વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

બંધાઇ ગયું – સુંદરમ્

( શાર્દૂલ વિક્રીડિત)

બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો,લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રિતમ પૂછતો, ‘ક્યમ અરે! પાછું બધું છોડતી?’
બોલી : ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઇ હૈયું ગયું.’

– સુંદરમ્

 

3 Comments »

 1. સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય said,

  September 21, 2006 @ 9:53 am

  […] # બંધાઇ ગયું                                       : પ્રણયનું એક લઘુકાવ્ય […]

 2. પૂર્વી said,

  September 21, 2006 @ 11:01 pm

  આનાથી સરળ પ્રેમની કોઇ વ્યાખ્યા ન હોઈ શકે ! ખૂબ જ સુંદર અભિવ્યક્તિ.

 3. મીના છેડા said,

  September 27, 2006 @ 11:44 pm

  કવિ સુંદરમનું આ કાવ્ય કૉલેજમાં ભણવામાં હતું ત્યારથી આજ સુધી ભુલાયુ નથી. મારા મનમાં સમાઇ ગયું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment