તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

તને વ્હાલો વરસાદ કે હું ? – મુકેશ જોષી

મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ …..               તને…

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું ….                   તને….

તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ …..           તને….

– મુકેશ જોષી

20 Comments »

  1. Jayshree said,

    August 1, 2010 @ 1:55 AM

    મુકેશ જોશીનું મારું ખૂબ જ ગમતું ગીત… ક્યારની રાહ જોઉં છું કે આ ગીત અને ‘બાઝી પડ્યો વરસાદ’ વાળુ મુકેશભાઇનું ગીત કોઇ સ્વરબધ્ધ કરે…!!

  2. Pallavi Shah said,

    August 1, 2010 @ 5:55 AM

    Jayshree,
    Ashitbhai has composed this song.

  3. jigar joshi 'prem' said,

    August 1, 2010 @ 6:40 AM

    વાહ ! ભીંજાઈ ગયા હો ભાઈ !
    મુકેશભાઈએ ગીતમાં ખુબ મજા કરાવી.

  4. kanchankumari. p.parmar said,

    August 1, 2010 @ 7:19 AM

    ભિનુ ભિનુ ભલે હોય આ જગત પણ તારા વિના સાવ સુકુ અને ફિકુ લાગે……વરસાદ નિ હેલિ પણ અગન ગોળા જેવિ લાગે……..તારા વિના હયુ ના ભિજાય …. તો પછિ આ વરસાદ નુ કામ શું?

  5. ડૉ.મહેશ રાવલ said,

    August 1, 2010 @ 1:41 PM

    બહુ અઘરા સવાલ સાથે આવેલી મુકેશભાઈની સદાબહાર રચના….

  6. pragnaju said,

    August 1, 2010 @ 3:50 PM

    તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં
    આઠે મહિના મને આંખોમાં રાખે
    ને ચોમાસે કહે છે જા છૂ …..

    વાહ્
    યાદ આવ્યુ
    કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
    એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
    ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં તારા સપનનમાં
    મન મારું રમતું રે , મને ગમતું રે, આ તો કહું છું રે
    પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

  7. રાકેશ ઠક્કર, વાપી said,

    August 2, 2010 @ 12:09 AM

    સાચ્ચું કહીએ તો વ્હાલું આ ગીત ! કોઇ તેની ઓડિયો લીંક આપી શકશે? તો આભાર.
    તને વરસાદી વાદળોના વાવડ ગમે
    કે મારા આ મળવાના વાયદા
    તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
    કે છત્રીના પાળવાના કાયદા
    તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
    કે મારી આ કોયલનું કૂ ….. તને…

  8. વિવેક said,

    August 2, 2010 @ 12:40 AM

    નખશિખ સુંદર લયમાધુર્યથી ભરીભરી ગીત રચના…

  9. Atul Maniar said,

    August 2, 2010 @ 1:22 AM

    Really too nice imagination and feelings. No words to to say.

    Atul

  10. Jagruti said,

    August 2, 2010 @ 6:56 AM

    Very nice, loved it. Thanks a lot

  11. Mousami Makwana said,

    August 2, 2010 @ 7:36 AM

    ખુબ જ સુંદર રચના છે શ્રી મુકેશ જોષીની…….
    એમની જ એક રચના મારી ઓલ ટાઈમ ફેવરીટ છે,

    ખોટું ન લાગે તો એક વાત કહું,
    હું થોડા દિવસ તારામાં રહું…..

    આભાર.. આટલી સુંદર રચના વરસતા વરસાદમાં માણવાનો મોકો આપવા બદલ …

  12. DR Bharat Makwana said,

    August 2, 2010 @ 8:18 AM

    વાહ,
    કવિ શ્રી ખુબ ગુન્ચવી દેતા પ્રશ્નો પૂછીને મનગમતો જવાબ મેળવવા ખુબ સરસ કવિતા ની રમત રમેછે!

  13. Chandresh Thakore said,

    August 2, 2010 @ 9:48 AM

    પ્રિય પાત્રને પોતે વરસાદ કરતા ઓછા વ્હાલા હોવાના સમ્ભવિત સંશયને કારણે નીપજતો અજંપો દુર કરવા કવિ કેવી વેધક અને અસરકારક દલીલો કરે છે!

    તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમા … એ પંક્તિઓ મને સૌથી વધુ ગમી … આશિતભાઈએ ગાયેલા આ ગીતની લિન્ક કોઈ જણાવે તો આભાર.

  14. કિરણસિંહ ચૌહાણ said,

    August 2, 2010 @ 9:55 PM

    વાહ! કવિ વાહ! બહુ જ પ્રેમાળ ગીત.

  15. Dr. J. K. Nanavati said,

    August 3, 2010 @ 4:12 AM

    હેત વરસાવો પ્રભુ બેફામ, વ્યવહારૂ નથી
    ડૂબકી ગંગામાં હો, પણ ડૂબવું સારૂં નથી

  16. ભાર્ગવ ઠાકર said,

    August 3, 2010 @ 7:03 AM

    ખુબ સુંદર ગીત કવિ. મજા પડી ગઇ.

  17. Deval Vora said,

    August 4, 2010 @ 2:08 AM

    hey Mausami, Mukesh Joshi ni tame ahi lakheli 2 panktio ni aakhi rachana mali shake pls>?!

  18. ઊર્મિ said,

    August 8, 2010 @ 10:56 PM

    પ્રિય દેવલ, મુકેશભાઈનું આ ગીત લયસ્તરોનાં ખજાનામાં મોજૂદ જ છે…

    યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી


    પોસ્ટમાં શિર્ષકની નીચે ‘Filed under:’ માં ‘મુકેશ જોશી’ ક્લિક કરશો તો એમના અહીં મૂકેલા બધા જ કાવ્યોનું લિસ્ટ દેખાશે…

  19. Deval Vora said,

    August 9, 2010 @ 11:40 PM

    Thanx Urmi ji…….

  20. Mayur Kishorchandra Saraiya said,

    October 22, 2020 @ 3:18 AM

    Adbhut..!!
    Ketla varso thi sodhto hato.. Vivekbhai e fakt 2 min. ma link share kari.. Aabhar Mukesh Joshi saheb aatli sundar rachna badal.. Aabhar Vivekbhai aa geet ne laystro par mukva badal…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment