નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ

મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…  🙂

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

tahuko-award-pic

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

30 Comments »

 1. Rasheeda Damani said,

  August 10, 2010 @ 12:00 am

  Heartiest Congratulations to Tahuko.com team for the job well done and all the best wishes for the future.
  This is a great service to all the Gujarati readership on line across the globe. Indeed, internet technology has brought this blog to our homes.

  Thank You and with warm regards, rasheeda (Shabdsetu, Toronto)

 2. Viren Patel said,

  August 10, 2010 @ 12:13 am

  ખોબલે ખોબલે અભિનન્દન્. ટહુકો એ સુર અને શબ્દના આકાશમા મોર્ નો ટહુકો પુરવાર થયો છે. બધાને ધન્યવાદ્.

 3. madhusudan said,

  August 10, 2010 @ 12:25 am

  અભિનન્દન.હક્દાર્ ને મલ્વુ જોઇએ તે મલિયુ .

 4. મીત said,

  August 10, 2010 @ 12:49 am

  ખુબ ખુબ શુભેચ્છાઓ જયશ્રીબેન..!

 5. વિવેક said,

  August 10, 2010 @ 1:36 am

  જયશ્રી અને અમિત- બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…

  સિતારોં સે આગે જહાઁ ઔર ભી હૈ….

 6. anil parikh said,

  August 10, 2010 @ 1:37 am

  heartiest congrats for service to gujju community world over

 7. nirupamavashia said,

  August 10, 2010 @ 2:15 am

  ખુબ ખુબ અભિનંદન…..શુભેચ્છાઓ.
  નિરુપમ અવાશિયા

 8. Bharat Patel said,

  August 10, 2010 @ 2:20 am

  Congratulations!!!
  This is indeed a great achievement.
  May the Gujarat Sahitya Academy follow the same and honor your services.

 9. sneha said,

  August 10, 2010 @ 2:52 am

  જયશ્રીબેન..ખૂબ ખૂબ શુભકામનાઓ…
  સ્નેહા પટેલ – અક્ષિતારક

 10. Jagruti said,

  August 10, 2010 @ 3:58 am

  Heartiest Congrats!!!

  એક શીત લહેર નો સ્પશ જેમ વાતાવરન ખુશનુમા બનાવે છે, તે જ રીતે “ટહુકો” એક રોજિનદા લગતા દિવસ ને આહ્ લાદકતા બક્ષે છે.

  My day begins with TAHUKO, and helps to keep my spirit up through out the day.

  Amazing!!! Keep it up!

 11. વિહંગ વ્યાસ said,

  August 10, 2010 @ 5:00 am

  ખૂબજ અભિનંદન સહ શુભેચ્છાઓ.

 12. urvashi parekh said,

  August 10, 2010 @ 5:59 am

  ખુબ ખુબ અભીનન્દન..
  ઘણુ જ સારુ કામ કરી રહ્યા છો.તે અમને તો ખબર જ છે,છતા,
  એવોર્ડ મળવાથી ઘણી ખુશી થઈ.
  શુભેછાઓ સાથે,

 13. Kalpana said,

  August 10, 2010 @ 6:06 am

  આભાર ઊર્મિ, આ સમાચાર બદલ.
  ખૂબ ખૂબ અભિનન્દન યુગલને. ઉર્મિસાગરેથી લયસ્તરોપરથી ટહેલતો ટહેલતો ટહૂકો કાયમ મનને પ્રફુલ્લ કરે , કરતો રહે.
  કલ્પના

 14. ધવલ said,

  August 10, 2010 @ 8:45 am

  ટહુકો વધુને વધુ બુલંદ થાય એવી શુભકામનાઓ !

 15. ચાંદ સૂરજ said,

  August 10, 2010 @ 10:46 am

  હાર્દિક અભિનંદન અને ભાવિની ભવ્ય ઉજ્જવલતા કાજે મંગલકામનાઓ !

 16. Girish Parikh said,

  August 10, 2010 @ 11:48 am

  ઊર્મિબહેનઃ જયશ્રીબહેન અને અમિતભાઈને ટહુકો.કોમના અદભુત સંચાલન માટે અપાયેલા એવોર્ડ વિશે તમે સરસ અહેવાલ આપ્યો. ફોટા પોસ્ટ કરવા વિનંતી કરું છું.

  અશરફભાઈ, મધુબહેન,અને શિકાગો આર્ટ સર્કલના મિત્રો અને કાર્યકરોને આ એવોર્ડ આપવા બદલ અભિનંદન આપું છું. ગુજરાતી સાહિત્ય,સંગીત, અને કલાનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરનારાઓને આ રીતે એવોર્ડ અપાતા રહે તો સરસ.
  -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 17. Pinki said,

  August 10, 2010 @ 12:19 pm

  પ્રિય જયશ્રીને તેમજ ‘શિકાગો આર્ટ સર્કલ’ને ખૂબ ખૂબ અભિનંદન !

 18. Sanjay R. Chaudhary said,

  August 10, 2010 @ 2:16 pm

  આપને ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢી માટે એક ઉત્તમ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્ય માટે આપને શક્તિ અને બળ મળી રહે તે માટે શુભેચ્છાઓ.

 19. DR.MANOJ L. JOSHI 'MANN' (JAMNAGAR) said,

  August 10, 2010 @ 3:40 pm

  ખુબ…ખુબ…અભિનન્દન..અને ઉત્તરોતર પ્રગતી કરતાં રહો એવી શુભકામનાઓ…..

 20. કિરણસિંહ ચૌહાણ said,

  August 11, 2010 @ 8:34 am

  અભિનંદન જયશ્રીબેન, તમારા કામની કદર થઇ એ બહુ ગમ્યું.

 21. Ratnesh Joshi said,

  August 11, 2010 @ 9:02 am

  ખુબ ખુબ્ અભિનન્દન્

 22. MAYAANK TRIVEDI SURAT said,

  August 11, 2010 @ 10:14 am

  AMIT & JAYSHREE
  KEEP IT UP U R DOING A GREAT JOB
  AGNI-‘ANGATI URDHVAM,GACHHATI ETI’ ETALE KE AGNI NI JEM TAMO HAJU VADHU UNCHAIE PAHONCHO
  BEST LUCK

 23. Bharat Trivedi said,

  August 11, 2010 @ 5:54 pm

  શિકાગો આર્ટ સર્કલના મિત્રો તરફથી તમને એવોર્ડ મળવા બદલ અભિનંદન. અશરફ,મધુબહેન અને શિકાગોના મિત્રોએ આટલા ટૂંકા સમયમાં અહીં જે સાહિત્ય-સન્ગીતનું વાતાવરણ બનાવ્યું છે તે ખરેખર બેમિસાલ છે. ખુબ ખુબ અભિનન્દન.

  -ભરત ત્રિવેદી

 24. Girish Parikh said,

  August 11, 2010 @ 8:26 pm

  શિકાગો લેન્ડમાં સાહિત્ય-સંગીતનું વાતાવરણ ટૂંકા સમયમાં નહીં પણ વર્ષોથી બનતું આવ્યું છે એનો આ લખનાર, ૨૦૦૬માં આદિલજીએ ૭૦ વર્ષ પૂરાં કર્યાં અને શિકાગો આર્ટ સર્કલે એમની મોટા પાયા પર ‘સપ્તતિ’ ઉજવી ત્યાં સુધીનો સાક્ષી છે. મા સરસ્વતી અને મા ગુર્જરીની કૃપાથી આ લખનારે પણ એ વાતાવરણ બનાવવામાં યથા શક્તિ ભાગ લીધો હતો એ ધન્ય દિવસોની યાદ એના ‘સ્મરણ’માં સદાય રહેશે.
  (જુલાઈ ૨૦૦૮માં આ લખનાર મોડેસ્ટો, કેલિફોર્નિયામાં મૂવ થયો.)
  – -ગિરીશ પરીખ

 25. Deval Vora said,

  August 12, 2010 @ 12:24 am

  Aam to hurrdum hajuri hoy 6,
  aapna mann ma j doori hoy 6,
  maun ni sarahad vatavi jaav to,
  shabd saghda bin-jaruri hoy 6…
  mate j koi shabdo vagar…..matra vhal ane aadar bhaav thi…jayshree ji ane amit ji ne khub khub abhinandan…aa siddhi mate…tahuka na ayastaro ane layastaro no tahuko mara jeevan jaruriyat ni vastu bani gaya hoi – ahi abhinandan aapvu bahu formal lage 6…..ae to humesha saathe j hoi ne etle….so not being formal….jayshree ji and amit ji…mara jeva bhavako na abhinandan to tamane humesha hoy j……….

 26. ડો.પ્રવીણાબેન પંડ્યા જુનાગઢ said,

  August 12, 2010 @ 8:01 am

  સ્વર્ણિમ ગુજરાતના સુઅવસરે ગુજરાતી ટહુકો.કોમને મળેલ પ્રતિસાદ, એવોર્ડ
  આપની ત્રિપુટિને મળ્યો યશ . અંત:કરણપુર્વકના અભિનંદન ! જયશ્રિ સ્વામિનારાયણ

 27. Gaurang Thaker said,

  August 12, 2010 @ 9:30 am

  ખુબ ખુબ અભિનંદન…..

 28. SMITA PAREKH said,

  August 12, 2010 @ 12:17 pm

  જયશ્રીબેન,
  ખુબ અભિનંદન.

 29. M.Rafique Shaikh,MD said,

  August 13, 2010 @ 10:42 am

  અભિનંદન……ખુબ ખુબ અભિનંદન!
  આટલી નિસ્વાર્થ સેવા માટે આભાર… ખુબ ખુબ આભાર!!

 30. HEMA said,

  August 17, 2010 @ 11:09 am

  અભિનંદન…ખુબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment