સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
– અશરફ ડબાવાલા

ગઝલ – આદિલ મન્સૂરી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.

એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

– આદિલ મન્સૂરી

આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…

20 Comments »

  1. સુનીલ શાહ said,

    July 14, 2010 @ 11:13 PM

    સાચે જ..આદિલિયતભરી ગઝલ..

  2. Just 4 You said,

    July 14, 2010 @ 11:51 PM

    લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
    એક લીટી જવાબમાં આવી.

    પ્રેમનો દાખલો ફરી માંડો,
    ભૂલ પાછી હિસાબમાં આવી.

    સરસ ગઝલ…

  3. અનામી said,

    July 15, 2010 @ 12:52 AM

    લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
    એક લીટી જવાબમાં આવી.

    …………..વાહ…..!!!!

  4. Umesh Pandit said,

    July 15, 2010 @ 12:55 AM

    લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
    એક લીટી જવાબમાં આવી.

    સરસ …. મજ આવી….

  5. વિવેક said,

    July 15, 2010 @ 1:55 AM

    મસ્ત ગઝલ… લાખ પત્રોવાળો શેર લાજવાબ…

  6. ખજિત said,

    July 15, 2010 @ 3:01 AM

    સુંદર ગઝલ. છેલ્લો શરે ખૂબજ મજાનો.. . . .

  7. Kalpana said,

    July 15, 2010 @ 3:03 AM

    સરસ.
    ભૂલ પછી હિસાબમા આવી!!
    વાહ! એનો અર્થ એ થયો કે હવે આવો, હ્ર્દયમા બેસો તો વેગળા ન થવાય!
    આભાર
    કલ્પના

  8. sapana said,

    July 15, 2010 @ 6:22 AM

    સરસ ગઝલ્! એક લીટી જવાબમાં આવી સરસ!
    સપના

  9. Pushpakant Talati said,

    July 15, 2010 @ 6:45 AM

    અ ફ લા તુ ન ગ ઝ લ .

    છેલ્લા શેરો તો સારા-મજાના છે જ પણ તમે જરાક ધ્યાન વચ્ચેના શેરો પર પણ આપો તો ખરા અને તેનુ મન્થન કરો –

    ” તારા હૈયે જે વાત ઘૂંટાઇ, જો એ મારી કિતાબમાં આવી.
    એણે જ્યારે નજર કરી ઊંચી, રોશની આફતાબમાં આવી. ”

    Telepathy કામ કરે જ છે ને ? !!

    IN SHORT, ગઝલ ગમી. ધન્યવાદ

  10. Bharat Trivedi said,

    July 15, 2010 @ 8:31 AM

    પ્રેમનો દાખલો ફરી માંડો,
    ભૂલ પાછી હિસાબમાં આવી.

    આ શેર આદિલનો જ હોય તેમ કહેવું પડે ખરૂ ? જો સંભ્ળી શકે તો આ જ વાત મારે આદિલ અને મનહર મોદી બંનેને કહેવી છે. “પ્રેમનો દાખલો ફરી માંડો,” આમ, આવી રીતે તો જવાતું હશે?

    -ભરત ત્રિવેદી

  11. વિહંગ વ્યાસ said,

    July 15, 2010 @ 8:47 AM

    વાહ્….!

  12. રાજની said,

    July 15, 2010 @ 10:31 AM

    લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
    એક લીટી જવાબમાં આવી.

    વાહ ! અદ્‍ભુત…

  13. mahesh dalal said,

    July 15, 2010 @ 1:21 PM

    વાહ વાહ

  14. pragnaju said,

    July 15, 2010 @ 1:44 PM

    સરસ ગઝલ
    પ્રેમનો દાખલો ફરી માંડો,
    ભૂલ પાછી હિસાબમાં આવી.
    વાહ્

  15. Girish Parikh said,

    July 15, 2010 @ 6:05 PM

    લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
    એક લીટી જવાબમાં આવી.

    લીટી અનંત હોઈ શકે છે !

    ‘આદિલિયત’ શબ્દ મેં ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકમાં પ્રોયોજ્યો હતો. (પહેલાં કોઈએ એ શબ્દ વાપર્યો હોય એવું મારી જાણમાં નથી). આખું પુસ્તક http://www.girishparikh.wordpress બ્લોગ પર પોસ્ટ કર્યું છે.
    – -ગિરીશ પરીખ

  16. ઊર્મિ said,

    July 15, 2010 @ 6:59 PM

    પ્રિય ગિરિશભાઈ,

    ‘આદિલિયત’ શબ્દ સૌ પ્રથમવાર આદિલભાઈનાં મૃત્યુ વખતે એમને શ્રદ્ધાંજલિ અર્પતી પોસ્ટમાં દોઢેક વર્ષ પહેલા મેં વાપર્યો હતો… http://urmisaagar.com/saagar/?p=1094 મેં ય એ શબ્દ એ પહેલા ક્યાંય વાંચ્યાનું યાદ નથી… ત્યારે લખતી વખતે સહજ સ્ફૂરેલો શબ્દ હતો… પરંતુ મને લાગે છે કે આદિલસાહેબની ગઝલોની ગઝલિયત જોઈને એમના શેરોને વર્ણવવા માટે ‘આદિલિયત’ શબ્દ એમના કોઈ પણ ચાહકને સાવ સહજ સૂઝી આવી શકે…

  17. Girish Parikh said,

    July 16, 2010 @ 9:33 PM

    ઉર્મિબહેનઃ તમારી વાત સાચી છે. ‘આદિલિયત’ અને ‘ગઝલિયત’, બન્ને શબ્દો વાપરવા બદલ અભિનંદન.
    તમે આપેલી લીંક જોતાં આંખો ભીની થઈ.
    આદિલને હું મારા ગઝલ-ગુરુ કેવી રીતે માનવા લાગ્યો એ મેં ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે. (પ્રસ્તાવના અને પુસ્તક http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યાં છે. યોગ્ય પ્રકાશકની શોધમાં છું.)
    ટૂંકમાં: શિકાગોના સબર્બમાં અશરફ ડબાવાલાના ઘરના બેઝમેન્ટમાં યોજાયેલો મુશાયરો જેમાં આદિલ મુખ્ય શાયર હતા એ મોડી રાતે પૂરો થયા પછી હું ત્યાં જ સુઈ ગયો, અને મેં સ્વપ્નમાં આદિલને જોયા. મેં એમને નીચા નમીને નમસ્કાર કર્યા અને એમણે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

  18. Dr Samir said,

    July 23, 2010 @ 1:12 PM

    another very fantastic one..
    thank u sir..
    i realy loved it.

  19. ડૉ.મહેશ રાવલ said,

    July 24, 2010 @ 2:05 AM

    આદિલસાહેબની આ ટૂંકી બહરની ગઝલમાં એમનો ટચ ભારોભાર ભર્યો છે….
    એક એક શેર એમની સિદ્ધહસ્તતાને ઉજાગર કરે છે.
    ગઝલ આને કહેવાય….

  20. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 7:58 AM

    નખિશખ સુંદર ગઝલ.

    પ્રેમનો દાખલો ફરી માંડો,
    ભૂલ પાછી હિસાબમાં આવી

    ખુબ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment