આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

ગઝલ – હેમેન શાહ

Monsoon masti

*

રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે

સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે

આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે

હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે

ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

-હેમેન શાહ

સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….

24 Comments »

  1. અનામી said,

    September 17, 2010 @ 12:50 AM

    હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છે

    ક્યાં છે ઉંમર હવે પલળવાની
    વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

    વાહ….

  2. ડૉ.મહેશ રાવલ said,

    September 17, 2010 @ 1:02 AM

    શ્રી હેમેનભાઈની થોડામાં ઘણું કહેતી સરસ ગઝલ.
    પાણીની તિક્ષ્ણતા અને જૂના પ્રસંગ વાગવાની વાત વધારે ગમી.

  3. Manhar M.Mody said,

    September 17, 2010 @ 1:04 AM

    સરસ ગઝલ. વરસાદમાં ભીંજવે તેવી મોન્સુન મસ્તી.

    -‘મન’ પાલનપુરી

  4. હેમંત પુણેકર said,

    September 17, 2010 @ 5:24 AM

    સુંદર ગઝલ!!! કંઈક જૂના પ્રસંગ અને વક્ર વર્ષાનો વ્યંગ ખાસ ગમી ગયાં.

  5. Abhijeet Pandya said,

    September 17, 2010 @ 5:32 AM

    સુંદર રચના.

    હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છે

    સરસ શેર .

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

  6. Pushpakant Talati said,

    September 17, 2010 @ 6:27 AM

    અરે ભૈ વાહ ! – અરે ભૈ વાહ !! – અરે ભૈ વાહ !!!

    બાકી કહેવુ પડે હો !

    આખી સળન્ગ રાતનુ કાનમા વાગતુ અને ગુન્જતુ જલતરન્ગ.
    બંસી સાથે મૃદંગ સમા વર્ષા ના સુસવાટાઓ અને કડાકા-ભડાકાઓ.

    વળી કવિએ આલેખેલી ” પાણીની તીક્ષ્ણતા ?” આહ – અફલાતુન.
    દરેક SENSIBLE માણસને પોતાના જીવનના અનેક જૂના પ્રસંગ ની યાદના તીર વાગે જ વાગે – તેમા મીન-મેખ નથી જ, પછી ભલે ને પલળવાની ઉમર હોય કે ન હોય. ! !! ? જો કે પલળવા ને અને ઉમર ને શુ લેવા દેવા ?

    હેમેનભાઈ શાહની રચના ખરે ખર વિચાર તો માન્ગી જ લેય છે હો !

  7. pragnaju said,

    September 17, 2010 @ 6:40 AM

    સુસવાટા અને કડાકાઓ
    બંસી સાથે મૃદંગ વાગે છે

    હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છેસ રસ
    યાદ આવી
    નાગણ જેવી સીમ વછુટી
    ધસી આવતી ઘરમા…
    ભીંતે ભીતે ભાર પડ્યા
    હુ ભરતભુરૂં ઉંબરમા ..
    ચાસ પડ્યા તારા ચૌટામાં
    હું અંધારા ઓઢું
    ગોરંભો…………

  8. Kalpana said,

    September 17, 2010 @ 6:43 AM

    કાવ્યમા ભાવ તિક્શ્ણ એવા છે કે હ્ર્દય ભીઁજવી દે છે. કવીની વાણી વાચકના ભૂતકાળના ઓરડા ખોલી ખૂણેખૂણા તરબોળ કરે છે.
    આભાર વિવેકભાઈ
    કલ્પના

  9. preetam lakhlani said,

    September 17, 2010 @ 8:42 AM

    Hello હેમેન્, તારી ગઝલ અને બરસાતની છબીમા, નરગીશજીને વરસતા જોઈ ખુશ થઈ ગયો..
    અ હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છે

    ક્યાં છે ઉંમર હવે પલળવાની
    વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે
    આ બને શેર વાચી મજા આવી ગઈ…..
    મૉન્સૂન મસ્તી’ બે દિવસ પહેલા જ મલ્યો, હજી લગી પાના ઉઠલાવાનો અવસર મલ્યો નથી…….

  10. સુનીલ શાહ said,

    September 17, 2010 @ 9:10 AM

    ખૂબ સુંદર…છેલલા બે શેર વિશેષ સ્પર્શી ગયા.

  11. jigar joshi 'prem' said,

    September 17, 2010 @ 10:30 AM

    ક્યા બાત હૈ ! વાહ ! બેઉ કવિઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  12. sudhir patel said,

    September 17, 2010 @ 10:34 AM

    વાહ, હેમેન શાહની અફલાતુન વરસાદી ગઝલ માણી ‘બિન બાદલ બરસાત’ થઈ ગઈ!
    કવિશ્રી હિતેન આનંદપરાને આવા સુંદર સંપાદન બદલ હાર્દિક અભિનંદન!!
    સુધીર પટેલ.

  13. Kirtikant Purohit said,

    September 17, 2010 @ 10:46 AM

    આ શેર વિશેષે કરી ગમ્યો. સરસ.

  14. Kirtikant Purohit said,

    September 17, 2010 @ 10:47 AM

    આ શેર વિશેષે કરી ગમ્યો. સરસ.

    હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છે

  15. Gunvant Thakkar said,

    September 17, 2010 @ 11:17 AM

    વિશેષ રૂપે સુફીવાદની રચનાઓમા ખેડાતા આ છંદમા વરસાદી રંગોળી …. ખુબ સુંદર

  16. dhrutimodi said,

    September 17, 2010 @ 1:46 PM

    સુંદર ગઝલ સંગીતમય ગઝલ.

  17. sapana said,

    September 17, 2010 @ 4:35 PM

    જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
    એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
    બરકત વિરાણી ‘બેફામ’

    હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
    કંઈક જૂના પ્રસંગ વાગે છે..વાહ હેમેનભાઈ ક્યા બાત હૈ
    સપના

  18. himanshu patel said,

    September 17, 2010 @ 7:17 PM

    સરસ વરસાદી મસ્તી ભરેલી ગઝલ.

  19. Pinki said,

    September 20, 2010 @ 2:30 AM

    વરસાદમાં ભીંજાવાની તક આપવા બદલ સંદીપભાઇ અને હિતેનભાઇને અભિનંદન !

  20. Pinki said,

    September 20, 2010 @ 2:33 AM

    વાહ્… મસ્ત ગઝલ !
    રદીફ અને કાફિયા વરસાદને વધુ મસ્ત બનાવે છે.

    આ તો છાંટા છે, હો તમે પંડિત
    કે હો હાજી મલંગ, વાગે છે…. સરસ વાત !

  21. dangodara vinod said,

    September 20, 2010 @ 8:42 AM

    ક્યાં છે ઉંમર હવે પલળવાની
    વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

    મસ્ત ગઝલ !

  22. કિરણસિંહ ચૌહાણ said,

    September 20, 2010 @ 9:28 AM

    હેમેન શાહની ગઝલ વાંચવા મળે એ જ બહુ મોટી અને આનંદની વાત. સુંદર ગઝલ.

  23. Pancham Shukla said,

    September 20, 2010 @ 12:58 PM

    સરસ ગઝલ. બીજા બધા શેર કરતા આ શેરે એની અરુઢતાને લીધે ખાસ ધ્યાન ખેંચ્યું. એમાંય મુંબઈના કવિ પાસેથી હાજી મલંગનો ઉલ્લેખ ધ્યાનાર્હ છે. કલ્યાણના હાજી મલંગની રમણીયતા સહુ કોઈને સ્પર્શે- એક અર્થમાં મીઠી વાગે પણ

    આ સાથે પૂરક માહિતી.

    http://kalyan-city.blogspot.com/2010/08/haji-malang-dargah-near-kalyan-city.html

    http://en.wikipedia.org/wiki/Malanggad

  24. nalin suchak amdavad said,

    September 24, 2010 @ 8:09 AM

    આનન્દ્ પરા ની નજરૅ, વરસાદ જો / કેમ ન આવે “રમેશ ” યાદ જો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment