મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

મુક્તક -શોભિત દેસાઈ

હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.

-શોભિત દેસાઈ

નવરંગી નશો… આહાહાહા !!!  🙂

10 Comments »

  1. Girish Parikh said,

    August 12, 2010 @ 7:24 PM

    ‘હું’ને હું શોધી રહ્યો (કે રહી) છે એ જ જિંદગીની રમત છે ને! ‘હું’ને જાણનારા કોઈ વીરલા (કે વીરલી!) જ હોય છે.

    પન્નાલાલ પટેલની આ લખનારને અમદાવાદના એમના સ્વાતિ બંગલામાં મુલાકાત થયેલી ત્યારે એમના સુપુત્રની હાજરીમાં એમણે કહેલા શબ્દો હું કદી નહીં ભૂલું: “હું કુણ છું એ હું જ જાણું છું!”

    –ગિરીશ પરીખ

  2. Jiny said,

    August 13, 2010 @ 12:03 AM

    Its too good ! The feeling of I am everything and yet i am nothing…

  3. ભાર્ગવ ઠાકર said,

    August 13, 2010 @ 1:09 AM

    ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત.

  4. pragnaju said,

    August 13, 2010 @ 7:13 AM

    ખૂબ મધુરુ મુક્તક
    કહેકશાંમાં -શબ્દ માણતા મન જૂની યાદમા ઉતરી ગયું.
    ૧૯૪૭મા અમે અમદાવાદમા હતા ત્યારની વાત.
    જગન્નાથ આઝાદ લાહોરના કવિ તિલોકચંદ મહરુમના પુત્ર હતા.તેમણે લખેલું ગીત
    “અય સરઝમીને પાક
    ઝર્રે તેરે હૈ આજ સિતારોં સે તાબનાક
    રોશન હૈ કહેકશાં સે કહીં આજ તેરી ખાક
    અય સરઝમીને પાક”
    છ મહિના સુધી પાકિસ્તાનનું રાષ્ટ્રગીત રહ્યા બાદ સપ્ટેમ્બર, ૧૯૪૮માં ઝીણાના ઇન્તેકાલ પછી હાફીઝ જલંધરીના ગીતને રાષ્ટ્રગીત તરીકે અપનાવાયું હતું.

  5. pragnaju said,

    August 13, 2010 @ 7:25 AM

    “અંતિમ દશામાં હું જ છું.” વાંચતા યાદ આવ્યો ગાલિબનો શેર, :
    ન થા કુછ તો ખુદા થા,
    કુછ ના હોતા તો ખુદા હોતા,
    ડૂબોયા મુઝ કો હોને ને,
    ન હોતા મૈં તો ક્યા હોતા’. મતલબ, મારી પાસે આ નામ -રૂપ-શરીર-ઓળખ નહોતાં ત્યારે હું ઈશ્વર-ચેતના-આત્મા જ હતો, કંઇ ન હોત તો હું ભગવાન હોત.આ તો જન્મ થયો, અસ્તિત્વ મળ્યું એમાં હું ડૂબ્યો, બાકી જો ‘હું’ હોત જ નહીં તો શું હોત!તરત સમજાય કે અરે, આવી જ વાત તો શંકરાચાર્ય કહી ગયા છે. ફરક એટલો જ કે ગાલિબે ઉર્દૂમાં લખ્યું, શંકરાચાર્યે સંસ્કૃતમાં.બાકી, વાત તો એક જ છે : ચેતના પર શરીર, ઓળખ, અસ્તિત્વના આવરણો લપેટાવાને કારણે આપણે ઈશ્વરત્વ ‘ગુમાવી’ બેસીએ છીએ, બાકી તો આપણે ઈશ્વર જ છીએ. આવી ગહન વાત, કેટલા સરળ શબ્દોમાં!

  6. ધવલ said,

    August 13, 2010 @ 7:46 AM

    સરસ ! પ્રજ્ઞાબેનની વાત બહુ ગમી !

  7. Satish Dholakia said,

    August 13, 2010 @ 10:08 AM

    આપાણ બધિજ પ્રવ્રુતિઓ ભ્રમ ને ભુસવનિ જ નથિ શુ ? ઉમ્દા મુક્તક !

  8. Kirtikant Purohit said,

    August 13, 2010 @ 10:42 AM

    હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.

    સરસ અભિવ્યક્તિ આન્તરમનની.

  9. Chintan Dave said,

    August 15, 2010 @ 6:24 AM

    ખરેખર.. હુ સતિસભાઈએ જે કહ્યુ તેનાથી એકદમ સંમત છું… આ જીવનને પ્રકાશીત કરતી આ રચના ખુબ જ સરસ છે..

  10. Dr.Vinod joshi said,

    August 22, 2010 @ 3:09 AM

    અદભૂત મુક્તક …..ક્યા બાત હૈ.. વાહ ભાઈ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment