કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

ફક્ત બે ચહેરા – વસંત ડહાકે

ફક્ત બે ચહેરા :
અવાક.
જિંદગીના પરિઘમાં અટવાયેલા,
પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
ભાષા કેટલું અર્થહીન શસ્ત્ર હોય છે
અંધારું ભેદવા માટે.
આ સંબંધનો નિ:શબ્દ સમુદ્ર.
અને તારામારા પાર્થિવ ચહેરા,
આંખો પણ છેતરામણી
પ્રતિબિંબમાં કેવળ
ઘટનાઓની પ્રસંગોની રેખા.
એટલે તો કહું છું દેહ ભૂલી જા.

– વસંત ડહાક
(મરાઠીમાંથી અનુ. જયા મહેતા)

સાથે જ છીએ. પણ સાથે હોવાની આ પાતળી હકીકત પર ચાલે છે જિંદગી નામની ઘટનાનું સતત આક્રમણ. ભાષા, સંબંધ, ચહેરા, આંખો – બધું ય નિષ્ફળ. ક્યાં સુધી દોડીશું ? ચાલ, દેહ ઊતારીને જરા આરામથી બેસીએ.

10 Comments »

  1. tirthesh said,

    July 13, 2010 @ 11:20 PM

    સરસ.

  2. dr bharat said,

    July 14, 2010 @ 12:54 AM

    ‘ફક્ત બે ચહેરા :
    અવાક.
    જિંદગીના પરિઘમાં અટવાયેલા,
    પોતાનામાં જ ઊંડે ડૂબેલા’

    વાહ કુવામાંના દેડકાની જીદગી જીવતા માનવ ને બ્રહ્માંડ દર્શન ની વાત થઇ!

  3. pragnaju said,

    July 14, 2010 @ 1:14 AM

    સરસ
    ફક્ત બે ચહેરા :
    અવાક.
    જિંદગીના પરિઘમાં અટવાયેલા,
    પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
    અતિમોહ જિંદગીના લયને શોષી લ્યે છે. કુદરતે પણ દરેક વસ્તુને એક રિધમમાં રાખી છે. દિવસ અને રાતની એક ….. આથી સાચી દિશા કેન્દ્રથી પરિઘ સુધીની છે. વ્યક્તિ સમષ્ટિનું કેન્દ્ર છે
    યાદ આવી
    ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
    કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

    આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
    ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

  4. Deval Vora said,

    July 14, 2010 @ 4:22 AM

    Arre aa panktio koni 6 ae ghana vakhat thi shodhu 6u….pragnaju ji aa koni panktio 6 kahi shakasho pls?!

  5. વિવેક said,

    July 14, 2010 @ 7:05 AM

    વાહ… અર્થસભર કવિતા… કાંદાના પડની જેમ ખોલતા જાવ… અંદર કસ્તૂરી ભરી પડી છે…

  6. pragnaju said,

    July 14, 2010 @ 7:28 AM

    બ્લોગરોની પરવાનગી વગર ઉતર આપવો એ અવિનય ગણાય છતા તેમની માફી સાથે…
    ‘…ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે’
    તે અમારી દિકરી યામિનીના ગઝલ ગુરુ નયન દેસાઇની છે
    બાકીના શેરો પણ ગમશે તે આશા
    લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
    વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

    શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
    હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

    બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
    શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

  7. Kirtikant Purohit said,

    July 14, 2010 @ 9:15 AM

    આંખો પણ છેતરામણી
    પ્રતિબિંબમાં કેવળ
    ઘટનાઓની પ્રસંગોની રેખા.
    એટલે તો કહું છું દેહ ભૂલી જા.

    સરસ રચના.

  8. Deval Vora said,

    July 15, 2010 @ 12:22 AM

    ખુબ ખુબ ધન્યવાદ….શ્રેી નયન દેસાઈ રાજકોટ મા જ વસે 6 rite?

  9. tirthesh said,

    July 15, 2010 @ 12:56 AM

    ધવલ,
    આ કોઈ સામાન્ય કવિતા નથી. આ કવિ કોણ છે ? એની બીજી કોઈ કવિતા ?

  10. Kalpana said,

    July 17, 2010 @ 5:37 PM

    અરીસા સામે બહુ ઉભા ન રહો તો દેહ ઉતારવામા સરળતા રહે. પછી મન સાથે એકાઁત મેળવી ગોષ્ટી કરવાની મઝા.

    એટલે જ કવીએ કહ્યુઁ કે પ્રતિબિઁબમા ઘટનાઓની કહાણી હોય છે. આ પ્રતિબિઁબ બહુ ન જુઓ.

    અતી સુઁદર. આભાર વસઁતભાઈનો, અનુવાદકનો અને વિવેકભાઈનો ખાસ.

    કલ્પના લન્ડનથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment