નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
ઉર્વીશ વસાવડા

મુક્તક -બકુલેશ દેસાઈ

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

10 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    September 9, 2010 @ 12:48 AM

    વરસાદી માહોલમાં મુક્તક વાંચવાની મજા આવી.

  2. ઉલ્લાસ ઓઝા said,

    September 9, 2010 @ 2:32 AM

    અળગા રહેવું, હું-પણા નો ભાવ માનવીને ડુબાડી દે છે – સુંદર મુક્તક.

  3. Kalpana said,

    September 9, 2010 @ 3:14 AM

    આ વ્યથા ભારી છે. બકુલેશ્ભાઈ એક એવા ચિતારા છે કે ઊર્મિ આબેહૂબ ચિતરે. ઊઁધેથી લઈએ તો હુઁપણામા હળવાશ લાવીએ તો કાગદી હોડી વરસાદના આછા આછા વહેતા પાણીમા સહેલાઈથી તરે. ષાહીની હેલી પોતાપણાના ભાવથી સૌના હૈયાઓ ઉમઁગથી ભરે. ઊર્મિસભર કાવ્યો રચાય અને સોઁસરવો વરસાદ સૌને હેતથી ભીઁજવે મોરલાની જેમ નચાવે.

    હુઁપણાનો ભાર ઉતારી હળવા બનો.

    હળવાષથી સૌના પર હેત લાવી ભિઁજવતા રહો, હેતને ઓળખો અને ભિઁજાતા રહો, સૌના ભાવમા ભીઁજાઇને હૈયા ભીના ભીના રાખો.

    જો જાતથી જુદાપણુ રાખો તો બીજાની ક્યાઁ વાત કરવી?

    અભિનન્દન બકુલેષભાઈ

    કલ્પના(તમારા લન્ડનવાળા વસુધાબહેનની દેરાણી)

  4. રશ્મિ said,

    September 9, 2010 @ 3:19 AM

    વરસાદ ને માનવીની લાગણીઓ વચ્ચે ક્યાંક સમાનતા છે, તો ક્યાંક જુદાપણું. વરસાદ વરસે છે જ્યારે કદીક લાગણીઓ વરસે હોવા છતાં કોરી રહી જાય છે……ખરેખર એક સારો પ્રયાસ ઉપર જોવા માળ્યો.

  5. ધવલ said,

    September 9, 2010 @ 4:10 PM

    વાહ !

  6. pragnaju said,

    September 9, 2010 @ 7:13 PM

    હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.
    સરસ
    ‘હુંપદ’ વાળો માનવી ફદફદ થાયને તે દુઃખી દુઃખી થાય. ગુજરાતના સંત પુનિત જે ગુજરાતના નરસિંહ મહેતા કહેવાય છે તેમની અભિમાન પામર-જીવ વિશેની પંક્તિઓ સમજવા જેવી છે. ‘શબ્દો કેરી ચતુરતામાં અહંકારી કરતો લાંબી વાતો, પ્રેમતણો એમાં નહિ છાંટો, એ અંધાપાનો પાટો. વાતે વાતે લડાઈ કરતો ડગલેપગલે પાડે વાંધો, પાડે એ જુદો અહંકારી ફાંટો, એ હુંપણાનો કાંટો. પુનિત એવા પામર જીવની દયા દિલથી ખાતો.’ સ્વામી રામકૃષ્ણ પરમહંસે અભિમાન વિશેની વાત સુંદર સરળ રીતે સમજાવી છે.

  7. Pushpakant Talati said,

    September 10, 2010 @ 7:51 AM

    ઘણુ જ સરસ – ક્રુતિ ગમી .
    તે ઉપરાન્ત Kalpanaબહેન અને pragnaju તરફથી પોસ્ટ થયેલી કોમેન્ટ્સ પણ અફલાતુન લાગી.
    દરેક ને અભિનન્દન

  8. Pinki said,

    September 11, 2010 @ 7:20 AM

    વાહ્.. !

  9. dhrutimodi said,

    September 13, 2010 @ 3:05 PM

    સુંદર મુક્તક.
    હુંપણાના ભારથી ડૂબી જશે હોવપણું.
    વાહ, વાહ!!!

  10. Kirtikant Purohit said,

    September 13, 2010 @ 3:34 PM

    વાહ બકુલેશભાઇ… મુક્તક વાઁચ્યુઁ તો જાણે મલ્હાર સાઁભળ્યો તેવી મઝા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment