કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
બરકત વિરાણી 'બેફામ'

(અમસ્તુ ગમવું છે!) -સુધીર પટેલ

સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !

દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !

સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !

વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !

રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !

થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.

ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !

-સુધીર પટેલ

શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.

16 Comments »

 1. sapana said,

  September 15, 2010 @ 1:35 pm

  વાહ સુધીરભાઈ શું વાત છે?આમ આમ અમસ્તી ગઝલ બની ગઈને મને ગમી ગઈ..
  સપના

 2. Kirtikant Purohit said,

  September 15, 2010 @ 4:05 pm

  સુધીરભાઇની હમેશ મુજ્બ તાજ્ગી અને નવપલ્લવિત કલ્પનોની ગઝલ ગમી ગઇ.

 3. pragnaju said,

  September 15, 2010 @ 5:58 pm

  સૌના મનમાં રમવું છે,
  એમ અમસ્તુ ગમવું છે !
  મઝાનો મત્લા
  યાદ
  ફૂટ્યું નથી અમસ્તુ આ ઝરણું ગઝલ તણું,
  કાગળ હૃદય ને લાગણી થઈ ગઈ કલમ હશે.
  તારા ગયા પછી પણ મહેંકી રહ્યું છે મન,
  વાતાવરણમાં તારી રહી ગઈ અસર હશે.
  ..

 4. Bharat Trivedi said,

  September 15, 2010 @ 6:36 pm

  સાતમાંથી પહેલા પાંચ શેર ગમ્યા ને શિરાની જેમ સીધી હલકમાં ઊતરી પણ ગયા.સુધીર પટેલ બેશક આપણા એક સારા ગઝલકાર છે.

  -ભરત ત્રિવેદી

 5. urvashi parekh said,

  September 15, 2010 @ 8:39 pm

  સરસ વાત,
  મનની ઈછાઓ સરસ રીતે શબ્દો માં મુકી શકાણી છે.

 6. Abhijeet Pandya said,

  September 15, 2010 @ 11:40 pm

  સુંદર ગઝલ.

  સૂર્ય ભલે ચમકે દિવસે,
  અંધારે ટમટમવું છે !

  અિભજીત પંડ્યા તથા ભાવનગર બુધસભાના સર્વે કિવિમત્રો તરફથી અિભનંદન.

 7. ઉલ્લાસ ઓઝા said,

  September 16, 2010 @ 4:59 am

  સુંદર ગઝલ.
  મહાન થઈને પણ મૃદુતા છોડવી નહી તેવી ગહન વાત સુધીરભાઇ સરળ રીતે સમજાવી ગયા.
  આભાર.

 8. વિવેક said,

  September 16, 2010 @ 5:25 am

  સુંદર સરળ ગઝલ !

 9. pragnaju said,

  September 16, 2010 @ 6:47 am

  સરસ ગઝલનો મસ્ત મત્લાનો શેર
  અધ્યાત્મ માર્ગે શબ્દનું આલંબન એક ચરણ સુધી સ્વીકાર્ય હોઈ શકે; ત્યાર પછી તે ઘટતું જાય તે ઈચ્છનીય બને છે; ક્યારેક આવશ્યક પણ.વાણીના ચાર પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. ચારેય વાણી મૌન થાય ત્યારે તે શુદ્ધ મૌન કહેવાય છે.

 10. dhrutimodi said,

  September 16, 2010 @ 2:44 pm

  ટૂંકી બહેરમાં કહેવાયેલી સુંદર ગઝલ.

 11. સુનીલ શાહ said,

  September 16, 2010 @ 11:12 pm

  સુંદર ગઝલ.

 12. himanshu patel said,

  September 19, 2010 @ 10:35 pm

  સરસ ગઝલ ગમી વાંચવાની

 13. Pinki said,

  September 20, 2010 @ 2:36 am

  વાહ્… સુંદર લયાન્વિત ગઝલ !

 14. dangodara vinod said,

  September 20, 2010 @ 8:39 am

  દરિયો થૈ ના અટકું ક્યાંય
  ઝરણાં જેવું ભમવું છે !

  સરસ

 15. rakesh said,

  September 24, 2010 @ 10:39 pm

  wah sudhirbhai ugi jau dilma e rite athamvu che. mare pan

 16. DIPAK said,

  March 26, 2011 @ 12:49 pm

  આ કાવ્ય ઘણુ સુન્દર ચ્હે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment