પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

ના શક્યા – વંચિત કુકમાવાલા

મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.

એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.

પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.

આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.

દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.

શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.

– વંચિત કુકમાવાલા

કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે.  પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ.  વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું.  અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે.  વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…

10 Comments »

 1. Deval Vora said,

  August 5, 2010 @ 11:33 pm

  khub saras rachana….specially 2nd ,3rd ane last sher bahu gamya………

 2. ડૉ.મહેશ રાવલ said,

  August 6, 2010 @ 12:58 am

  કવિશ્રી વંચિત કુકમાવાલાની સશક્ત કલમ, એક-એક શેરમાં એનો આગવો ટચ,ભાવ અને અભિવ્યક્તિમાં અર્થનું ઉંડાણ, બધું છલોછલ લઈને આવી છે અહીં.
  કોઇ એક શેર અલગ તારવવો કઠીન થઈ પડે એવું છે.!
  આખી ગઝલને જ સળંગ અભિનંદન પાઠવીએ.

 3. jiny said,

  August 6, 2010 @ 4:28 am

  A very sharp yet subtle expression…. a very direct yet deep impact.. just totally impressed buddy… its too good..
  the first, third and fourth are mind blowing !
  keep it up !

 4. dr bharat said,

  August 6, 2010 @ 4:55 am

  ‘શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
  એક ટંકની છાસ જેરી ના શક્યા….’

  આત્મગ્લાની ની પરાકાષ્ટા!

 5. Pushpakant Talati said,

  August 6, 2010 @ 7:02 am

  વાહ, ૬ – ૬ – (છ – છ) શેર સાથે ની આ ગઝલ ખરેખર એક ષટકોણ રચે છે. અને તે પણ સમકોણ ષટકોણ – કે જેની છ એ છ બાજુ એક સરખી છે.
  છ શેર માથી કોઈ પણ એક બીજાથી થોડોક પણ ઉતરતો નથી એટલે કોઈ પણ એક કે બે ઉપર પસન્દગી ઢોળવી અશક્ય થઈ ગયુ હોવાથી આખે આખી ગઝલ ને જ સલામ કર્યે જ છુટકો. ! JUST LIKE Dr. MAHESH RAVAL

 6. વિવેક said,

  August 6, 2010 @ 7:08 am

  ખૂબ જ સુંદર ગઝલ.. બધા જ શેર મનનીય થયા છે… પણ પત્ર અને પથ્થરવાળી વાત સવિશેષ સ્પર્શી ગઈ…

 7. pragnaju said,

  August 6, 2010 @ 8:26 am

  સુંદર ગઝલ..
  મૂળથી સંશય વિખેરી ના શક્યા,
  કોઈને ભીતર ઉછેરી ના શક્યા.
  ખૂબ સ રસ મત્લાનો શેર
  કોમ્પ્યૂટરની મેમરી ફૂલ થઇ જાય એ પછી કંઇ ઉમેરવાનો પ્રયાસ તેને હેન્ગ કરી નાખે. આપણે ગમે એટલા બુદ્ધિશાળી, ભણેલા, સફળ હોઇએ, તો પણ ‘સંદેહ’ આપણો અધિકાર છે. મનને અને બીજાઓને પ્રશ્ન પૂછવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. ‘સંશય’ તદ્ન બિનજરૂરી અને નકામી બાબત છે. બિનજરૂરી બાબતોનો સંગ્રહ મનમાં જગ્યા રોકે છ – ગ્લાસ ભરાઇ જાય છે – કોમ્પ્યૂટર હેન્ગ થઇ જાય છે અને સમસ્યા ઉકેલાવાને બદલે ગૂંચવાતી જાય છે.

 8. સુનીલ શાહ said,

  August 6, 2010 @ 8:42 am

  મત્લાથી મક્તા સુધીના બધા જ શેર ગમી ગયા. સાદ્યંત સુંદર ગઝલ.

 9. Kirtikant Purohit said,

  August 6, 2010 @ 9:53 am

  આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
  પારદર્શકતા પહેરી ના શક્યા.

  શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
  એક ટંકની છાસ જેરી ના શક્યા.

  કલ્પનોની તાજગીવાળી રચનામા આ બે શેર વધુ ગમ્યા.

 10. deepak trivedi said,

  August 7, 2010 @ 6:09 am

  એકબીજાને સતત ટોળે વળ્યા,
  પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા

  ખુબ સુન્દર રચના ..અભિનન્દન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment