હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..
અશ્વિન ચંદારાણા

બીક – ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.

ભાગ્યેશ જહા

2 Comments »

 1. મીના છેડા said,

  September 30, 2006 @ 10:00 am

  મને બીક છે,
  કે
  આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

  પ્રતિમા
  ક્યાંક માણસ ન થઈ જાય.

  એક એવી બીક જે આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવીએ છીએ.

 2. nilamdoshi said,

  October 5, 2006 @ 11:07 am

  આજે આ જ કાવ્ય પરમ સમીપે પર મૂકવાની હતી.ત્યાં અહી જોયું.ખૂબ સરસ છે.આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment