જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
વિવેક મનહર ટેલર

કૃષ્ણવિષાદયોગ – હિતેન આનંદપરા

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે

કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે

વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

કૃષ્ણ આનંદ-ઉલ્લાસ-પ્રેમના દેવ છે. એમની પીડાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. એ અવતારની પાછળની પીડાને જે.વી.એ આ લેખમાં બહુ ઉમદા રીતે સમજાવી છે. આ લેખ અને ગઝલ બન્ને બહુ મનનીય થયા છે. ( આભાર, શ્રુતિ મેહતા)

23 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    August 10, 2010 @ 1:45 AM

    કવિ મિત્રશ્રી હિતેનભાઈની આ સુંદર ગઝલ ખરેખર મનનીય છે ધવલભાઈ….
    એમાંય, આ જગત સામે ઈશ્વરની લાચારીની અને એક અમથું તીર એને કઈ રીતે મારી શકે ?
    એ બન્ને વિચાર સ્પર્શી ગયા….

  2. વિવેક said,

    August 10, 2010 @ 2:12 AM

    સાદ્યંત સુંદર રચના… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

  3. sneha said,

    August 10, 2010 @ 3:52 AM

    કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
    શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
    બહુ જ ગમ્યો આ શેર…
    જો કે આખેી રચના જ સરસ છે.

  4. suresh said,

    August 10, 2010 @ 5:00 AM

    કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
    શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
    વાહ શું શેર છે…

  5. urvashi parekh said,

    August 10, 2010 @ 5:53 AM

    સરસ રચના,
    રંગમહેલો ની ઉદાસી,
    અને અશ્રુઓ ઘણા અને આંખો બે જ,
    સરસ વાત.

  6. Deval Vora said,

    August 10, 2010 @ 7:19 AM

    Hiten bhai ni aa rachana kharekhar mast 6….
    ahi tamam bloggers ne ekad vakhat samay malye Kajal Oza Vaidya nu “KRUSHNAYAN” vanchvani pan humble request…
    ek mast sher je kyarek layastaro per j vanchelo te yaad aavi gayo-

    “Krushna naame granth na samjay to pan,
    saav sidho ne saral anuvaad raadha…”

  7. Viru said,

    August 10, 2010 @ 8:22 AM

    રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
    લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
    વાહ!

  8. pragnaju said,

    August 10, 2010 @ 8:38 AM

    સુંદર રચના
    વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
    આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
    અદભૂત

  9. Bharat Trivedi said,

    August 10, 2010 @ 9:47 AM

    કૃષ્ણ થોડા સદભાગી પણ ખરા જ કે તેમને ગુજરાતી કવિઓ કેટ કેટલો પ્રેમ કરતા રહ્યા છે! ગીતમાંથી ગઝલમાં રણછોડરાયનું આગમન એટલે તો જાણે તેમનું મથુરા છોડીને દ્વારકા જવું!

    -ભરત ત્રિવેદી

  10. Satish Dholakia said,

    August 10, 2010 @ 10:14 AM

    વાસળિ ધારાક અને સુદર્શન ધારિ ભગવાન સ્વિકાર્ય છે, પરન્તુ લચારિ વળો ખ્યલ સુન્દર !

  11. Girish Parikh said,

    August 10, 2010 @ 11:16 AM

    મારી યાદ મુજબ ઇસ્કોનના એક સ્વામીએ કહેલું કે દ્વારકાધીશ કૃષ્ણ ગુજરાતી હતા!
    કાવ્ય ગમ્યું.
    શ્રી શ્રી રાધા કૃષ્ણની કૃપાથી નીચેની માહિતી આપવાની રજા લઉં છું:
    With the grace of Sri Sri Radha Krishna have posted today the poem ‘રાધાનાં રિસામણાં’ on the blog http://www.girishparikh.wordpress.com. Kindly visit it.
    પાયલ ઝનકારે રાધા લઈને રિસામણાં
    તો યે બજાવે કાન બાસરિયાં રે …

  12. Pinki said,

    August 10, 2010 @ 12:31 PM

    વાહ્.. હિતેનભાઈ, ખૂબ મજા આવી !

    અને જયભાઈનો લેખ પણ એટલો જ સુંદર !!

  13. Girish Parikh said,

    August 10, 2010 @ 2:05 PM

    આસ્વાદમાં ‘આ લેખ’ પર ક્લિક કરીને શ્રી જય વસાવડાનો કૃષ્ણવિષાદ વિશેનો લેખ રસપૂર્વક વાંચ્યો.

    ભગવાનના જ્યારે મનુષ્ય રૂપે જન્મે છે ત્યારે એ માનવીની જેમ જ વર્તે છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય એમ માનવી રૂપે જન્મેલા ભગવાનને એમના શિષ્યો વગેરે superman બનાવી દે છે! હા, ભગવાન superman તો હોય છે જ, પણ સામાન્ય માનવીઓને પ્રેરણા આપવા એમની જેમ સુખ દુઃખનો અનુભવ કરે છે.

    આ વિષયમાં રસ લેનાર ભાવકોને હું સ્વામી શારદાનંદનું પુસ્તક Sri Ramakrishna the Great Master વાંચવા વિનંતી કરું છું. ભગવાન મનુષ્ય રૂપે જન્મીને શા માટે મનવીની જેમ વર્તે છે એ સ્વામીજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે.

  14. Girish Parikh said,

    August 10, 2010 @ 8:04 PM

    રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે Sri Ramakrishna the Great Master નો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php

  15. Girish Parikh said,

    August 10, 2010 @ 8:15 PM

    Sri Ramakrishna The Great Master અંગ્રેજીમાં મેળવવા ક્લિક કરોઃ http://www.chennaimath.org/estore/sri-ramakrishna?limit=10&limitstart=30

  16. ABHIJEET PANDYA said,

    August 11, 2010 @ 1:56 AM

    ગઝલ સુંદ્ર છે પ્ર્ંતુ અમુક શેર્માં ર્મ્લ છ્ંદ બ્ંધાર્ણ બ્રોબ્ર જ્ળ્વાતું જોવા ન્થી મ્ળ્તું. પૃથ્મ શેર્ના સાની િમ્સ્રામાં “પીડાને” ગા લ ગા ત્રીકે ર્જુ ક્રેલ છે જે છ્ંદદોષ છે. ‘પીડાને’ લ ગા ગા અથવા
    લ ગા લ ત્રીકે ઉપ્યોગ્માં લઇ શ્કાય પ્રંતુ ગા લ ગા ત્રીકે ઉપ્યોગમાં ન લઇ શ્કાય્. ત્રીજા અને પચ્માં શેર્માં
    પ્ણ છંદ બ્ંધાર્ણ તુટ્તુ જોવા મ્ળે છે. સુધારો ક્ર્વા િવ્ન્ંિત્.

    અિભ્જીત પ્ંડ્યા. (ભાવનગર).

  17. pragna/dipak vashi said,

    August 11, 2010 @ 6:43 AM

    no one is spared including god from cause and effect law dipak vashi

  18. pragnaju said,

    August 11, 2010 @ 8:47 AM

    “ભગવાનના જ્યારે મનુષ્ય રૂપે જન્મે છે ત્યારે એ માનવીની જેમ જ વર્તે છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય એમ માનવી રૂપે જન્મેલા ભગવાનને એમના શિષ્યો વગેરે superman બનાવી દે છે! હા, ભગવાન superman તો હોય છે જ, પણ સામાન્ય માનવીઓને પ્રેરણા આપવા એમની જેમ સુખ દુઃખનો અનુભવ કરે છે.”
    આ વાત ઘણા ખરા સંપ્રદાયમા કહેવાય છે અને તેમના ગુરુને ભગવાનનો અવતાર માને છે.જો કે એમા ખોટું પણ નથી પણ જ્યારે તેઓ બીજા સંપ્રદાયવાળા ગુરુ ભગવાન નથી ત્યારે મુંઝા ઈ જવાય….

  19. dr. pravinaben pandya said,

    August 12, 2010 @ 7:51 AM

    વાહ ! અદભુત ! દ્વારેીકાનાથ ! શબ્દદેહ વડૅ કેવો આલેખાયો?
    સુઁદર હિતેનભાઈ સઁતાડ્યા ઘા સામે આવ્યા. વાહ !

  20. SMITA PAREKH said,

    August 12, 2010 @ 12:26 PM

    હિતેનભાઈ,
    અદભુત રચના,વાહ્!!!!!!!!!!

  21. Jiny said,

    August 13, 2010 @ 12:10 AM

    વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
    આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે

    — જીવન ની કશ્મકશ- કેટલી સુંદર રચના.

  22. ઇન્દુ શાહ said,

    August 16, 2010 @ 3:28 PM

    બિચારો ઇશ્વરેય લાચાર છે સુંદર રચના

  23. kantibhai kallaiwalla said,

    September 1, 2010 @ 11:01 AM

    The best creation.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment