વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

ગઝ્લ – જિતુ ત્રિવેદી

બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું

એ કહે છે કે હવે અટકી જવું
હું કહું છું કે હજી ધબકી જવું

કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું

હર ટકોરો હોય નહિ ભણકારનો
હર પળે વિશ્વાસને વળગી જવું

– જિતુ ત્રિવેદી

સાદ્યંત સુંદર રચના… જીવનની ચાર અલગ અલગ વ્યાખ્યાઓ જ જોઈ લ્યો જાણે !

20 Comments »

 1. અભિષેક said,

  July 2, 2010 @ 3:25 am

  બહુ સરસ કાવ્ય છે.

 2. dr bharat said,

  July 2, 2010 @ 3:41 am

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું
  ખરાબ કે સારી યાદો નો ગુણધર્મ ‘ફણગી જવું’ વિષે સચોટ કહ્યુંછે!

 3. pragnaju said,

  July 2, 2010 @ 6:30 am

  સુંદર ગઝલનો આ શેર
  હર ટકોરો હોય નહિ ભણકારનો
  હર પળે વિશ્વાસને વળગી જવું
  વાહ્…જાણે અમારા જેવા માટે લખાયું
  યાદ

  આવતા અણસાર જેવું રાખજે
  વાગતા ભણકાર જેવું રાખજે
  એ ઉદાસી કાપશે તારી પ્રિયે
  તું સ્મરણને ધાર જેવું રાખજે

 4. sapana said,

  July 2, 2010 @ 7:56 am

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું
  સરસ ગઝલ્!!
  સપના

 5. સુનીલ શાહ said,

  July 2, 2010 @ 8:12 am

  સરસ મઝાની ગઝલ..
  પહેલો અને ત્રીજો શેર વિશેષ ગમ્યા.

 6. mahesh dalal said,

  July 2, 2010 @ 8:51 am

  વાહ ભઐ વાહ સરસ ..

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 2, 2010 @ 10:57 am

  સારી વસ્તુ લાંબી લખી શકાતી નથી.
  થોડું લખાયું નથી કે બસ અટકી જવું.

 8. રાજની said,

  July 2, 2010 @ 11:14 am

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું

  સરસ ગઝલ.ત્રીજો શેર ખૂબ ગમ્યો

 9. jigar joshi 'prem' said,

  July 2, 2010 @ 11:43 am

  વાહ ! નખશિખ સુંદર રચના….

 10. ડૉ.મહેશ રાવલ said,

  July 2, 2010 @ 12:31 pm

  સુંદર ગઝલ….
  યાદના ગુણધર્મનું કલ્પન નવો જ ફણગો લાવ્યું…
  વાહ..

 11. pandya yogesh said,

  July 2, 2010 @ 1:09 pm

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું

  વાહ..
  વાહ..
  વાહ..

 12. urvashi parekh said,

  July 2, 2010 @ 8:06 pm

  સુન્દર અને સરસ ગઝલ.
  છેલ્લી બે શેરો વધુ ગમ્યા.

 13. sudhir patel said,

  July 2, 2010 @ 9:25 pm

  ભાવનગરના કવિ મિત્ર જિતુ ત્રિવેદીની ખૂબ સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!
  સુધીર પટેલ.

 14. રાકેશ ઠક્કર, વાપી said,

  July 3, 2010 @ 12:04 am

  સરસ ગઝલ.ત્રીજો શેર ખૂબ ગમ્યો

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું
  દોબારા !
  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું

 15. Bharat Trivedi said,

  July 3, 2010 @ 3:15 pm

  ગુજરતીમા જેટલી ગઝલો લખાય છે તેટલી બીજી ભાષામા લખાતી હશે ખરી? લખાતી હોય તો પણ ગુજરાતીમા લખાય છે તેટ્લી સારી લખાતી હશે? એવો પ્રશ્ન જરુર થાય. આ ગઝલના બીજા શેરને જરાક બાદ કરતા આખીયે ગઝલ મને ગમી ગઈ.

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું

  “કેટલે ઊંડે સુધી ધરબી શકો” મા “ધરબી” શબ્દપ્રયોગ ગમી ગયો- “ફણગી” જવાના સાનિધ્યમા. યાદ વિસ્તરતી રહે તેતો ઘણાય કવિયોએ કહ્યુ છે પણ યાદ ફણગી જાય તેવુ કહેનારા કવિ કેટલા?
  બસ મઝા આવી ગઈ.

 16. Bharat Trivedi said,

  July 3, 2010 @ 4:26 pm

  સોરી જિતુભાઈ, આ શેર અન્ગે બત્તિ જરા મોડી સળગી! સાદ્યંત સુંદર રચના
  છે તો કરકસર શા માટે ? આમેય અમે બરોડાવાળા જરા વધારે ઉદારદિલ એટલે અમારા ઝાઝાનેય ઓછુ માનશો.

  એ કહે છે કે હવે અટકી જવું
  હું કહું છું કે હજી ધબકી જવું

  – ભરત ત્રિવેદી

 17. Taha Mansuri said,

  July 4, 2010 @ 11:00 pm

  @ ભરતભાઇ, સમગ્ર વિષ્વમાં ઊર્દુઅ બાદ સૌથી વધુ ગઝલો ગુજરાતીમાં લખાય છે, જો કે ગુણવત્તાની બાબતમાં ય ઊર્દુ ગુજરાતીથી એક કદમ આગળ જ છે.

 18. Pinki said,

  July 6, 2010 @ 8:36 am

  સુંદર…. હકારાત્મક ગઝલ !

 19. Abhijeet Pandya said,

  September 6, 2010 @ 10:32 pm

  સુંદર રચના. જીતુભાઇ ત્રીવેદી ભાવનગરના ગઝલકાર છે. હું તો તેમને મારાં ગુરુ સમજુ છું. ગઝલના છંદો અને
  િનયમોનો સારું ગ્નાન ધરાવે છે. ભાવનગરમાં ચાલતી સ્કુલ ઓફ ગુજરાતી ગઝલમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે
  છે. તેમની ગઝલોમાં છંદની ચુસ્તતા અને શેિરયત જોવા મળે તે સહજ બાબત છે. આવી જ એક બીજી ગઝલ
  વાંચવા મળે તેવી આશા સાથે.

  કેટલે ઊંડે સુધી ધરબી શકો
  યાદનો ગુણધર્મ છે ફણગી જવું

  સુંદર.

  અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

 20. jitu trivedi said,

  December 16, 2011 @ 10:35 am

  I ‘m trying to learn net. Today I m so happy to know about my gazal presented here by LAYA STARO. I m thankful to all those who commented on it. Thanks LAYA STARO…Vivekbhai! (07738758209)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment