ઉત્સવ થયો હોય એવું લાગે છે..ફરી એકવાર મુબારકબાદ..
  સપના

 25. Deval said,

  September 20, 2010 @ 2:09 am

  Khub Khub Khub abhinandan Vivek ji….eagerly waiting for the sangrah….

 26. Pinki said,

  September 20, 2010 @ 2:28 am

  અરે… વાહ !
  ખૂબ ખૂબ અભિનંદન !

  ગરમાળો તો મારું પણ ગમતું ગીત
  કો’ક વાર તો મને લાગે છે કે, તમારી ગઝલો કરતાંય ગીત ચઢી જાય 🙂

 27. કિરણસિંહ ચૌહાણ said,

  September 20, 2010 @ 9:38 am

  યે તો મેરે યાર કા સંગ્રહ હૈ, યે તો મેરે યાર કા સંગ્રહ હૈ,
  (પણ કૉમેન્ટ્સ પઢકે) લગતા હૈ જૈસે સારે સંસાર કા સંગ્રહ હૈ. ઢેંટેંટેં ટેંટેંટેંટેંટેંટેં ઢેંટેંટેં ટેંટેંટેંટેંટેંટેં

 28. Pancham Shukla said,

  September 20, 2010 @ 12:43 pm

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ. સંગ્રહની તૈયારી અને સુ.દ.ની ઝલક બન્ને માટે. બેય સંગ્રહો અત્યારથી જ વિશલિસ્ટમાં મૂકાઈ ગયા છે.

 29. Dr. J. K. Nanavati said,

  September 20, 2010 @ 2:09 pm

  વાહ,

  શબ્દો છે મારા શ્વાસ, એમ કહી કહીને ગરમાળો

  પાઈ દીધો…!!!!!!!

  અભિનંદન દોસ્ત….

  ડો. નાણાવટી

 30. Girish Parikh said,

  September 21, 2010 @ 8:20 pm

  વેબ સાઇટો અને બ્લોગો પર પોસ્ટ થયેલાં વિવેકનાં કાવ્યો મેં મન ભરીને માણ્યાં છે, કોઇ કોઇ કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા છે, અને એક અછાંદસ કાવ્યને અંગેજીમાં અવતાર પણ આપ્યો છે. (જુઓ બ્લોગઃ http://www.girishparikh.wordpress.com).

  મારો આત્મા કહી રહ્યો છે કે વિવેકના પ્રગટ થનાર બંને કાવ્યસંગ્રહો, ‘ગરમાળો’, અને ‘શબ્દો છે શ્વાસ મારા’, ગુજરાતી ભાષાનાં અમૂલ્ય રત્નો પૂરવાર થશે.

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 31. Girish Parikh said,

  September 21, 2010 @ 9:58 pm

  વેબ સાઇટો અને બ્લોગો પર પોસ્ટ થયેલાં વિવેકનાં કાવ્યો મેં મન ભરીને માણ્યાં છે, કોઇ કોઇ કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા છે, અને એક અછાંદસ કાવ્યને અંગેજીમાં અવતાર પણ આપ્યો છે. (જુઓ બ્લોગઃ http://www.girishparikh.wordpress.com).
  મારો આત્મા કહી રહ્યો છે કે વિવેકના પ્રગટ થનાર બંને કાવ્યસંગ્રહો, ‘ગરમાળો’, અને ‘શબ્દો છે શ્વાસ મારા’, ગુજરાતી ભાષાનાં અમૂલ્ય રત્નો પૂરવાર થશે.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 32. prabhat chavda said,

  September 23, 2010 @ 10:52 pm

  ખુબ સરસ

 33. Girish Parikh said,

  October 4, 2010 @ 5:40 pm

  ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !
  વિવેકભાઇઃ તમે તમારા બે કાવ્યસંગ્રહો (‘ગરમાળો’ અને “શબ્દો છે શ્વાસ મારા’) પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાના છો ત્યારે ત્રીજો કાવ્યસંગ્રહ તૈયાર કરવાના અને પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાનું નમ્ર સજેશન કરું છું. ત્રીજા કાવ્યસંગ્રહનું શિર્ષકઃ ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો ! ઉપશિર્ષકઃ (Tentative): ‘લયસ્તરો’ વેબસાઈટમાંથી ૧૦૦ શ્રેષ્ઠ કાવ્યો, એમના રસમય અસ્વાદ અને કેટલાક પ્રતિભાવ.
  ” ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !” પુસ્તક શાળાઓ અને/અથવા કોલેજોમાં પાઠ્યપુસ્તક થઇ શકે. આ શક્યતા હોવાથી યોગ્ય પ્રકાશક પોતાના ખર્ચે એને પ્રગટ કરવા તૈયાર થશે એમ માનું છું.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

 34. વિવેક said,

  October 5, 2010 @ 1:38 am

  શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…

 35. વિવેક said,

  October 5, 2010 @ 1:43 am

  શ્રી ગિરીશભાઈ,
  આપના સૂચનો બદલ આપનો સવિશેષ આભાર…

 36. sandip thaker said,

  January 11, 2011 @ 11:33 pm

  after so many years may be more than 20 years i heard your name in Canada. remember you and read your blog.
  very nice. excellent work. best wishes for your new poetbook.

 37. વિવેક said,

  January 12, 2011 @ 1:37 am

  આભાર, દોસ્ત!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment